Terjemahan Berbahasa Gujarat
Terjemahan makna Al-Qur`ān Al-Karīm ke bahasa Gujarat oleh Rabella Al-'Umari. Ketua Pusat Riset Islam dan Pendidikan - Naidiyat Gujarat - Diedarkan oleh Yayasan Al-Birr - Mumbay 2017.
يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ
૧) હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
قُمۡ فَأَنذِرۡ
૨) ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.
وَرَبَّكَ فَكَبِّرۡ
૩) અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
وَثِيَابَكَ فَطَهِّرۡ
૪) અને પોતાના કપડા પાક સાફ રાખો.
وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ
૫) અને ગંદકીથી દૂર રહો.
وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ
૬) અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
وَلِرَبِّكَ فَٱصۡبِرۡ
૭) અને પોતાના પાલનહાર માટે સબર કરો.
فَإِذَا نُقِرَ فِي ٱلنَّاقُورِ
૮) ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
فَذَٰلِكَ يَوۡمَئِذٖ يَوۡمٌ عَسِيرٌ
૯) તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ
૧૦) કાફિરો માટે સરળ નહિ હોય.
ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا
૧૧) તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
وَجَعَلۡتُ لَهُۥ مَالٗا مَّمۡدُودٗا
૧૨) તેને ખૂબ માલ આપ્યો.
وَبَنِينَ شُهُودٗا
૧૩) અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
وَمَهَّدتُّ لَهُۥ تَمۡهِيدٗا
૧૪) અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
ثُمَّ يَطۡمَعُ أَنۡ أَزِيدَ
૧૫) પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
كَلَّآۖ إِنَّهُۥ كَانَ لِأٓيَٰتِنَا عَنِيدٗا
૧૬) આવું ક્યારેય નહિ થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
سَأُرۡهِقُهُۥ صَعُودًا
૧૭) હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ
૧૮) તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
فَقُتِلَ كَيۡفَ قَدَّرَ
૧૯) બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ
૨૦) પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
ثُمَّ نَظَرَ
૨૧) તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ.
ثُمَّ عَبَسَ وَبَسَرَ
૨૨) પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ
૨૩) પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ يُؤۡثَرُ
૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ
૨૫) આ તો માનવીની જ વાત છે.
سَأُصۡلِيهِ سَقَرَ
૨૬) હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ
૨૭) અને તમને શું ખબર કે જહન્નમ શું છે ?
لَا تُبۡقِي وَلَا تَذَرُ
૨૮) ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
لَوَّاحَةٞ لِّلۡبَشَرِ
૨૯) ચામડીને બાળી નાખશે.
عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ
૩૦) અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةٗۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةٗ لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنٗا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ
૩૧) અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
كَلَّا وَٱلۡقَمَرِ
૩૨) (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ.
وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ
૩૩) અને રાતની, જ્યારે તે જવા લાગે.
وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ
૩૪) અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ
૩૫) કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
نَذِيرٗا لِّلۡبَشَرِ
૩૬) તે માનવીઓ માટે ભયનું કારણ છે.
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ
૩૭) જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ
૩૮) દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ
૩૯) સિવાય જમણા હાથવાળા.
فِي جَنَّٰتٖ يَتَسَآءَلُونَ
૪૦) કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
عَنِ ٱلۡمُجۡرِمِينَ
૪૧) ગુનેગાર વિશે
مَا سَلَكَكُمۡ فِي سَقَرَ
૪૨) તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ
૪૩) તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ
૪૪) ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ
૪૫) અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ
૪૬) અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ
૪૭) અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ
૪૮) (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
فَمَا لَهُمۡ عَنِ ٱلتَّذۡكِرَةِ مُعۡرِضِينَ
૪૯) તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
كَأَنَّهُمۡ حُمُرٞ مُّسۡتَنفِرَةٞ
૫૦) જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
فَرَّتۡ مِن قَسۡوَرَةِۭ
૫૧) જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفٗا مُّنَشَّرَةٗ
૫૨) પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
كَلَّاۖ بَل لَّا يَخَافُونَ ٱلۡأٓخِرَةَ
૫૩) ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
كَلَّآ إِنَّهُۥ تَذۡكِرَةٞ
૫૪) સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
فَمَن شَآءَ ذَكَرَهُۥ
૫૫) હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
وَمَا يَذۡكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ هُوَ أَهۡلُ ٱلتَّقۡوَىٰ وَأَهۡلُ ٱلۡمَغۡفِرَةِ
૫૬) અને તેઓ શિખામણ પ્રાપ્ત નહિ કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.
مشاركة عبر