Header Include

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم إلى اللغة الغوجراتية، ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد غوجرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

QR Code https://quran.islamcontent.com/ar/gujarati_omari

الٓمٓ

૧- અલિફ્- લામ્-મીમ્

૧- અલિફ્- લામ્-મીમ્

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُ

૨- અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇલાહ નથી, તે હંમેશાથી જીવિત અને દરેક વસ્તુઓને કાયમ રાખનાર છે.

نَزَّلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَأَنزَلَ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ

૩- તેણે જ તમારા પર એવી કિતાબ ઉતારી છે, જે સત્ય લઈને આવી, અને પહેલાની (કિતાબોની) પુષ્ટી કરનારી છે, તેણે (અલ્લાહ) જ તે પહેલા તૌરાત અને ઇન્જિલને ઉતારવામાં આવી હતી.

مِن قَبۡلُ هُدٗى لِّلنَّاسِ وَأَنزَلَ ٱلۡفُرۡقَانَۗ إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ لَهُمۡ عَذَابٞ شَدِيدٞۗ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ

૪- અને આ પહેલા (તૌરાત અને ઇન્જિલ્) જેમાં લોકો માટે હિદાયત હતી, અને (તેના પછી) ફુરકાન (કુરઆન મજીદ) ઉતાર્યું, (અર્થાત જે હક અને બાતેલમાં ફર્ક કરે છે), હવે જે લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરે છે તેઓને સખત અઝાબ મળશે, અને અલ્લાહ વિજયી, બદલો લેવાવાળો છે.

إِنَّ ٱللَّهَ لَا يَخۡفَىٰ عَلَيۡهِ شَيۡءٞ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِ

૫- અલ્લાહ તે છે, જેનાથી કંઈ પણ વસ્તુ, ભલેને તે ધરતીમાં હોય કે આકાશમાં, છૂપી નથી રહી શકતી.

هُوَ ٱلَّذِي يُصَوِّرُكُمۡ فِي ٱلۡأَرۡحَامِ كَيۡفَ يَشَآءُۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

૬- તે જ માઁ ના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે વિજયી છે, હિકમતવાળો છે.

هُوَ ٱلَّذِيٓ أَنزَلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ مِنۡهُ ءَايَٰتٞ مُّحۡكَمَٰتٌ هُنَّ أُمُّ ٱلۡكِتَٰبِ وَأُخَرُ مُتَشَٰبِهَٰتٞۖ فَأَمَّا ٱلَّذِينَ فِي قُلُوبِهِمۡ زَيۡغٞ فَيَتَّبِعُونَ مَا تَشَٰبَهَ مِنۡهُ ٱبۡتِغَآءَ ٱلۡفِتۡنَةِ وَٱبۡتِغَآءَ تَأۡوِيلِهِۦۖ وَمَا يَعۡلَمُ تَأۡوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُۗ وَٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلّٞ مِّنۡ عِندِ رَبِّنَاۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ

૭- તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે.

رَبَّنَا لَا تُزِغۡ قُلُوبَنَا بَعۡدَ إِذۡ هَدَيۡتَنَا وَهَبۡ لَنَا مِن لَّدُنكَ رَحۡمَةًۚ إِنَّكَ أَنتَ ٱلۡوَهَّابُ

૮- (અને આમ દુઆ કરે છે) કે હે અમારા પાલનહાર ! અમને હિદાયત આપ્યા પછી અમારા હૃદયોને ગેરમાર્ગે ન દોરીશ અને અમને તારી પાસેથી કૃપા આપ, નિંશંક તું જ ઘણું જ આપનાર છે.

رَبَّنَآ إِنَّكَ جَامِعُ ٱلنَّاسِ لِيَوۡمٖ لَّا رَيۡبَ فِيهِۚ إِنَّ ٱللَّهَ لَا يُخۡلِفُ ٱلۡمِيعَادَ

૯- હે અમારા પાલનહાર ! તું ખરેખર લોકોને એક દિવસે ભેગા કરવાવાળો છે, જેના આવવામાં કોઇ શંકા નથી, નિંશંક અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો.

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ لَن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـٔٗاۖ وَأُوْلَٰٓئِكَ هُمۡ وَقُودُ ٱلنَّارِ

૧૦- જે લોકો કાફિર છે, અલ્લાહ પાસે ન તો તેઓનું ધન કંઈ પણ કામમાં આવશે અને ન તો પોતાના બાળકો કામમાં આવશે, અને આ જ લોકો જહન્નમના ઇંધણ છે.

كَدَأۡبِ ءَالِ فِرۡعَوۡنَ وَٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمۡۗ وَٱللَّهُ شَدِيدُ ٱلۡعِقَابِ

૧૧- જેવું કે ફિરઔનના સંતાનોની સ્થિતી થઇ અને તેઓની, જે તેઓ પહેલા હતા, તેઓએ અમારી આયતોને જુઠલાવી, તો અલ્લાહ તઆલાએ પણ તેઓને તેઓના પાપોના કારણે પકડી લીધા અને અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે.

قُل لِّلَّذِينَ كَفَرُواْ سَتُغۡلَبُونَ وَتُحۡشَرُونَ إِلَىٰ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ

૧૨- તમે કાફિરોને કહી દો કે તમે નજીક માંજ પરાસ્ત થઇ જશો અને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશો અને તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.

قَدۡ كَانَ لَكُمۡ ءَايَةٞ فِي فِئَتَيۡنِ ٱلۡتَقَتَاۖ فِئَةٞ تُقَٰتِلُ فِي سَبِيلِ ٱللَّهِ وَأُخۡرَىٰ كَافِرَةٞ يَرَوۡنَهُم مِّثۡلَيۡهِمۡ رَأۡيَ ٱلۡعَيۡنِۚ وَٱللَّهُ يُؤَيِّدُ بِنَصۡرِهِۦ مَن يَشَآءُۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّأُوْلِي ٱلۡأَبۡصَٰرِ

૧૩- નિંશંક તમારા માટે તે બન્ને જૂથના શિખામણ છે, જેઓ બદરમાં એક બીજા સામે મુકાબલો કરવા માટે ઉતર્યા, એક જૂથ તો અલ્લાહ તઆલાના માર્ગમાં લડી રહ્યું હતું અને બીજું જૂથ કાફિરોનું હતું, તે તેઓને પોતાની આંખો વડે પોતાનાથી બમણા જોઇ રહ્યા હતા અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની મદદ વડે મજબુત કરે છે, નિંશંક આમાં આંખોવાળા માટે મોટી શીખ છે.

زُيِّنَ لِلنَّاسِ حُبُّ ٱلشَّهَوَٰتِ مِنَ ٱلنِّسَآءِ وَٱلۡبَنِينَ وَٱلۡقَنَٰطِيرِ ٱلۡمُقَنطَرَةِ مِنَ ٱلذَّهَبِ وَٱلۡفِضَّةِ وَٱلۡخَيۡلِ ٱلۡمُسَوَّمَةِ وَٱلۡأَنۡعَٰمِ وَٱلۡحَرۡثِۗ ذَٰلِكَ مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَٱللَّهُ عِندَهُۥ حُسۡنُ ٱلۡمَـَٔابِ

૧૪- ઇચ્છનીય વસ્તુઓની મોહબ્બત લોકો માટે શણગારવામાં આવી છે, જેવી રીતે સ્ત્રીઓ, સંતાનો, સોના-ચાંદીના ભેગા કરેલા દાગીનાઓ, નિશાનદાર ઘોડાઓ, જાનવરો, અને ખેતી, આ દૂનિયાના જીવનનો સામાન છે, અને પાછા ફરવા માટે સારૂ ઠેકાણુ તો અલ્લાહ તઆલા પાસે જ છે.

۞ قُلۡ أَؤُنَبِّئُكُم بِخَيۡرٖ مِّن ذَٰلِكُمۡۖ لِلَّذِينَ ٱتَّقَوۡاْ عِندَ رَبِّهِمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَأَزۡوَٰجٞ مُّطَهَّرَةٞ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ

૧૫- તમે લોકોને કહી દો કે શું હું તમને આના કરતા ઘણી ઉત્તમ વસ્તુ બતાવું ? ડરવાવાળાઓ માટે તેઓના પાલનહાર પાસે જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે અને પવિત્ર પત્નિઓ અને અલ્લાહ તઆલાની પ્રસન્નતા છે, દરેક બંદાઓ અલ્લાહની દેખરેખ હેઠળ છે.

ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ إِنَّنَآ ءَامَنَّا فَٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ ٱلنَّارِ

૧૬- જે કહે છે કે હે અમારા પાલનહાર ! અમે ઇમાન લાવ્યા એટલા માટે અમારા ગુનાહ માફ કરી દેં અને અમને આગના અઝાબથી બચાવી લેં.

ٱلصَّٰبِرِينَ وَٱلصَّٰدِقِينَ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡمُنفِقِينَ وَٱلۡمُسۡتَغۡفِرِينَ بِٱلۡأَسۡحَارِ

૧૭- જે લોકો ધીરજ રાખનાર, સત્ય બોલનારા, આજ્ઞાકારી, અલ્લાહના માર્ગમાં ખર્ચ કરનારા અને રાતના પાછલા ભાગમાં માફી માંગનારા છે.

شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

૧૮- અલ્લાહ તઆલાએ, ફરિશ્તાઓએ અને જ્ઞાનવાળાઓએ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને તે હંમેશા ન્યાય કરવાવાળો છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી.

إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلۡإِسۡلَٰمُۗ وَمَا ٱخۡتَلَفَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۗ وَمَن يَكۡفُرۡ بِـَٔايَٰتِ ٱللَّهِ فَإِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ

૧૯- નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે અને કિતાબવાળાઓએ પોતાની પાસે જ્ઞાન આવી ગયા છતાં અંદર અંદર વિદ્રોહ અને ઇર્ષ્યાના કારણે જ વિરોધ કર્યો છે અને અલ્લાહ તઆલાની આયતોનો જે કોઇ ઇન્કાર કરશે તો અલ્લાહ તઆલા તેનો નજીક માંજ હિસાબ લેનાર છે.

فَإِنۡ حَآجُّوكَ فَقُلۡ أَسۡلَمۡتُ وَجۡهِيَ لِلَّهِ وَمَنِ ٱتَّبَعَنِۗ وَقُل لِّلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡأُمِّيِّـۧنَ ءَأَسۡلَمۡتُمۡۚ فَإِنۡ أَسۡلَمُواْ فَقَدِ ٱهۡتَدَواْۖ وَّإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ

૨૦- તો પણ આ લોકો (અહલે કિતાબ આ વિવાદાસ્પદ વાતોમાં) તમારી સાથે ઝઘડો કરે તો તમે કહી દો કે હું અને મારુ અનુસરણ કરનારાઓએ અલ્લાહ તઆલાની સમક્ષ પોતાનું મસ્તક ઝુકાવી દીધું છે અને કિતાબવાળાઓને તેમજ જે લોકોને કિતાબ આપવામાં નથી આવી તેઓને સવાલ કરો કે શું તમે પણ અલ્લાહના આજ્ઞાકારી બનો છો? જો તેઓ આજ્ઞાકારી બની જાય તો તેઓએ સત્યમાર્ગ પામી લીધો અને જો આ લોકો મોઢું ફેરવે તો તમારા શિરે ફકત પહોંચાડી દેવાનું છે અને અલ્લાહ તઆલા બંદાઓની સારી રીતે જોઈ રહ્યો છે.

إِنَّ ٱلَّذِينَ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيۡرِ حَقّٖ وَيَقۡتُلُونَ ٱلَّذِينَ يَأۡمُرُونَ بِٱلۡقِسۡطِ مِنَ ٱلنَّاسِ فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ

૨૧- જે લોકો અલ્લાહ તઆલાની આયતો નો ઇન્કાર કરે છે અને કારણ વગર પયગંબરોને કત્લ કરી નાખે છે અને જે લોકો ન્યાય ની વાત કરે છે તેઓને પણ કત્લ કરી નાખે છે, તો હે પયગંબર ! તેઓને દુંખદાયી અઝાબની ખબર આપી દો.

أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

૨૨- તેઓના કાર્યો દુનિયા અને આખિરતમાં બેકાર થઈ જશે અને તેઓની મદદ કરવા માટે કોઈ નહિ હોય.

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُواْ نَصِيبٗا مِّنَ ٱلۡكِتَٰبِ يُدۡعَوۡنَ إِلَىٰ كِتَٰبِ ٱللَّهِ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٞ مِّنۡهُمۡ وَهُم مُّعۡرِضُونَ

૨૩- શું તમે તેઓની સ્થિતિ નથી જોઇ, જેઓને એક ભાગ કિતાબનો આપવામાં આવ્યો તેઓને પોતાના અંદર અંદરના પરિણામ માટે અલ્લાહ તઆલાની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, તો પણ તેઓનું એક જૂથ મોઢું ફેરવી પાછા ફરી જાય છે.

ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامٗا مَّعۡدُودَٰتٖۖ وَغَرَّهُمۡ فِي دِينِهِم مَّا كَانُواْ يَفۡتَرُونَ

૨૪- એટલા માટે કે તેઓ કહે છે, અમને તો ગણતરીના દિવસ જ આગમાં રહેવાનું છે, તેઓની ઘડી કાઢેલી વાતોએ તેઓને તેઓના દીન વિશે ધોકામાં રાખ્યા છે.

فَكَيۡفَ إِذَا جَمَعۡنَٰهُمۡ لِيَوۡمٖ لَّا رَيۡبَ فِيهِ وَوُفِّيَتۡ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ

૨૫- બસ ! ત્યારે તેમની શી દશા હશે, જ્યારે કે અમે તેમને તે દિવસે ભેગા કરીશું ? જેના આવવામાં કોઇ શંકા નથી અને દરેક વ્યક્તિને પોતાનો પુરેપુરો બદલો આપવામાં આવશે અને તેઓ પર જુલ્મ કરવામાં નહી આવે.

قُلِ ٱللَّهُمَّ مَٰلِكَ ٱلۡمُلۡكِ تُؤۡتِي ٱلۡمُلۡكَ مَن تَشَآءُ وَتَنزِعُ ٱلۡمُلۡكَ مِمَّن تَشَآءُ وَتُعِزُّ مَن تَشَآءُ وَتُذِلُّ مَن تَشَآءُۖ بِيَدِكَ ٱلۡخَيۡرُۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ

૨૬- તમે કહી દો કે હે અલ્લાહ ! હે સમ્રગ સૃષ્ટિના સર્જનહાર ! તું જેને ઇચ્છે સરદારી આપે અને જેની પાસેથી ઇચ્છે તેની પાસેથી સરદારી છીનવી લેં અને તું જેને ઇચ્છે ઇઝઝત આપે અને જેને ઇચ્છે અપમાનિત કરી દેં, તારા જ હાથમાં દરેક ભલાઇ છે, નિંશંક તું દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

تُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَتُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِۖ وَتُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَتُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّۖ وَتَرۡزُقُ مَن تَشَآءُ بِغَيۡرِ حِسَابٖ

૨૭- તું જ રાતને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાતમાં લઇ જાય છે, તું જ નિર્જીવ માંથી સજીવનું સર્જન કરે છે અને તું જ સજીવ માંથી નિર્જીવનું સર્જન કરે છે, તું જ જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે.

لَّا يَتَّخِذِ ٱلۡمُؤۡمِنُونَ ٱلۡكَٰفِرِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۖ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ فَلَيۡسَ مِنَ ٱللَّهِ فِي شَيۡءٍ إِلَّآ أَن تَتَّقُواْ مِنۡهُمۡ تُقَىٰةٗۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَإِلَى ٱللَّهِ ٱلۡمَصِيرُ

૨૮- ઇમાનવાળાઓને ઇમાનવાળાઓને છોડીને કાફિરોને પોતાના મિત્ર ન બનાવે અને જે આવું કરશે તે અલ્લાહ તઆલાની દેખરેખ હેઠળ નહી રહે, પરંતુ એ કે તેઓના દુર્વ્યહારથી બચવા માટે (કોઈ યુક્તિ અપનાવી શકો છો). અને અલ્લાહ તઆલા પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે.

قُلۡ إِن تُخۡفُواْ مَا فِي صُدُورِكُمۡ أَوۡ تُبۡدُوهُ يَعۡلَمۡهُ ٱللَّهُۗ وَيَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ

૨૯- કહી દો કે ભલેને તમે પોતાના દિલોની વાતોને છૂપી રાખો અથવા તો જાહેર કરો અલ્લાહ તઆલા જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું જ તેને ખબર છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

يَوۡمَ تَجِدُ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ مِنۡ خَيۡرٖ مُّحۡضَرٗا وَمَا عَمِلَتۡ مِن سُوٓءٖ تَوَدُّ لَوۡ أَنَّ بَيۡنَهَا وَبَيۡنَهُۥٓ أَمَدَۢا بَعِيدٗاۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَٱللَّهُ رَءُوفُۢ بِٱلۡعِبَادِ

૩૦- કહી દો કે ભલેને તમે પોતાના દિલોની વાતોને છૂપી રાખો અથવા તો જાહેર કરો અલ્લાહ તઆલા જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું જ તેને ખબર છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ

૩૧- કહી દો કે જો તમે અલ્લાહથી મોહબ્બત રાખો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ તઆલા પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયાળુ છે.

قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلۡكَٰفِرِينَ

૩૨- તમે તેમને કહી દો કે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરો, જો આ લોકો મોઢું ફેરવી લેં તો નિંશંક અલ્લાહ તઆલા કાફિરોથી મોહબ્બત નથી કરતો.

۞ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰٓ ءَادَمَ وَنُوحٗا وَءَالَ إِبۡرَٰهِيمَ وَءَالَ عِمۡرَٰنَ عَلَى ٱلۡعَٰلَمِينَ

૩૩- અલ્લાહ તઆલાએ સમ્રગ સૃષ્ટિના લોકો માંથી આદમ, નૂહ, ઇબ્રાહીમના કુટુંબીઓ અને ઇમરાનના કુટુંબીઓને (પયગંબરી) માટે પસંદ કરી લીધા.

ذُرِّيَّةَۢ بَعۡضُهَا مِنۢ بَعۡضٖۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

૩૪- જેઓ એકબીજાની પેઢી માંથી છે અને અલ્લાહ તઆલા સાંભળવાવાળો, જાણવાવાળો છે.

إِذۡ قَالَتِ ٱمۡرَأَتُ عِمۡرَٰنَ رَبِّ إِنِّي نَذَرۡتُ لَكَ مَا فِي بَطۡنِي مُحَرَّرٗا فَتَقَبَّلۡ مِنِّيٓۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ

૩૫- જ્યારે ઇમરાનની પત્નિએ કહ્યું કે હે મારા પાલનહાર ! મારા ગર્ભમાં જે કંઇ છે તેને મેં તારા નામે અર્પણ કરવાની મન્નત માની છે, તું મારી આ મન્નત કબુલ કર, નિંશંક તું સાંભળવાળો અને જાણવાવાળો છે.

فَلَمَّا وَضَعَتۡهَا قَالَتۡ رَبِّ إِنِّي وَضَعۡتُهَآ أُنثَىٰ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا وَضَعَتۡ وَلَيۡسَ ٱلذَّكَرُ كَٱلۡأُنثَىٰۖ وَإِنِّي سَمَّيۡتُهَا مَرۡيَمَ وَإِنِّيٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ

૩૬- જ્યારે બાળકીને જનમ આપ્યો તો કહેવા લાગી કે પાલનહાર ! મને તો બાળકી થઇ, અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે કે કોણ જન્મયું છે અને બાળક-બાળકી સમાન નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું, હું તેને અને તેના સંતાનને ધુતકારેલા શેતાનથી તારા શરણમાં આપુ છું.

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٖ وَأَنۢبَتَهَا نَبَاتًا حَسَنٗا وَكَفَّلَهَا زَكَرِيَّاۖ كُلَّمَا دَخَلَ عَلَيۡهَا زَكَرِيَّا ٱلۡمِحۡرَابَ وَجَدَ عِندَهَا رِزۡقٗاۖ قَالَ يَٰمَرۡيَمُ أَنَّىٰ لَكِ هَٰذَاۖ قَالَتۡ هُوَ مِنۡ عِندِ ٱللَّهِۖ إِنَّ ٱللَّهَ يَرۡزُقُ مَن يَشَآءُ بِغَيۡرِ حِسَابٍ

૩૭- બસ ! તેની મન્નતને તેના પાલનહારે ઉત્તમ રીતે કબુલ કરી અને તેનું ભરણ-પોષણ ઉત્તમ રીતે કર્યુ, તેના દેખરેખ માટે ઝકરીયાને નક્કી કર્યા, જ્યારે પણ ઝકરીયા તેણીના કમરામાં જતાં તેણીની પાસે રોજી જોતા, તે સવાલ કરતા હે મરયમ ! આ રોજી તમારી પાસે કયાંથી આવી ? તે જવાબ આપતી કે આ અલ્લાહ તઆલા પાસેથી છે, નિંશંક અલ્લાહ તઆલા જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે.

هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُۥۖ قَالَ رَبِّ هَبۡ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةٗ طَيِّبَةًۖ إِنَّكَ سَمِيعُ ٱلدُّعَآءِ

૩૮- જ્યારે ઝકરિયાએ મરયમનો આ જવાબ સાંભળ્યો તો ઝકરીયાએ પોતાના પાલનહાર પાસે દુઆ કરી, કહ્યું કે હે મારા પાલનહાર ! મને પોતાની પાસેથી પવિત્ર સંતાન આપ, નિંશંક તું દુઆને સાંભળવાવાળો છે.

فَنَادَتۡهُ ٱلۡمَلَٰٓئِكَةُ وَهُوَ قَآئِمٞ يُصَلِّي فِي ٱلۡمِحۡرَابِ أَنَّ ٱللَّهَ يُبَشِّرُكَ بِيَحۡيَىٰ مُصَدِّقَۢا بِكَلِمَةٖ مِّنَ ٱللَّهِ وَسَيِّدٗا وَحَصُورٗا وَنَبِيّٗا مِّنَ ٱلصَّٰلِحِينَ

૩૯- બસ ! ફરિશ્તાઓએ તેમને પોકાર્યા જ્યારે કે તે મેહરાબમાં ઉભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ તઆલા તમને યહ્યાની ખુશખબરી આપી રહ્યો છે, જે (ઈસા) અલ્લાહ તઆલાના કલમાની પુષ્ટી કરનાર હશે અને જેઓ સરદાર હશે અને પોતાની નફસ પર કાબુ રાખનાર હશે અને પયગંબર હશે અને સદાચાર લોકો માંથી હશે.

قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَٰمٞ وَقَدۡ بَلَغَنِيَ ٱلۡكِبَرُ وَٱمۡرَأَتِي عَاقِرٞۖ قَالَ كَذَٰلِكَ ٱللَّهُ يَفۡعَلُ مَا يَشَآءُ

૪૦- ઝકરિયા કહેવા લાગ્યા હે મારા પાલનહાર ! મારે ત્યાં બાળકનો જનમ કેવી રીતે થશે ? હું તો ખુબ જ વૃધ્ધ થઇ ગયો છું અને મારી પત્નિ વંધ્યા સ્ત્રી છે, કહ્યું આવી જ રીતે અલ્લાહ તઆલા જે ઇચ્છે છે કરે છે.

قَالَ رَبِّ ٱجۡعَل لِّيٓ ءَايَةٗۖ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَٰثَةَ أَيَّامٍ إِلَّا رَمۡزٗاۗ وَٱذۡكُر رَّبَّكَ كَثِيرٗا وَسَبِّحۡ بِٱلۡعَشِيِّ وَٱلۡإِبۡكَٰرِ

૪૧- ઝકરિયા કહેવા લાગ્યા કે પાલનહાર ! મારા માટે આની કોઇ નિશાની નક્કી કરી દેં, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તમે લોકો સાથે વાત નહી કરી શકો, ફકત ઇશારાથી સમજાવશો, આ દિવસોમાં તમે પોતાના પાલનહારના નામનો ઝિકર વધારે કરો અને સવાર-સાંજ તેના જ નામનો ઝિકર કરતા રહો.

وَإِذۡ قَالَتِ ٱلۡمَلَٰٓئِكَةُ يَٰمَرۡيَمُ إِنَّ ٱللَّهَ ٱصۡطَفَىٰكِ وَطَهَّرَكِ وَٱصۡطَفَىٰكِ عَلَىٰ نِسَآءِ ٱلۡعَٰلَمِينَ

૪૨- અને (તે સમય યાદ કરો) જ્યારે ફરિશ્તાઓએ મરયમને કહ્યું હે મરયમ ! અલ્લાહ તઆલાએ તમને પવિત્ર કરી દીધા અને તમને સમ્રગ સૃષ્ટિની સ્ત્રીઓ માંથી (પ્રાથમિકતા આપી) ચૂંટી લીધા.

يَٰمَرۡيَمُ ٱقۡنُتِي لِرَبِّكِ وَٱسۡجُدِي وَٱرۡكَعِي مَعَ ٱلرَّٰكِعِينَ

૪૩- હે મરયમ ! તમે પોતાના પાલનહારની બંદગી કરો અને સિજદો કરો અને રૂકુઅ કરવાવાળાઓ સાથે રૂકુઅ કરો.

ذَٰلِكَ مِنۡ أَنۢبَآءِ ٱلۡغَيۡبِ نُوحِيهِ إِلَيۡكَۚ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يُلۡقُونَ أَقۡلَٰمَهُمۡ أَيُّهُمۡ يَكۡفُلُ مَرۡيَمَ وَمَا كُنتَ لَدَيۡهِمۡ إِذۡ يَخۡتَصِمُونَ

૪૪- આ ગેબની વાતો માંથી છે, જેને અમે તમારી તરફ વહી દ્વારા પહોંચાડી રહ્યા છે, તમે તેઓની પાસે હાજર ન હતા જ્યારે કે તેઓ પોતાની કલમ નાખી રહ્યા હતા કે આમાંથી કોણ મરયમનો વાલી બનશે ? અને ન તો તેઓના ઝઘડા વખતે તમે ત્યાં હતા.

إِذۡ قَالَتِ ٱلۡمَلَٰٓئِكَةُ يَٰمَرۡيَمُ إِنَّ ٱللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٖ مِّنۡهُ ٱسۡمُهُ ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ وَجِيهٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَمِنَ ٱلۡمُقَرَّبِينَ

૪૫- જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે હે મરયમ ! અલ્લાહ તઆલા તમને પોતાના એક કલ્માની ખુશખબરી આપી રહ્યો છે, જેનું નામ મસીહ, મરયમના દીકરા ઇસા છે, જે દુનિયા અને આખિરતમાં ઇઝઝતવાળા છે અને તે અલ્લાહના નિકટ લોકો માંથી હશે.

وَيُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗا وَمِنَ ٱلصَّٰلِحِينَ

૪૬- તે લોકો સાથે બાળપણમાં પારણામાં વાતો કરશે અને ઉંમરની મોટી વયે પણ સદાચારી લોકો માંથી હશે.

قَالَتۡ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٞ وَلَمۡ يَمۡسَسۡنِي بَشَرٞۖ قَالَ كَذَٰلِكِ ٱللَّهُ يَخۡلُقُ مَا يَشَآءُۚ إِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ

૪૭- મરયમ કહેવા લાગી અલ્લાહ મને બાળક કેવી રીતે થશે ? જ્યારે કે મને તો કોઇ માનવીએ સ્પર્શ પણ નથી કર્યું, અલ્લાહએ કહ્યું આવી જ રીતે થશે, અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે પેદા કરે છે. જ્યારે પણ તે કોઇ કાર્યને કરવા ઇચ્છે છે તો ફકત આવું કહી દે છે કે થઇ જા તો તે થઇ જાય છે.

وَيُعَلِّمُهُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ

૪૮- અલ્લાહ તઆલા તેને (ઈસા બિન મરયમને) કિતાબ અને હિકમત, તૌરાત અને ઇન્જિલ શિખવાડશે.

وَرَسُولًا إِلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَنِّي قَدۡ جِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ أَنِّيٓ أَخۡلُقُ لَكُم مِّنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيۡرَۢا بِإِذۡنِ ٱللَّهِۖ وَأُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ وَأُحۡيِ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِ ٱللَّهِۖ وَأُنَبِّئُكُم بِمَا تَأۡكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ

૪૯- અને તેને બની ઇસ્રાઇલ તરફ પયગંબર બનાવી મોકલશે, (જ્યારે તેઓ પયગંબર બની, બની ઇસરાઈલ તરફ આવ્યા તો કહ્યું) હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, હું તમારા માટે પંખીના જેવું માટીનું પક્ષી બનાવું છું, પછી તેમાં ફુંક મારુ છું, તો તે અલ્લાહ તઆલાના આદેશથી પક્ષી બની જાય છે અને અલ્લાહ તઆલાના આદેશથી હું પેદાઇશી આંધળાને અને કોઢીને સાજો કરી દઉં છું અને મૃતકોને જીવિત કરુ છું અને જે કંઇ તમે ખાવો અને જે કંઇ પોતાના ઘરોમાં સંગ્રહ કરો છો હું તમને જણાવી દઉં છું, જો તમે ઈમાન લાવવાવાળા હોવ તો તમારા માટે આ વાતોમાં મોટી નિશાની છે.

وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيَّ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَلِأُحِلَّ لَكُم بَعۡضَ ٱلَّذِي حُرِّمَ عَلَيۡكُمۡۚ وَجِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ

૫૦- અને હું તૌરાતની પુષ્ટી કરવાવાળો છું, જે મારી સામે છે અને હું એટલા માટે આવ્યો છું કે તમારા પર કેટલીક તે વસ્તુ હલાલ કરુ જે તમારા પર હરામ કરી દેવામાં આવી છે અને હું તમારી પાસે તમારા પાલનહારની નિશાની લાવ્યો છું, એટલા માટે તમે અલ્લાહ તઆલાથી ડરતા રહો અને મારુ અનુસરણ કરતા રહો.

إِنَّ ٱللَّهَ رَبِّي وَرَبُّكُمۡ فَٱعۡبُدُوهُۚ هَٰذَا صِرَٰطٞ مُّسۡتَقِيمٞ

૫૧- નિઃશંક ! અલ્લાહ જ મારો અને તમારો પાલનહાર છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સીધો માર્ગ છે.

۞ فَلَمَّآ أَحَسَّ عِيسَىٰ مِنۡهُمُ ٱلۡكُفۡرَ قَالَ مَنۡ أَنصَارِيٓ إِلَى ٱللَّهِۖ قَالَ ٱلۡحَوَارِيُّونَ نَحۡنُ أَنصَارُ ٱللَّهِ ءَامَنَّا بِٱللَّهِ وَٱشۡهَدۡ بِأَنَّا مُسۡلِمُونَ

૫૨- પરંતુ જ્યારે ઇસા ને તેઓના ઇન્કારનો આભાસ થવા લાગ્યો તો કહેવા લાગ્યા અલ્લાહ તઆલાના માર્ગમાં મારી મદદ કરવાવાળાઓ કોણ છે ? હવારીઓએ (મદદકરનાર) જવાબ આપ્યો કે અમે અલ્લાહ તઆલાના માર્ગના મદદ કરનાર છે, અમે અલ્લાહ તઆલા પર ઇમાન લાવ્યા અને તમે સાક્ષી રહેજો કે અમે મુસલમાન છે.

رَبَّنَآ ءَامَنَّا بِمَآ أَنزَلۡتَ وَٱتَّبَعۡنَا ٱلرَّسُولَ فَٱكۡتُبۡنَا مَعَ ٱلشَّٰهِدِينَ

૫૩- હે અમારા પાલનહાર ! અમે તે અવતરિત કરેલી વહી પર ઇમાન લાવ્યા અને અમે તારા પયગંબરનું અનુસરણ કર્યું. બસ ! તું અમારું નામ સાક્ષીઓ માંથી લખી લે.

وَمَكَرُواْ وَمَكَرَ ٱللَّهُۖ وَٱللَّهُ خَيۡرُ ٱلۡمَٰكِرِينَ

૫૪- અને બની ઇસ્રાઇલે (ઈસા વિરુદ્ધ) ષડયંત્ર રચ્યું જવાબમાં અલ્લાહ તઆલાએ તેમનું ષડયંત્ર તેમના પર જ સાબિત કરી દીધું, અને અલ્લાહ તઆલા સૌથી ઉત્તમ યુક્તિ કરનાર છે.

إِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَىٰٓ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ ٱلَّذِينَ كَفَرُواْ وَجَاعِلُ ٱلَّذِينَ ٱتَّبَعُوكَ فَوۡقَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِۖ ثُمَّ إِلَيَّ مَرۡجِعُكُمۡ فَأَحۡكُمُ بَيۡنَكُمۡ فِيمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ

૫૫- (અને તે અલ્લાહની યુક્તિ જ હતી) જ્યારે અલ્લાહ તઆલાએ ઇસાને કહ્યું ! હું તમને મારી તરફ પાછો બોલાવી લઈશ અને તમને મારી તરફ ઉઠાવી લઈશ અને આ ઇન્કારીઓથી પવિત્ર કરીશ અને જે તારુ અનુસરણ કરશે તેને કયામત સુધી આ ઇન્કારીઓ પર વિજય આપીશ, અને છેવટે તમારે સૌએ મારી તરફ જ પાછું ફરવાનું છે, તો હું તમારી વચ્ચે તે વાતોનો નિર્ણય કરી દઇશ, જેમાં તમે મતભેદ કરી રહ્યાં છો.

فَأَمَّا ٱلَّذِينَ كَفَرُواْ فَأُعَذِّبُهُمۡ عَذَابٗا شَدِيدٗا فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

૫૬- જે લોકોએ કૂફર કર્યો છે, તેઓને હું દુનિયા અને આખિરતમાં સખત અઝાબ આપીશ, તેમની મદદ કરનાર કોઇ નહી હોય.

وَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَيُوَفِّيهِمۡ أُجُورَهُمۡۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ

૫૭- પરંતુ જે ઈમાન લાવ્યા અને સારા અમલ કર્યા તેમને અલ્લાહ તઆલા પૂરેપૂરો બદલો આપશે, અને અલ્લાહ તઆલા ઝાલિમોને પસંદ નથી કરતો.

ذَٰلِكَ نَتۡلُوهُ عَلَيۡكَ مِنَ ٱلۡأٓيَٰتِ وَٱلذِّكۡرِ ٱلۡحَكِيمِ

૫૮- આ તે આયતો છે, જે અમે તમારી સમક્ષ પઢી રહ્યા છે હિકમતથી ભરેલી શિખામણો છે.

إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ ٱللَّهِ كَمَثَلِ ءَادَمَۖ خَلَقَهُۥ مِن تُرَابٖ ثُمَّ قَالَ لَهُۥ كُن فَيَكُونُ

૫૯- અલ્લાહ તઆલાની પાસે ઇસાનું ઉદાહરણ આદમ જેવું જ છે, જેમને માટીથી બનાવ્યા, પછી તેને આદેશ આપ્યો કે થઇ જા તો બસ ! તે થઇ ગયા.

ٱلۡحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ ٱلۡمُمۡتَرِينَ

૬૦- તમારા પાલનહાર તરફથી સત્ય આવી ગઈ છે, ખબરદાર શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જતા.

فَمَنۡ حَآجَّكَ فِيهِ مِنۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ فَقُلۡ تَعَالَوۡاْ نَدۡعُ أَبۡنَآءَنَا وَأَبۡنَآءَكُمۡ وَنِسَآءَنَا وَنِسَآءَكُمۡ وَأَنفُسَنَا وَأَنفُسَكُمۡ ثُمَّ نَبۡتَهِلۡ فَنَجۡعَل لَّعۡنَتَ ٱللَّهِ عَلَى ٱلۡكَٰذِبِينَ

૬૧- ત્યારબાદ જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો ! તમે અમે અમારા દીકરાઓને બોલાવીએ છીએ અને તમે પોતાના દીકરાઓને, અને અમે અમારી સ્ત્રીઓને અને તમે તમારી સ્ત્રીઓને અને અમારા લોકોને અને તમે તમારા લોકોને બોલાવી લે, અને અલ્લાહ સામે આજીજી સાથે દુઆ કરે કે જે જૂઠો હોય તેના પર અલ્લાહની લઅનત થાય.

إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡقَصَصُ ٱلۡحَقُّۚ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

૬૨- ખરેખર આ જ સાચા કિસ્સાઓ છે, અને (સત્યતા એ છે કે) અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને અલ્લાહ જ વિજયી અને હિકમતવાળો છે.

فَإِن تَوَلَّوۡاْ فَإِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِٱلۡمُفۡسِدِينَ

૬૩- પછી પણ જો આ નસારા મુકાબલા માટે ન આવે, તો અલ્લાહ તઆલા આવા ફસાદ ફેલાવનારાઓને સારી રીતે જાણે છે.

قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ

૬૪- તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, અને એ વાત એ કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો તમારા માંથી કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલાને છોડીને અન્યને રબ બનાવે, જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લેં તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે.

يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تُحَآجُّونَ فِيٓ إِبۡرَٰهِيمَ وَمَآ أُنزِلَتِ ٱلتَّوۡرَىٰةُ وَٱلۡإِنجِيلُ إِلَّا مِنۢ بَعۡدِهِۦٓۚ أَفَلَا تَعۡقِلُونَ

૬૫- હે કિતાબવાળાઓ ! તમે ઇબ્રાહીમ વિશે કેમ ઝઘડો કરી રહ્યા છો, (કે તે યહૂદી હતા કે નસ્રાની) જો કે તૌરાત અને ઇન્જીલ તો તેમના પછી જ ઉતારવામાં આવી હતી, શું તમે આટલું પણ નથી વિચારતા ?

هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ حَٰجَجۡتُمۡ فِيمَا لَكُم بِهِۦ عِلۡمٞ فَلِمَ تُحَآجُّونَ فِيمَا لَيۡسَ لَكُم بِهِۦ عِلۡمٞۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ

૬૬- તમે એવા લોકો છો, જે તે વાતોમાં મતભેદ કરી ચુક્યા છો, જેના વિશે તમને થોડીક પણ જાણકારી હતી પરંતુ હવે તમે એ વિશે કેમ ઝઘડો કરી રહ્યા છો, જેની જાણકારી તમને સહેજ પણ નથી, તેને અલ્લાહ જ જાણે છે, તમે નથી જાણતા.

مَا كَانَ إِبۡرَٰهِيمُ يَهُودِيّٗا وَلَا نَصۡرَانِيّٗا وَلَٰكِن كَانَ حَنِيفٗا مُّسۡلِمٗا وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ

૬૭- ઇબ્રાહીમ ન તો યહુદી હતા અને ન તો નસ્રાની હતા, પરંતુ તે તો સાચા મુસલમાન હતા. તે મુશરિક પણ ન હતા.

إِنَّ أَوۡلَى ٱلنَّاسِ بِإِبۡرَٰهِيمَ لَلَّذِينَ ٱتَّبَعُوهُ وَهَٰذَا ٱلنَّبِيُّ وَٱلَّذِينَ ءَامَنُواْۗ وَٱللَّهُ وَلِيُّ ٱلۡمُؤۡمِنِينَ

૬૮- દરેક લોકો કરતા ઇબ્રાહીમથી નજીક તે લોકો છે જેમણે તેમનું કહ્યું માન્યું (તેમના પછી) આ પયગંબર (મુહમ્મદ) અને તેમના પર ઇમાન લાવવાવાળા, અને અલ્લાહ ઈમાનવાળાઓનો જ દોસ્ત અને મદદગાર છે.

وَدَّت طَّآئِفَةٞ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَوۡ يُضِلُّونَكُمۡ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمۡ وَمَا يَشۡعُرُونَ

૬૯- કિતાબવાળાઓનું એક જૂથ ઇચ્છે છે કે તમને ગુમરાહ કરી દેં, પરંતુ તે પોતે જ પોતાને ગુમરાહ કરી રહ્યા છે અને સમજતા નથી.

يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَأَنتُمۡ تَشۡهَدُونَ

૭૦- હે કિતાબવાળાઓ ! તમે (માની લેવા છતા) ઇરાદાપૂર્વક અલ્લાહ ની આયતો નો ઇન્કાર કેમ કરી રહ્યા છો ?

يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَلۡبِسُونَ ٱلۡحَقَّ بِٱلۡبَٰطِلِ وَتَكۡتُمُونَ ٱلۡحَقَّ وَأَنتُمۡ تَعۡلَمُونَ

૭૧- હે કિતાબવાળાઓ ! જાણવા છતાં સત્ય અને અસત્યનું મિશ્રણ કેમ કરો છો અને કેમ સત્યને છૂપાવી રહ્યા છો ?

وَقَالَت طَّآئِفَةٞ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ ءَامِنُواْ بِٱلَّذِيٓ أُنزِلَ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَجۡهَ ٱلنَّهَارِ وَٱكۡفُرُوٓاْ ءَاخِرَهُۥ لَعَلَّهُمۡ يَرۡجِعُونَ

૭૨- અને કિતાબવાળાના એક જૂથે કહ્યું (એક યુક્તિ બનાવી) કે જે કંઇ ઇમાનવાળા પર અવતરિત કરવામાં આવ્યું તેના પર દિવસે ઇમાન લાવો અને સાંજના સમયે ઇન્કારી બની જાવ, (કદાચ આવું કરવાથી) આ લોકો પણ ફરી જાય.

وَلَا تُؤۡمِنُوٓاْ إِلَّا لِمَن تَبِعَ دِينَكُمۡ قُلۡ إِنَّ ٱلۡهُدَىٰ هُدَى ٱللَّهِ أَن يُؤۡتَىٰٓ أَحَدٞ مِّثۡلَ مَآ أُوتِيتُمۡ أَوۡ يُحَآجُّوكُمۡ عِندَ رَبِّكُمۡۗ قُلۡ إِنَّ ٱلۡفَضۡلَ بِيَدِ ٱللَّهِ يُؤۡتِيهِ مَن يَشَآءُۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٞ

૭૩- અને તેઓ એવું પણ કહે છે કે પોતાના દીનનું અનુસરણ કરનારા સિવાય બીજા કોઇનો વિશ્ર્વાસ ન કરો, તમે તેમને કહી દો કે ન હિદાયત તો ફકત અલ્લાહની જ છે, આ બધી વાતો તો તમે જીદમાં કહી રહ્યા છો કે કોઈને આ વસ્તુઓ (પયગંબરી અને કિતાબ) કેમ મળી ગઈ, જેવું કે ક્યારેક તમને આપવામાં આવી હતી, અથવા આ (મુસલમાનોને) તમારા પાલનહાર સામે તમારા પર પ્રાથમિકતા કેવી રીતે મળી ગઈ? તમે કહી દો કે પ્રાથમિકતા આપવી તો અલ્લાહના હાથમાં છે, તે જેને ઈચ્છે છે, પ્રાથમિકતા આપે છે, અને અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને દરેક વસ્તુ જાણવાવાળો છે.

يَخۡتَصُّ بِرَحۡمَتِهِۦ مَن يَشَآءُۗ وَٱللَّهُ ذُو ٱلۡفَضۡلِ ٱلۡعَظِيمِ

૭૪- તે પોતાની રહેમત જેના પર ઇચ્છે ખાસ કરી દેં અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.

۞ وَمِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مَنۡ إِن تَأۡمَنۡهُ بِقِنطَارٖ يُؤَدِّهِۦٓ إِلَيۡكَ وَمِنۡهُم مَّنۡ إِن تَأۡمَنۡهُ بِدِينَارٖ لَّا يُؤَدِّهِۦٓ إِلَيۡكَ إِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمٗاۗ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لَيۡسَ عَلَيۡنَا فِي ٱلۡأُمِّيِّـۧنَ سَبِيلٞ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُمۡ يَعۡلَمُونَ

૭૫- કેટલાક કિતાબવાળા તો એવા છે કે જો તેમના પર ભરોસો કરતા તેમને એક ખજાના જેટલો માલ આપી દો તો પણ તેઓ તમને પરત કરી દેશે અને તેઓ માંથી કેટલાક એવા પણ છે જો તમે તેઓને એક દિનાર પણ આપો, તો તમને પરત ન કરે. હાઁ આ અલગ વાત છે કે તમે તેઓના માથા પર જ ઉભા રહો, આવું એટલા માટે કરે છે કે તેઓએ એવું કહી દીધું છે અભણ (ગેર યહૂદી અરબો) સાથે જે કંઈ પણ વ્યવહાર કરીશું અમને કંઈ ગુનોહ નહિ થાય, આ લોકો જાણવા છતાં અલ્લાહ પર જુઠાણું બાંધે છે.

بَلَىٰۚ مَنۡ أَوۡفَىٰ بِعَهۡدِهِۦ وَٱتَّقَىٰ فَإِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ

૭૬- વાત એવી છે કે જે વ્યક્તિ પોતાનું વચન પુરૂ કરે અને ડરવા લાગે તો અલ્લાહ તઆલા પણ આવા ડરવાવાળાઓ સાથે મોહબ્બત કરે છે.

إِنَّ ٱلَّذِينَ يَشۡتَرُونَ بِعَهۡدِ ٱللَّهِ وَأَيۡمَٰنِهِمۡ ثَمَنٗا قَلِيلًا أُوْلَٰٓئِكَ لَا خَلَٰقَ لَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ وَلَا يَنظُرُ إِلَيۡهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَلَا يُزَكِّيهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ

૭૭- નિઃશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુંખદાયી અઝાબ છે.

وَإِنَّ مِنۡهُمۡ لَفَرِيقٗا يَلۡوُۥنَ أَلۡسِنَتَهُم بِٱلۡكِتَٰبِ لِتَحۡسَبُوهُ مِنَ ٱلۡكِتَٰبِ وَمَا هُوَ مِنَ ٱلۡكِتَٰبِ وَيَقُولُونَ هُوَ مِنۡ عِندِ ٱللَّهِ وَمَا هُوَ مِنۡ عِندِ ٱللَّهِۖ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُمۡ يَعۡلَمُونَ

૭૮- નિઃશંક તેઓમાં એક એવું જૂથ પણ છે જે કિતાબ (તૌરાત) પઢતા-પઢતા પોતાની જીભને મરોડી નાખે છે, જેથી તમે તેને કિતાબનું જ લખાણ સમજો, પરંતુ ખરેખર તે કિતાબ (કુરઆન) નું લખાણ નથી અને તેઓ કહે પણ છે કે તે અલ્લાહ તઆલા તરફથી છે, પરંતુ ખરેખર તે અલ્લાહ તઆલા તરફથી પણ નથી, તે તો ખુલ્લી રીતે અલ્લાહ તઆલા પર જુઠાણું બાંધે છે.

مَا كَانَ لِبَشَرٍ أَن يُؤۡتِيَهُ ٱللَّهُ ٱلۡكِتَٰبَ وَٱلۡحُكۡمَ وَٱلنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُواْ عِبَادٗا لِّي مِن دُونِ ٱللَّهِ وَلَٰكِن كُونُواْ رَبَّٰنِيِّـۧنَ بِمَا كُنتُمۡ تُعَلِّمُونَ ٱلۡكِتَٰبَ وَبِمَا كُنتُمۡ تَدۡرُسُونَ

૭૯- કોઇ એવા વ્યક્તિને જેને અલ્લાહ તઆલા કિતાબ, હિકમત અને પયગંબરી આપે, તે વ્યક્તિ પણ એવું નથી કહી શકતો કે તમે અલ્લાહ તઆલાને છોડીને મારા બંદાઓ બની જાઓ, પરંતુ તે તો કહેશે કે તમે સૌ પાલનહારના બની જાઓ, તમારા કિતાબ શીખવાડવાના કારણે અને તમારા કિતાબ પઢવાના કારણે. (તેની તાલિમ આ પ્રમાણે છે).

وَلَا يَأۡمُرَكُمۡ أَن تَتَّخِذُواْ ٱلۡمَلَٰٓئِكَةَ وَٱلنَّبِيِّـۧنَ أَرۡبَابًاۚ أَيَأۡمُرُكُم بِٱلۡكُفۡرِ بَعۡدَ إِذۡ أَنتُم مُّسۡلِمُونَ

૮૦- તે પયગંબર તમને કદાપિ એવું નહિ કહે કે તમે ફરિશ્તાઓ અને પયગંબરોને પાલનહાર બનાવી લો, શું તે તમારા મુસલમાન થઇ જવા છતાં કૂફર કરવાનો આદેશ આપશે ?

وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلنَّبِيِّـۧنَ لَمَآ ءَاتَيۡتُكُم مِّن كِتَٰبٖ وَحِكۡمَةٖ ثُمَّ جَآءَكُمۡ رَسُولٞ مُّصَدِّقٞ لِّمَا مَعَكُمۡ لَتُؤۡمِنُنَّ بِهِۦ وَلَتَنصُرُنَّهُۥۚ قَالَ ءَأَقۡرَرۡتُمۡ وَأَخَذۡتُمۡ عَلَىٰ ذَٰلِكُمۡ إِصۡرِيۖ قَالُوٓاْ أَقۡرَرۡنَاۚ قَالَ فَٱشۡهَدُواْ وَأَنَا۠ مَعَكُم مِّنَ ٱلشَّٰهِدِينَ

૮૧- અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલાએ પયગંબરો પાસેથી વચન લીધું કે જે કંઇ હું તમને કિતાબ અને હિકમત આપું પછી તમારી પાસે તે પયગંબર આવી જાય જે તમારી પાસેની વસ્તુઓને સત્ય ઠેરાવતો હોય, તો તમારા માટે તેના પર ઇમાન લાવવું અને તેની મદદ કરવી જરૂરી છે, અલ્લાહ તઆલાએ (આ આદેશ આપી પયગંબરોને પૂછ્યું) કે શુ તમે તેના સમર્થક છો અને તેના પર મારી જવાબદારી ઉપાડો છો ? સૌએ કહ્યું કે અમને મંજુર છે, કહ્યું તો હવે સાક્ષી બનીને રહો અને હું પોતે પણ તમારી સાથે સાક્ષી છું.

فَمَن تَوَلَّىٰ بَعۡدَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ

૮૨- બસ ! ત્યાર પછી જે કોઈ આ વચનથી ફરી જાય તો તે જ ખુલ્લો અવજ્ઞાકારી છે.

أَفَغَيۡرَ دِينِ ٱللَّهِ يَبۡغُونَ وَلَهُۥٓ أَسۡلَمَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ طَوۡعٗا وَكَرۡهٗا وَإِلَيۡهِ يُرۡجَعُونَ

૮૩- શું તે અલ્લાહ તઆલાના દીન સિવાય બીજા દીનની શોધમાં છે, જો કે જે કંઈ આકાશોમાં છે અથવા જે કંઈ ઝમીનમાં છે, દરેક અલ્લાહ તઆલાના જ આજ્ઞાકારી છે, રાજી હોય અથવા ન હોય, સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશે.

قُلۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيۡنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ

૮૪- તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર ઉતારવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ, ઇસ્માઇલ, યાકૂબ અને તેઓના સંતાનો પર ઉતારવામાં આવ્યું અને જે કંઇ મૂસા, ઇસા, અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે.

وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ

૮૫- અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.

كَيۡفَ يَهۡدِي ٱللَّهُ قَوۡمٗا كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ وَشَهِدُوٓاْ أَنَّ ٱلرَّسُولَ حَقّٞ وَجَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ

૮૬- અલ્લાહ તઆલા તે લોકોને કેવી રીતે હિદાયત આપશે, જેઓ ઈમાન લાવ્યા પછી કૂફરને અપનાવ્યું? જો કે તેઓ પોતે જ સાક્ષી આપી ચુક્યા છે કે આ પયગંબર સત્ય માર્ગ પર છે અને તે લોકો પાસે સ્પષ્ટ પુરાવા પણ આવી ચુક્યા છે, અને અલ્લાહ તઆલા આવા જાલીમો લોકોને હિદાયત નથી આપતો.

أُوْلَٰٓئِكَ جَزَآؤُهُمۡ أَنَّ عَلَيۡهِمۡ لَعۡنَةَ ٱللَّهِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلنَّاسِ أَجۡمَعِينَ

૮૭- તેઓની આ જ સજા છે કે તેઓ પર અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત (ફીટકાર) થાય.

خَٰلِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنۡهُمُ ٱلۡعَذَابُ وَلَا هُمۡ يُنظَرُونَ

૮૮- જેમાં તેઓ હંમેશા પડી રહેશે, તેઓના અઝાબને ન તો હલકો કરવામાં આવશે અને ન તો તેઓને મોહલત આપવામાં આવશે.

إِلَّا ٱلَّذِينَ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ

૮૯- પરંતુ જે લોકો આ પછી તૌબા અને સુધારો કરી લેં તો (તેઓ તેનાથી બચી શકે છે) કારણકે અલ્લાહ તઆલા અત્યંત માફ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે.

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ ثُمَّ ٱزۡدَادُواْ كُفۡرٗا لَّن تُقۡبَلَ تَوۡبَتُهُمۡ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ

૯૦- નિઃશંક જે લોકો પોતાના ઇમાન લાવવા પછી કૂફર કરે પછી કૂફરમાં વધતા જ ગયા તો તેઓની તૌબા કદાપિ કબુલ કરવામાં નહી આવે, આ જ પથભ્રષ્ટ લોકો છે.

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَمَاتُواْ وَهُمۡ كُفَّارٞ فَلَن يُقۡبَلَ مِنۡ أَحَدِهِم مِّلۡءُ ٱلۡأَرۡضِ ذَهَبٗا وَلَوِ ٱفۡتَدَىٰ بِهِۦٓۗ أُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

૯૧- હાં જે લોકો કાફિર થયા અને મૃત્યુ સુધી કાફિર જ બનીને રહે, તેઓ માંથી જો કોઇ ધરતી ભરીને સોનું આપી છૂટી જવા માંગે તો પણ કદાપિ કબુલ કરવામાં નહી આવે. આ જ લોકો છે જેમના માટે દુંખદાયી અઝાબ છે, અને જેઓની મદદ કરનાર કોઇ નથી.

لَن تَنَالُواْ ٱلۡبِرَّ حَتَّىٰ تُنفِقُواْ مِمَّا تُحِبُّونَۚ وَمَا تُنفِقُواْ مِن شَيۡءٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٞ

૯૨- જ્યાં સુધી તમે પોતાની મનપસંદ વસ્તુને અલ્લાહના માર્ગમાં ખર્ચ નહી કરો ત્યાં સુધી ભલાઇ નહી પામો. અને જે કંઇ તમે ખર્ચ કરો તેને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે.

۞ كُلُّ ٱلطَّعَامِ كَانَ حِلّٗا لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ إِلَّا مَا حَرَّمَ إِسۡرَٰٓءِيلُ عَلَىٰ نَفۡسِهِۦ مِن قَبۡلِ أَن تُنَزَّلَ ٱلتَّوۡرَىٰةُۚ قُلۡ فَأۡتُواْ بِٱلتَّوۡرَىٰةِ فَٱتۡلُوهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ

૯૩-તૌરાત ના અવતરણ પહેલા યાકૂબે જે કઈ પોતાના ઉપર હરામ કરી દીધું હતું, તે સિવાય દરેક ભોજન ઇસ્રાઇલના સંતાનો પર હલાલ હતું. તમે કહી દો કે જો તમે સાચા છો તો તૌરાત લઇ આવો અને વાંચી સંભળાવો.

فَمَنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ مِنۢ بَعۡدِ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ

૯૪- તે પછી પણ જે લોકો અલ્લાહ તઆલા પર જુઠાણું બાંધે તે જ અત્યાચારી છે.

قُلۡ صَدَقَ ٱللَّهُۗ فَٱتَّبِعُواْ مِلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۖ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ

૯૫- કહી દો કે અલ્લાહ તઆલા સાચો છે, તમે સૌ ઇબ્રાહીમ હનીફ ના તરીકાનું અનુસરણ કરો, જે મુશરિક ન હતા.

إِنَّ أَوَّلَ بَيۡتٖ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكٗا وَهُدٗى لِّلۡعَٰلَمِينَ

૯૬- અલ્લાહ તઆલાનું પ્રથમ ઘર (ઈબાદત કરવાનું સ્થળ) જે લોકો માટે નક્કી કરવામાં આવ્યું તે જ છે ,જે મક્કામાં છે, જે સમ્રગ સૃષ્ટિના લોકો માટે બરકત અને હિદાયતનું કારણ છે.

فِيهِ ءَايَٰتُۢ بَيِّنَٰتٞ مَّقَامُ إِبۡرَٰهِيمَۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنٗاۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ

૯૭- જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, (જેમાંથી એક) મકામે ઇબ્રાહીમ છે, તેમાં જે આવી જાય સુરક્ષિત થઇ જાય છે, અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.

قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعۡمَلُونَ

૯૮- તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! તમે અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કેમ કરો છો ? જે કંઇ તમે કરો છો અલ્લાહ તઆલા તેના પર સાક્ષી છે.

قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنۡ ءَامَنَ تَبۡغُونَهَا عِوَجٗا وَأَنتُمۡ شُهَدَآءُۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ

૯૯- તે કિતાબવાળાઓને કહો કે તમે જે વ્યક્તિ ઈમાન લાવે છે તેને તમે તઆલાના માર્ગથી કેમ રોકો છો ? અને તમારી ઈચ્છા છે કે તે ગેરમાર્ગ પર ચાલે, જો કે તમે પોતે (તેના સત્યમાર્ગ પર હોવાની) સાક્ષી આપો છો, અને જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ فَرِيقٗا مِّنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ يَرُدُّوكُم بَعۡدَ إِيمَٰنِكُمۡ كَٰفِرِينَ

૧૦૦- હે ઇમાનવાળાઓ ! જો તમે કિતાબવાળાઓના કોઇ જૂથની વાતોને માનશો તો તે તમને તમારા ઇમાન લાવ્યા પછી કાફિર બનાવી દેશે.

وَكَيۡفَ تَكۡفُرُونَ وَأَنتُمۡ تُتۡلَىٰ عَلَيۡكُمۡ ءَايَٰتُ ٱللَّهِ وَفِيكُمۡ رَسُولُهُۥۗ وَمَن يَعۡتَصِم بِٱللَّهِ فَقَدۡ هُدِيَ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

૧૦૧- અને તમે કેવી રીતે ઇન્કાર કરી શકો છો, જ્યારે કે તમારા પર અલ્લાહ તઆલાની આયતો પઢવા આવી રહી છે, અને તમારી વચ્ચે પયગંબર હાજર છે, જે વ્યક્તિ અલ્લાહ તઆલા (ના દીન) ને મજબુતીથી પકડી લેંશે, તો તે જરૂર સત્યમાર્ગ સુધી પહોંચી જશે.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ

૧૦૨- હે ઇમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી એવી રીતે ડરો જેવી રીતે કે તેનાથી ડરવાનો હક છે. અને તમને મુસલમાનની સ્થિતિમાં જ મૌત આવી જોઈએ.

وَٱعۡتَصِمُواْ بِحَبۡلِ ٱللَّهِ جَمِيعٗا وَلَا تَفَرَّقُواْۚ وَٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ كُنتُمۡ أَعۡدَآءٗ فَأَلَّفَ بَيۡنَ قُلُوبِكُمۡ فَأَصۡبَحۡتُم بِنِعۡمَتِهِۦٓ إِخۡوَٰنٗا وَكُنتُمۡ عَلَىٰ شَفَا حُفۡرَةٖ مِّنَ ٱلنَّارِ فَأَنقَذَكُم مِّنۡهَاۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ ءَايَٰتِهِۦ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ

૧૦૩- અલ્લાહ તઆલાની દોરીને સૌ મળી મજબુતીથી પકડી લો અને ભાગલા ન પાડો અને અલ્લાહ તઆલાની તે સમયની કૃપાને યાદ કરો જ્યારે તમે એકબીજાના શત્રુ હતા, તો તેણે તમારા દિલોમાં મુહબ્બત ભરી દીધી, બસ ! તમે તેની કૃપાથી ભાઇ ભાઇ બની ગયા, અને તમે આગના ઘડાની નજીક પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા, અલ્લાહ તઆલા આવી જ રીતે તમારા માટે પોતાની નિશાની બયાન કરે છે, જેથી તમે સત્યમાર્ગ પામી શકો.

وَلۡتَكُن مِّنكُمۡ أُمَّةٞ يَدۡعُونَ إِلَى ٱلۡخَيۡرِ وَيَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ

૧૦૪- તમારા માંથી એક જૂથ એવું હોવું જોઇએ, જે ભલાઇ તરફ બોલાવે અને સદકાર્યોનો આદેશ આપે અને ખરાબ કાર્યોથી રોકે અને આજ લોકો કામયાબ થશે.

وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ تَفَرَّقُواْ وَٱخۡتَلَفُواْ مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡبَيِّنَٰتُۚ وَأُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيمٞ

૧૦૫- તમે તે લોકો જેવા ન થઇ જશો, જે લોકોએ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાં ભાગલા પાડયા, અને મતભેદ કર્યો, તે જ લોકો મોટો અઝાબ છે.

يَوۡمَ تَبۡيَضُّ وُجُوهٞ وَتَسۡوَدُّ وُجُوهٞۚ فَأَمَّا ٱلَّذِينَ ٱسۡوَدَّتۡ وُجُوهُهُمۡ أَكَفَرۡتُم بَعۡدَ إِيمَٰنِكُمۡ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ

૧૦૬- જે દિવસે કેટલાક ચહેરા સફેદ હશે અને કેટલાક કાળા, કાળા ચહેરાવાળાઓ ! (ને કહેવામાં આવશે) શું તમે જ તે લોકો છો, જેમણે ઈમાન લાવ્યા પછી કૂફર કર્યો ? હવે પોતાના કૂફરનો સ્વાદ ચાખો.

وَأَمَّا ٱلَّذِينَ ٱبۡيَضَّتۡ وُجُوهُهُمۡ فَفِي رَحۡمَةِ ٱللَّهِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ

૧૦૭- અને સફેદ ચહેરાવાળાઓ અલ્લાહની કૃપામાં પ્રવેશ કરશે અને તેમાં હંમેશા રહેશે.

تِلۡكَ ءَايَٰتُ ٱللَّهِ نَتۡلُوهَا عَلَيۡكَ بِٱلۡحَقِّۗ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلۡمٗا لِّلۡعَٰلَمِينَ

૧૦૮- હે પયગંબર ! અમે તે સત્ય આયતોનું પઠન તમારી સમક્ષ કરી રહ્યા છે અને અલ્લાહ તઆલા લોકો પર અત્યાચાર કરવાનું નથી ઇચ્છતો.

وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ

૧૦૯- અલ્લાહ તઆલા માટે જ છે, જે કંઇ આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા તરફ જ દરેક કાર્ય મોકલવામાં આવે છે.

كُنتُمۡ خَيۡرَ أُمَّةٍ أُخۡرِجَتۡ لِلنَّاسِ تَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَتَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَتُؤۡمِنُونَ بِٱللَّهِۗ وَلَوۡ ءَامَنَ أَهۡلُ ٱلۡكِتَٰبِ لَكَانَ خَيۡرٗا لَّهُمۚ مِّنۡهُمُ ٱلۡمُؤۡمِنُونَ وَأَكۡثَرُهُمُ ٱلۡفَٰسِقُونَ

૧૧૦- (મુસલમાનો) તમે જ ઉત્તમ જૂથ છો, જેને લોકોના (સુધારા અને હિદાયત માટે) બનાવવામાં આવી છે, તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો, જો કિતાબવાળા પણ ઇમાન લાવતા તો તેઓ માટે સારુ હોત, તેઓમાં કેટલાક ઇમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો વિદ્રોહી છે.

لَن يَضُرُّوكُمۡ إِلَّآ أَذٗىۖ وَإِن يُقَٰتِلُوكُمۡ يُوَلُّوكُمُ ٱلۡأَدۡبَارَ ثُمَّ لَا يُنصَرُونَ

૧૧૧- આ લોકો તમને સતાવવા સિવાય વધારે નુકસાન પહોંચાડી શકતા નથી, જો તમારી સાથે યુધ્ધ કરશે તો પીઠ બતાવી પાછા ફરી નશે, પછી તેઓની મદદ કરવામાં નહી આવે.

ضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلذِّلَّةُ أَيۡنَ مَا ثُقِفُوٓاْ إِلَّا بِحَبۡلٖ مِّنَ ٱللَّهِ وَحَبۡلٖ مِّنَ ٱلنَّاسِ وَبَآءُو بِغَضَبٖ مِّنَ ٱللَّهِ وَضُرِبَتۡ عَلَيۡهِمُ ٱلۡمَسۡكَنَةُۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَانُواْ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلۡأَنۢبِيَآءَ بِغَيۡرِ حَقّٖۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ

૧૧૨- તેઓ દરેક જગ્યા પર અપમાનિત કરવામાં આવશે, સિવાય એ કે અલ્લાહ તઆલાના અથવા લોકોના શરણમાં આવી જાય, આ લોકો અલ્લાહના ગુસ્સાના હકદાર બની ગયા છે અને તેઓ પર લાચારી નાખી દેવામાં આવી છે, આ એટલા માટે કે આ લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને કારણ વગર પયગંબરોને કત્લ કરતા હતા, એટલા માટે કે તેઓ અવજ્ઞાકારીઓ અને અત્યાચારીઓ હતા.

۞ لَيۡسُواْ سَوَآءٗۗ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ أُمَّةٞ قَآئِمَةٞ يَتۡلُونَ ءَايَٰتِ ٱللَّهِ ءَانَآءَ ٱلَّيۡلِ وَهُمۡ يَسۡجُدُونَ

૧૧૩- આ કિતાબવાળાઓ બધા સરખા નથી, પરંતુ તે કિતાબવાળાઓમાં એક જૂથ (સત્ય પર) અડગ રહેવાવાળું પણ છે, જે રાત્રિના સમયે અલ્લાહની કિતાબ પઢે છે અને સિજદા પણ કરે છે.

يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَيَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَيُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِۖ وَأُوْلَٰٓئِكَ مِنَ ٱلصَّٰلِحِينَ

૧૧૪- આ લોકો અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન પણ રાખે છે, સદકાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કાર્યોથી રોકે છે અને ભલાઇના કાર્યોમાં જલ્દી કરે છે, આ સદાચારી લોકો છે.

وَمَا يَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَلَن يُكۡفَرُوهُۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلۡمُتَّقِينَ

૧૧૫- આ લોકો જે કંઇ પણ ભલાઇ કરશે તેઓની નાકદરી કરવામાં નહી આવે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખુબ સારી રીતે જાણે છે.

إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ لَن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـٔٗاۖ وَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ

૧૧૬- જે લોકોએ કૂફર કર્યો તેમનું ધન અને તેઓના સંતાન અલ્લાહ પાસે કંઇ કામમાં નહી આવે, આ તો જહન્નમી લોકો છે, તેમાં જ હંમેશા પડયા રહેશે.

مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَثَلِ رِيحٖ فِيهَا صِرٌّ أَصَابَتۡ حَرۡثَ قَوۡمٖ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ فَأَهۡلَكَتۡهُۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِنۡ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ

૧૧૭- આ કાફિરો જે કંઈ પણ દુનિયામાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ આ રીતે છે કે એક ઝડપી હવા ચાલી જેમાં હિમ વરસે, જે અત્યાચારીઓના ખેતર ઉપર પડી અને તેને નષ્ટ કરી દીધું, અલ્લાહ તઆલાએ તેઓ પર અત્યાચાર નથી કર્યો, પરંતુ એ લોકો પોતે પોતાના જીવો પર અત્યાચાર કરતા હતા.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ بِطَانَةٗ مِّن دُونِكُمۡ لَا يَأۡلُونَكُمۡ خَبَالٗا وَدُّواْ مَا عَنِتُّمۡ قَدۡ بَدَتِ ٱلۡبَغۡضَآءُ مِنۡ أَفۡوَٰهِهِمۡ وَمَا تُخۡفِي صُدُورُهُمۡ أَكۡبَرُۚ قَدۡ بَيَّنَّا لَكُمُ ٱلۡأٓيَٰتِۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ

૧૧૮- હે ઇમાનવાળાઓ ! તમે ઇમાનવાળાઓ સિવાય બીજાને દોસ્ત ન બનાવો, તેઓ તમારી ખરાબી માટે કોઇ કસર છોડતા નથી, તેઓ ઇચ્છે છે કે તમે દુંખી થઈ જાવ, તેઓની શત્રુતા તો તેઓની જબાન વડે જાહેર થઇ ગઇ છે અને જે તેઓના હૃદયોમાં છૂપું છે તે ઘણું જ વધારે છે, અમને તમે સ્પષ્ટ માર્ગદર્શન આપી ચુક્યા છે, જો તમે વિચારશો (તો જરૂર તેમનાથી બચીને રહેશો.)

هَٰٓأَنتُمۡ أُوْلَآءِ تُحِبُّونَهُمۡ وَلَا يُحِبُّونَكُمۡ وَتُؤۡمِنُونَ بِٱلۡكِتَٰبِ كُلِّهِۦ وَإِذَا لَقُوكُمۡ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَوۡاْ عَضُّواْ عَلَيۡكُمُ ٱلۡأَنَامِلَ مِنَ ٱلۡغَيۡظِۚ قُلۡ مُوتُواْ بِغَيۡظِكُمۡۗ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ

૧૧૯- સાંભળો ! તમે એવા લોકો છે, જે યહૂદી લોકો સાથે મુહબ્બત રાખો છો પરંતુ તેઓ તમને પસંદ નથી કરતા, જો કે તમે દરેક આકાશીય કિતાબો પર ઈમાન ધરાવો છો, જ્યારે તેઓ તમારી સાથે મુલાકાત કરે છે તો કહે છે કે અમે ઈમાન લઈ આવ્યા, પરંતુ જ્યારે તમારાથી જુદા થાય છે તો ગુસ્સાના કારણે આંગળીઓ ચાવે છે, તમે તેમને કહી દો કે તમારા ગુસ્સામાં જ મૃત્યુ પામો, અલ્લાહ તઆલા દિલોના ભેદોને ખુબ સારી રીતે જાણે છે.

إِن تَمۡسَسۡكُمۡ حَسَنَةٞ تَسُؤۡهُمۡ وَإِن تُصِبۡكُمۡ سَيِّئَةٞ يَفۡرَحُواْ بِهَاۖ وَإِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡـًٔاۗ إِنَّ ٱللَّهَ بِمَا يَعۡمَلُونَ مُحِيطٞ

૧૨૦- જો તમને કોઈ ભલાઇ મળે તો આ લોકો દુંખી થાય છે, અને જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો ખુશ થાય છે, તમે જો સબર રાખો અને ડરવાવાળા બની જાવ તો તેઓનું કપટ તમને કંઇ નુકસાન નહી પહોંચાડે, અલ્લાહ તઆલાએ તેઓના કાર્યોને ઘેરી રાખ્યા છે.

وَإِذۡ غَدَوۡتَ مِنۡ أَهۡلِكَ تُبَوِّئُ ٱلۡمُؤۡمِنِينَ مَقَٰعِدَ لِلۡقِتَالِۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

૧૨૧- અને ( હે પયગંબર ઉહદના યુદ્ધનો તે સમય પણ યાદ કરો) જ્યારે તે તમે પરોઢમાં પોતાના ઘરેથી નીકળ્યા અને મુસલમાનોને યુધ્ધના મેદાનમાં યુધ્ધના મોરચા પર શીસ્તબધ્ધ બેસાડી રહ્યા હતા, અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો અને, જાણવાવાળો છે.

إِذۡ هَمَّت طَّآئِفَتَانِ مِنكُمۡ أَن تَفۡشَلَا وَٱللَّهُ وَلِيُّهُمَاۗ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ

૧૨૨- જ્યારે તમારા માંથી બે જૂથ પોતાને કમજોર સમજવા લાગ્યા જો કે અલ્લાહ તઆલા તેઓનો દોસ્ત અને મદદ કરનાર હતો અને ઈમાનવાળાઓએ અલ્લાહ પર જ વિશ્ર્વાસ કરવો જોઇએ.

وَلَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ بِبَدۡرٖ وَأَنتُمۡ أَذِلَّةٞۖ فَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ

૧૨૩- બદરના યુધ્ધ વખતે અલ્લાહ તઆલાએ ઠીક તે સમયે તમારી મદદ કરી હતી જ્યારે કે તમે ઘણી જ નબળી સ્થિતીમાં હતા, એટલા માટે અલ્લાહથી જ ડરતા રહો, જેથી તમે આભારી બની શકો.

إِذۡ تَقُولُ لِلۡمُؤۡمِنِينَ أَلَن يَكۡفِيَكُمۡ أَن يُمِدَّكُمۡ رَبُّكُم بِثَلَٰثَةِ ءَالَٰفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُنزَلِينَ

૧૨૪- અને જ્યારે (બદરના યુદ્ધમાં) તમે ઇમાનવાળાઓને દિલાસો આપી રહ્યા હતા, શું આકાશ માંથી ત્રણ હજાર ફરિશ્તાઓ ઉતારી અલ્લાહ તઆલાની તમને મદદ કરવી તમારા માટે પુરતી નથી?

بَلَىٰٓۚ إِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ وَيَأۡتُوكُم مِّن فَوۡرِهِمۡ هَٰذَا يُمۡدِدۡكُمۡ رَبُّكُم بِخَمۡسَةِ ءَالَٰفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُسَوِّمِينَ

૧૨૫- કેમ નહી પરંતુ જો તમે સબર રાખો અને અલ્લાહ તઆલાથી ડરવા લાગો અને જો દુશ્મન તમારી સાથે યુદ્ધ કરે તો અલ્લાહ તઆલા ખાસ પ્રકારના પાંચ હજાર ફરિશ્તાઓ વડે તમારી મદદ કરશે.

وَمَا جَعَلَهُ ٱللَّهُ إِلَّا بُشۡرَىٰ لَكُمۡ وَلِتَطۡمَئِنَّ قُلُوبُكُم بِهِۦۗ وَمَا ٱلنَّصۡرُ إِلَّا مِنۡ عِندِ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ

૧૨૬- ફરિશ્તાઓ દ્વારા મદદની ખબર તો અલ્લાહ તઆલાએ તમને એટલા માટે જણાવી છે કે તમે ખુશ થઈ જાવ અને તમારા દિલને શાંતિ મળેજોકે મદદ તો અલ્લાહ તઆલા તરફથી જ છે, જે વિજયી અને હિકમતવાળો છે.

لِيَقۡطَعَ طَرَفٗا مِّنَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَوۡ يَكۡبِتَهُمۡ فَيَنقَلِبُواْ خَآئِبِينَ

૧૨૭- (અને બદરના યુદ્ધમાં અલ્લાહ તઆલાએ મુસલમાનોની મદદ એટલા માટે કરી કે) કાફિરોનો એક બાઝુને નાખે અથવા તો તેઓનું એવું અપમાન કરે કે તે અસફળ અપમાનિત બની પાછા ફરી જાય.

لَيۡسَ لَكَ مِنَ ٱلۡأَمۡرِ شَيۡءٌ أَوۡ يَتُوبَ عَلَيۡهِمۡ أَوۡ يُعَذِّبَهُمۡ فَإِنَّهُمۡ ظَٰلِمُونَ

૧૨૮- હે પયગંબર ! તમારા હાથમાં કંઇ જ નથી અલ્લાહ તઆલા ઇચ્છે તો તેઓની તૌબા કબુલ કરે અથવા તો અઝાબ આપે, કારણ કે તેઓ અત્યાચારી છે.

وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ يَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ

૧૨૯- આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે બધું અલ્લાહનું જ છે, તે જેને ઇચ્છે તેને માફ કરે જેને ઇચ્છે તેને સજા આપે, અલ્લાહ તઆલા માફ કરનાર, કૃપાળુ છે.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُواْ ٱلرِّبَوٰٓاْ أَضۡعَٰفٗا مُّضَٰعَفَةٗۖ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ

૧૩૦- હે ઇમાનવાળાઓ ! વધારીને વ્યાજ ન ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો.

وَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِيٓ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ

૧૩૧- અને તે આગથી ડરો, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે.

وَأَطِيعُواْ ٱللَّهَ وَٱلرَّسُولَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ

૧૩૨- અને અલ્લાહ અને તેના પયગંબરના આજ્ઞાકારી બનો, જેથી તમારા પર દયા કરવામાં આવે.

۞ وَسَارِعُوٓاْ إِلَىٰ مَغۡفِرَةٖ مِّن رَّبِّكُمۡ وَجَنَّةٍ عَرۡضُهَا ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ أُعِدَّتۡ لِلۡمُتَّقِينَ

૧૩૩- અને પોતાના પાલનહારની માફી તરફ અને તે જન્નત તરફ ભાગો જેની ચોડાઇ આકાશો અને ધરતી બરાબર છે, જે ડરવાવાળાઓ માટે તૈયાર કરવામાં આવી છે.

ٱلَّذِينَ يُنفِقُونَ فِي ٱلسَّرَّآءِ وَٱلضَّرَّآءِ وَٱلۡكَٰظِمِينَ ٱلۡغَيۡظَ وَٱلۡعَافِينَ عَنِ ٱلنَّاسِۗ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ

૧૩૪- જે લોકો ખુશહાલી અને તંગીમાં પણ અલ્લાહ ના માર્ગમાં ખર્ચ કરે છે, ગુસ્સો પીવાવાળા અને લોકોને માફ કરવાવાળા છે, અલ્લાહ તઆલા તે સદાચારી લોકોથી મોહબ્બત કરે છે.

وَٱلَّذِينَ إِذَا فَعَلُواْ فَٰحِشَةً أَوۡ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ ذَكَرُواْ ٱللَّهَ فَٱسۡتَغۡفَرُواْ لِذُنُوبِهِمۡ وَمَن يَغۡفِرُ ٱلذُّنُوبَ إِلَّا ٱللَّهُ وَلَمۡ يُصِرُّواْ عَلَىٰ مَا فَعَلُواْ وَهُمۡ يَعۡلَمُونَ

૧૩૫- જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા.

أُوْلَٰٓئِكَ جَزَآؤُهُم مَّغۡفِرَةٞ مِّن رَّبِّهِمۡ وَجَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَنِعۡمَ أَجۡرُ ٱلۡعَٰمِلِينَ

૧૩૬- તેઓનો બદલો તેઓના પાલનહાર તરફથી માફી છે અને જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે. તે સદકાર્ય કરવાવાળા લોકો માટે કેટલો સારો ષવાબ છે.

قَدۡ خَلَتۡ مِن قَبۡلِكُمۡ سُنَنٞ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ

૧૩૭- અલ્લાહની સુન્નત પ્રમાણે પહેલા પણ આવા કીસ્સાઓ થઇ ગયા છે, તો ધરતીમાં હરી ફરીને જોઇ લો કે જુઠલાવવાળાઓની કેવી દશા થઇ ?

هَٰذَا بَيَانٞ لِّلنَّاسِ وَهُدٗى وَمَوۡعِظَةٞ لِّلۡمُتَّقِينَ

૧૩૮- આ કિસ્સાઓ લોકો માટે ખુલ્લી ચેતવણી છે અને ડરવાવાળાઓ માટે હિદાયત અને શિખામણ છે.

وَلَا تَهِنُواْ وَلَا تَحۡزَنُواْ وَأَنتُمُ ٱلۡأَعۡلَوۡنَ إِن كُنتُم مُّؤۡمِنِينَ

૧૩૯- હે મુસલમાનો ! તમે ના સુસ્તી કરો અને ન તો ઉદાસ થાવ, તમે જ વિજય પ્રાપ્ત કરશો જો તમે ઇમાનવાળાઓ છો.

إِن يَمۡسَسۡكُمۡ قَرۡحٞ فَقَدۡ مَسَّ ٱلۡقَوۡمَ قَرۡحٞ مِّثۡلُهُۥۚ وَتِلۡكَ ٱلۡأَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ ٱلنَّاسِ وَلِيَعۡلَمَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَيَتَّخِذَ مِنكُمۡ شُهَدَآءَۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ

૧૪૦- જો તમે ઘાયલ થયા હોય તો તમારા વિરોધી લોકો પણ આવી જ રીતે ઘાયલ થઇ ગયા છે, અમે તે દિવસોને લોકો માટે બદલતા રહીએ છીએ, (ઉહદ યુધ્ધની હાર) એટલા માટે હતી કે ઇમાનવાળાઓ જાહેર કરી દેં અને તમારા માંથી કેટલાકને શહીદનો દરજ્જો આપીએ, અલ્લાહ તઆલા અત્યાચારીઓથી મોહબ્બત નથી કરતો.

وَلِيُمَحِّصَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَيَمۡحَقَ ٱلۡكَٰفِرِينَ

૧૪૧- (આ કારણ પણ હતું) કે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને તદ્દન અલગ કરી દેં અને ઇન્કારીઓને ખતમ કરી દેં.

أَمۡ حَسِبۡتُمۡ أَن تَدۡخُلُواْ ٱلۡجَنَّةَ وَلَمَّا يَعۡلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُواْ مِنكُمۡ وَيَعۡلَمَ ٱلصَّٰبِرِينَ

૧૪૨- શું તમે સમજી બેઠા છો કે તમે જન્નતમાં જતા રહેશો જો કે અત્યાર સુધી અલ્લાહ તઆલાએ જાહેર નથી કર્યુ કે તમારા માંથી જિહાદ કરવાવાળા કોણ લોકો છે અને સબર કરવાવાળાઓ કોણ છે ?

وَلَقَدۡ كُنتُمۡ تَمَنَّوۡنَ ٱلۡمَوۡتَ مِن قَبۡلِ أَن تَلۡقَوۡهُ فَقَدۡ رَأَيۡتُمُوهُ وَأَنتُمۡ تَنظُرُونَ

૧૪૩- યુધ્ધ પહેલા તો તમે શહીદ થવાની ઇચ્છા કરતા હતા, કે હવે તો તમે પોતે જ (ઉહદના યુદ્ધમાં) તેને પોતાની આંખોથી પોતાની સામે જોઇ લીધું.

وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٞ قَدۡ خَلَتۡ مِن قَبۡلِهِ ٱلرُّسُلُۚ أَفَإِيْن مَّاتَ أَوۡ قُتِلَ ٱنقَلَبۡتُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡۚ وَمَن يَنقَلِبۡ عَلَىٰ عَقِبَيۡهِ فَلَن يَضُرَّ ٱللَّهَ شَيۡـٔٗاۚ وَسَيَجۡزِي ٱللَّهُ ٱلشَّٰكِرِينَ

૧૪૪- મુહમ્મદ તો ફકત પયગંબર જ છે, તેમના પહેલા ઘણા પયગંબરો થઇ ચુકયા છે, શું જો તે મૃત્યુ પામે અથવા તો તે શહીદ થઇ જાય તો તમે (ઇસ્લામ માંથી) પોતાની એડી વડે ફરી જશો ? અને જે પણ પોતાની એડી વડે પાછો ફરી જાય તો તે કદાપિ અલ્લાહ તઆલાનું કંઇ બગાડી શકવાનો નથી, નજીક માંજ અલ્લાહ તઆલા આભારીઓને સારૂ વળતર આપશે.

وَمَا كَانَ لِنَفۡسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذۡنِ ٱللَّهِ كِتَٰبٗا مُّؤَجَّلٗاۗ وَمَن يُرِدۡ ثَوَابَ ٱلدُّنۡيَا نُؤۡتِهِۦ مِنۡهَا وَمَن يُرِدۡ ثَوَابَ ٱلۡأٓخِرَةِ نُؤۡتِهِۦ مِنۡهَاۚ وَسَنَجۡزِي ٱلشَّٰكِرِينَ

૧૪૫- અલ્લાહ ના આદેશ વગર કોઇ જીવ નથી મરી શકતું, મૌતનો સમય નક્કી જ છે, જે વ્યક્તિ દુનિયામાં જ બદલો પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે કામ કરશે તો અમે તેને દુનિયામાં જ બદલો આપી દઇએ છીએ. અને જે આખિરતનો સવાબ ઇચ્છતો હોય તો અમે તેને આખિરતમાં બદલો આપીશું અને આભારી લોકોને અમે નજીક માંજ સારૂ વળતર આપીશું.

وَكَأَيِّن مِّن نَّبِيّٖ قَٰتَلَ مَعَهُۥ رِبِّيُّونَ كَثِيرٞ فَمَا وَهَنُواْ لِمَآ أَصَابَهُمۡ فِي سَبِيلِ ٱللَّهِ وَمَا ضَعُفُواْ وَمَا ٱسۡتَكَانُواْۗ وَٱللَّهُ يُحِبُّ ٱلصَّٰبِرِينَ

૧૪૬- કેટલાય પયગંબરો સાથે મળી ઘણા અલ્લાહવાળા લોકો જિહાદ કરી ચુકયા છે, તેઓને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પડી, ન તો તેઓ (કૂફરની સામે) હિંમત હારી, ન તો આળસુ બની ગયા અને ન તો તેમણે કમજોરી દાખવી અને અલ્લાહ સબર કરનાર લોકોને પસંદ કરે છે.

وَمَا كَانَ قَوۡلَهُمۡ إِلَّآ أَن قَالُواْ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَإِسۡرَافَنَا فِيٓ أَمۡرِنَا وَثَبِّتۡ أَقۡدَامَنَا وَٱنصُرۡنَا عَلَى ٱلۡقَوۡمِ ٱلۡكَٰفِرِينَ

૧૪૭- તે આવું જ કહેતા રહ્યા કે હે પાલનહાર ! અમારા ગુનાહને માફ કરી દેં અને અમારા કાર્યોમાં જે વધારાનો અત્યાચાર થયો છે તેને પણ માફ કરી દેં અને અમને અડગ રાખ અને ઇન્કારીઓના જૂથ સામે અમારી મદદ કર.

فَـَٔاتَىٰهُمُ ٱللَّهُ ثَوَابَ ٱلدُّنۡيَا وَحُسۡنَ ثَوَابِ ٱلۡأٓخِرَةِۗ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ

૧૪૮- અલ્લાહ તઆલાએ તેઓને દુનિયાનું ફળ પણ આપ્યું અને આખિરતના ફળની શ્રેષ્ઠતા પણ આપી અને અલ્લાહ તઆલા સદાચારી લોકોથી મોહબ્બત કરે છે.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ ٱلَّذِينَ كَفَرُواْ يَرُدُّوكُمۡ عَلَىٰٓ أَعۡقَٰبِكُمۡ فَتَنقَلِبُواْ خَٰسِرِينَ

૧૪૯- હે ઇમાનવાળાઓ ! જો તમે ઇન્કારીઓની વાતોને માનશો તો તે તમને તમારી એડીઓ વડે (ઇસ્લામથી) પાછા ફેરવી દેશે, પછી તમે નિષ્ફળ થઇ જશો.

بَلِ ٱللَّهُ مَوۡلَىٰكُمۡۖ وَهُوَ خَيۡرُ ٱلنَّٰصِرِينَ

૧૫૦- પરંતુ અલ્લાહ જ તમારો દોસ્ત છે અને તે જ ઉત્તમ મદદ કરનાર છે.

سَنُلۡقِي فِي قُلُوبِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلرُّعۡبَ بِمَآ أَشۡرَكُواْ بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ سُلۡطَٰنٗاۖ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَبِئۡسَ مَثۡوَى ٱلظَّٰلِمِينَ

૧૫૧- નજીક માંજ અમે કાફિરોના દિલોમાં તમારો ભય નાખી દઇશું, તે કારણે કે આ લોકો અલ્લાહ સાથે તે વસ્તુઓને ભાગીદાર ઠેરવે છે જેના કોઇ પુરાવા અલ્લાહ તઆલાએ નથી ઉતાર્યા, તેઓનું ઠેકાણું જહન્નમ છે. અને તે અત્યાચારી લોકોનું ખરાબ ઠેકાણું છે.

وَلَقَدۡ صَدَقَكُمُ ٱللَّهُ وَعۡدَهُۥٓ إِذۡ تَحُسُّونَهُم بِإِذۡنِهِۦۖ حَتَّىٰٓ إِذَا فَشِلۡتُمۡ وَتَنَٰزَعۡتُمۡ فِي ٱلۡأَمۡرِ وَعَصَيۡتُم مِّنۢ بَعۡدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنۡيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلۡأٓخِرَةَۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡۖ وَلَقَدۡ عَفَا عَنكُمۡۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَلَى ٱلۡمُؤۡمِنِينَ

૧૫૨- અલ્લાહ તઆલાએ જે વચન તમને આપ્યું હતું તે પૂરું કરી બતાવ્યું, જ્યારે કે તમેં(ઉહદના યુદ્ધમાં શરૂ શરૂમાં) અલ્લાહના આદેશથી કાફિરોને ખૂબ કતલ કરી રહ્યા હતા, અહીં સુધી કે જ્યારે તમે કમજોરી દાખવી અને પયગંબરના કાર્યમાં ઝઘડો કરવા લાગ્યા અને પોતાની પસંદની વસ્તુ (ગનીમતનો માલ) જોઈ લીધા પછી તમે (પોતાના સરદારના આદેશની) અવજ્ઞા કરી, તમારા માંથી કેટલાક તો દુનિયા ઇચ્છતા હતા અને કેટલાક તો આખિરતની ઈચ્છા કરતા હતા, પછી અલ્લાહ તઆલાએ તમને કાફિરો વિરુદ્ધ કમજોર કરી દીધા, જેથી તેં તમારી આઝમાયશ કરે, અને ખરેખર અલ્લાહ તઆલાએ તમારો આ ગુનોહ માફ કરી દીધો, કારણકે તે મોમિનો માટે ઘણો કૃપાળુ છે.

۞ إِذۡ تُصۡعِدُونَ وَلَا تَلۡوُۥنَ عَلَىٰٓ أَحَدٖ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ فِيٓ أُخۡرَىٰكُمۡ فَأَثَٰبَكُمۡ غَمَّۢا بِغَمّٖ لِّكَيۡلَا تَحۡزَنُواْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا مَآ أَصَٰبَكُمۡۗ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ

૧૫૩- (અને તે સમય પણ યાદ કરો) જ્યારે (ઉહદના યુદ્ધમાં) તમે ભાગદોડ કરી રહ્યા હતા અને તમે કોઇની તરફ ધ્યાન પણ નહતા કરતા, જો કે અલ્લાહ તઆલાના પયગંબર તમને તમારી પાછળથી અવાજ આપી રહ્યા હતા, બસ ! તમને ઉદાસી પહોંચી, જેથી તમે છુટી ગયેલી વસ્તુ પર ઉદાસ ન થાઓ, અને ન પહોંચવાવાળી (તકલીફ) પર ઉદાસ થાઓ, અલ્લાહ તઆલાને તમારા દરેક કાર્યોની જાણ છે.

ثُمَّ أَنزَلَ عَلَيۡكُم مِّنۢ بَعۡدِ ٱلۡغَمِّ أَمَنَةٗ نُّعَاسٗا يَغۡشَىٰ طَآئِفَةٗ مِّنكُمۡۖ وَطَآئِفَةٞ قَدۡ أَهَمَّتۡهُمۡ أَنفُسُهُمۡ يَظُنُّونَ بِٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ ظَنَّ ٱلۡجَٰهِلِيَّةِۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلۡأَمۡرِ مِن شَيۡءٖۗ قُلۡ إِنَّ ٱلۡأَمۡرَ كُلَّهُۥ لِلَّهِۗ يُخۡفُونَ فِيٓ أَنفُسِهِم مَّا لَا يُبۡدُونَ لَكَۖ يَقُولُونَ لَوۡ كَانَ لَنَا مِنَ ٱلۡأَمۡرِ شَيۡءٞ مَّا قُتِلۡنَا هَٰهُنَاۗ قُل لَّوۡ كُنتُمۡ فِي بُيُوتِكُمۡ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقَتۡلُ إِلَىٰ مَضَاجِعِهِمۡۖ وَلِيَبۡتَلِيَ ٱللَّهُ مَا فِي صُدُورِكُمۡ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ

૧૫૪- ત્યારબાદ અલ્લાહ તઆલાએ તમારા માંથી કેટલાક લોકોને શાંતિવાળી ઊંઘ આપી દીધી, કેટલાક લોકો એવા પણ હતા જેમને પોતાના જીવની ચિંતા થઈ રહી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું આ બાબતે અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે ? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને આ બાબતે (ઉહદનું યુદ્ધમાં) કંઇ પણ અમારો અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કતલ થવાની જગ્યા તરફ ચાલી આવતા, આ હાર એટલા માટે હતી કે અલ્લાહ તઆલા જે કઈ તમારા હૃદયમાં છુપાયેલી છું, તેના વડે અલ્લાહ તમારી આજમાયશ કરે, અને જે કંઈ (ખોટ) તમારા દિલોમાં છે, તેનાથી અલ્લાહ તમને પાક કરી દે, અને અલ્લાહ દિલોના ભેદોને પણ સારી રીતે જાણે છે.

إِنَّ ٱلَّذِينَ تَوَلَّوۡاْ مِنكُمۡ يَوۡمَ ٱلۡتَقَى ٱلۡجَمۡعَانِ إِنَّمَا ٱسۡتَزَلَّهُمُ ٱلشَّيۡطَٰنُ بِبَعۡضِ مَا كَسَبُواْۖ وَلَقَدۡ عَفَا ٱللَّهُ عَنۡهُمۡۗ إِنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٞ

૧૫૫- જે દિવસે બન્ને લશ્કરો આમનો સામનો થયો, તો તમારા માંથી કેટલાક લોકો જે હારી ગયા, એટલા માટે કે તેમની કેટલીક ભૂલના કારણે શેતાને તેમના કદમ ડગમગાવી દીધા, અલ્લાહ તઆલાએ તેમને માફ કરી દીધા છે, બેશક અલ્લાહ તઆલા માફ કરનાર અને ધૈર્યવાન છે.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَكُونُواْ كَٱلَّذِينَ كَفَرُواْ وَقَالُواْ لِإِخۡوَٰنِهِمۡ إِذَا ضَرَبُواْ فِي ٱلۡأَرۡضِ أَوۡ كَانُواْ غُزّٗى لَّوۡ كَانُواْ عِندَنَا مَا مَاتُواْ وَمَا قُتِلُواْ لِيَجۡعَلَ ٱللَّهُ ذَٰلِكَ حَسۡرَةٗ فِي قُلُوبِهِمۡۗ وَٱللَّهُ يُحۡيِۦ وَيُمِيتُۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ

૧૫૬- હે ઇમાનવાળાઓ ! તમે તે કાફિરો જેવા ન થઇ જશો કે જ્યારે તેમના ભાઈ સફરમાં અથવા જિહાદ માટે નીકળતા તો તેમને કહેતા, જો તમે અમારી સાથે તો ન કતલ થતા અને ન તો તમને કતલ કરવામાં આવતા, અલ્લાહ તઆલા તેઓની આ પ્રમાણેની વાતોને અફસોસ કરવાનું સ્ત્રોત બનાવી દે છે, અને (સત્યતા એ છે કે ) અલ્લાહ જ જીવિત રાખે છે અને અલ્લાહ જ મૃત્યુ પણ આપે છે અને જે કઈ કામ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ જોઈ રહ્યો છે.

وَلَئِن قُتِلۡتُمۡ فِي سَبِيلِ ٱللَّهِ أَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٞ مِّنَ ٱللَّهِ وَرَحۡمَةٌ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ

૧૫૭- જો અલ્લાહ તઆલાના માર્ગમાં શહીદ કરવામાં આવો અથવા તો મૃત્યુ પામો તો નિંશંક અલ્લાહ તઆલાની માફી અને દયા તેનાથી ઉત્તમ છે જેને આ લોકો ભેગું કરી રહ્યા છે.

وَلَئِن مُّتُّمۡ أَوۡ قُتِلۡتُمۡ لَإِلَى ٱللَّهِ تُحۡشَرُونَ

૧૫૮- નિંશંક તમે મરી જાવ અથવા તો તમને મારવામાં આવે, ભેગા તો અલ્લાહ તઆલા તરફ જ કરવામાં આવશો.

فَبِمَا رَحۡمَةٖ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمۡۖ وَلَوۡ كُنتَ فَظًّا غَلِيظَ ٱلۡقَلۡبِ لَٱنفَضُّواْ مِنۡ حَوۡلِكَۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱسۡتَغۡفِرۡ لَهُمۡ وَشَاوِرۡهُمۡ فِي ٱلۡأَمۡرِۖ فَإِذَا عَزَمۡتَ فَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَوَكِّلِينَ

૧૫૯- અલ્લાહ તઆલાની દયાના કારણે તમે (હે પયગંબર) તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, એટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે.

إِن يَنصُرۡكُمُ ٱللَّهُ فَلَا غَالِبَ لَكُمۡۖ وَإِن يَخۡذُلۡكُمۡ فَمَن ذَا ٱلَّذِي يَنصُرُكُم مِّنۢ بَعۡدِهِۦۗ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ

૧૬૦- જો અલ્લાહ તઆલા તમારી મદદ કરે તો તમારા પર કોઇ વિજય મેળવી શકતું નથી અને જો તે તમને છોડી દે તો તે પછી કોણ છે જે તમારી મદદ કરી શકે ? ઇમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.

وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّۚ وَمَن يَغۡلُلۡ يَأۡتِ بِمَا غَلَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ

૧૬૧- શકય નથી કે પયગંબર ખિયાનત કરે, અને જે કોઈ ખિયાનત કરશે,તો તેણે જેમાં ખિયાનત કરી હશે, તે તેની સાથે હાજર થઈ જશે, પછી દરેક વ્યક્તિને પોતાના કાર્યો નો પુરેપુરો બદલો આપવામાં આવશે અને તેમના પર સહેજ પણ અત્યાચાર કરવામાં નહી આવે.

أَفَمَنِ ٱتَّبَعَ رِضۡوَٰنَ ٱللَّهِ كَمَنۢ بَآءَ بِسَخَطٖ مِّنَ ٱللَّهِ وَمَأۡوَىٰهُ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ

૧૬૨- શું તે વ્યક્તિ જેના માટે અલ્લાહ તઆલાની રજામંદી છે તેના જેવો છે, જે અલ્લાહ તઆલાના રોષને પાત્ર થયો ? અને જેનું ઠેકાણું જહન્નમ છે જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.

هُمۡ دَرَجَٰتٌ عِندَ ٱللَّهِۗ وَٱللَّهُ بَصِيرُۢ بِمَا يَعۡمَلُونَ

૧૬૩- અલ્લાહ તઆલા પાસે તેઓના અલગ-અલગ દરજ્જા છે અને તેઓના દરેક કાર્યને અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જોઇ રહ્યો છે.

لَقَدۡ مَنَّ ٱللَّهُ عَلَى ٱلۡمُؤۡمِنِينَ إِذۡ بَعَثَ فِيهِمۡ رَسُولٗا مِّنۡ أَنفُسِهِمۡ يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِهِۦ وَيُزَكِّيهِمۡ وَيُعَلِّمُهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَإِن كَانُواْ مِن قَبۡلُ لَفِي ضَلَٰلٖ مُّبِينٍ

૧૬૪- નિંશંક મુસલમાનો પર અલ્લાહ તઆલાનો મોટો ઉપકાર છે કે તેમની વચ્ચે તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા, જે તેઓને તેની આયતો પઢીને સંભળાવે છે અને તેઓને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ અને હિકમત શિખવાડે છે, જો કે આ પહેલા તેઓ ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા.

أَوَلَمَّآ أَصَٰبَتۡكُم مُّصِيبَةٞ قَدۡ أَصَبۡتُم مِّثۡلَيۡهَا قُلۡتُمۡ أَنَّىٰ هَٰذَاۖ قُلۡ هُوَ مِنۡ عِندِ أَنفُسِكُمۡۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ

૧૬૫- જ્યારે (ઉહદના દિવસે) તમારા પર મુસીબત આવી તો તમે પોકારી ઉઠ્યા કે આ ક્યાંથી આવી ગઈ, જો કે તમે તેના કરતાં બમણો સદમો કાફિરોને પહોંચાડી ચુક્યા છો, આપ મુસલમાનોને કહી દો કે આ મુસીબત તો તમારા કાર્યોના કારણે જ તમને પહોંચી છે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

وَمَآ أَصَٰبَكُمۡ يَوۡمَ ٱلۡتَقَى ٱلۡجَمۡعَانِ فَبِإِذۡنِ ٱللَّهِ وَلِيَعۡلَمَ ٱلۡمُؤۡمِنِينَ

૧૬૬- અને જે દિવસે બન્ને લશ્કરોનો આમનો સામનો થયો અને તમને જે મુસીબત પહોંચી, તે અલ્લાહના હુકમથી હતી અને એટલા માટે પણ કે અલ્લાહ મોમિનો પણ જોઈ લે.

وَلِيَعۡلَمَ ٱلَّذِينَ نَافَقُواْۚ وَقِيلَ لَهُمۡ تَعَالَوۡاْ قَٰتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ أَوِ ٱدۡفَعُواْۖ قَالُواْ لَوۡ نَعۡلَمُ قِتَالٗا لَّٱتَّبَعۡنَٰكُمۡۗ هُمۡ لِلۡكُفۡرِ يَوۡمَئِذٍ أَقۡرَبُ مِنۡهُمۡ لِلۡإِيمَٰنِۚ يَقُولُونَ بِأَفۡوَٰهِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يَكۡتُمُونَ

૧૬૭- અને મુનાફિકોને પણ જાણી લઇએ, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે અલ્લાહના માર્ગમાં જિહાદ કરો, અથવા (કમસે કમ મદીના શહેરની) સંરક્ષણ કરો, તો તેઓ કહેવા લાગ્યા કે જો અમે યુધ્ધ કરવાનું જાણતા હોત તો જરૂર સાથ આપતા, તેઓ તે દિવસે ઇમાન કરતા કૂફરની વધારે નજીક હતા, પોતાના મોઢાઓથી તે વાતો કહે છે જે તેઓના હૃદયોમાં નથી અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે જેને તેઓ છૂપાવે છે.

ٱلَّذِينَ قَالُواْ لِإِخۡوَٰنِهِمۡ وَقَعَدُواْ لَوۡ أَطَاعُونَا مَا قُتِلُواْۗ قُلۡ فَٱدۡرَءُواْ عَنۡ أَنفُسِكُمُ ٱلۡمَوۡتَ إِن كُنتُمۡ صَٰدِقِينَ

૧૬૮- આ તે લોકો છે, જેઓ પોતે તો બેસી રહ્યા અને પોતાના ભાઇઓને કહેવા લાગ્યા કે જો તમે અમારી વાત માની લેતા તો કત્લ કરવામાં ન આવતા. તમે કહી દો કે જો તમે સાચા હોય તો પોતાનું મૃત્યુ પોતાનાથી હટાવી બતાવો.

وَلَا تَحۡسَبَنَّ ٱلَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ أَمۡوَٰتَۢاۚ بَلۡ أَحۡيَآءٌ عِندَ رَبِّهِمۡ يُرۡزَقُونَ

૧૬૯- જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરવામાં આવ્યા છે તેઓને કદાપિ મૃતક ન સમજો, પરંતુ તે જીવિત છે, પોતાના પાલનહાર પાસે તેઓને રોજી આપવામાં આવે છે.

فَرِحِينَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦ وَيَسۡتَبۡشِرُونَ بِٱلَّذِينَ لَمۡ يَلۡحَقُواْ بِهِم مِّنۡ خَلۡفِهِمۡ أَلَّا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ

૧૭૦- અલ્લાહ તઆલાએ પોતાની કૃપા જે તેઓને આપી રાખી છે તેનાથી ઘણા ખુશ છે અને તે લોકો માટે પણ ખુશ થાય છે, જે તેઓના માર્ગે છે, અને હજુ સુધી (શહીદ થઈ) તેમની સાથે મુલાકાત નથી કરી, તેઓને ન કોઇ ભય છે અને ન તો તેઓ ઉદાસ થશે.

۞ يَسۡتَبۡشِرُونَ بِنِعۡمَةٖ مِّنَ ٱللَّهِ وَفَضۡلٖ وَأَنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُؤۡمِنِينَ

૧૭૧- અલ્લાહની જે કૃપા અને ઇનામ મળી રહી છે, તેનાથી તેઓ ખુશ થાય છે, નિઃશંક અલ્લાહ તઆલા ઇમાનવાળાના વળતરને વ્યર્થ નથી કરતો.

ٱلَّذِينَ ٱسۡتَجَابُواْ لِلَّهِ وَٱلرَّسُولِ مِنۢ بَعۡدِ مَآ أَصَابَهُمُ ٱلۡقَرۡحُۚ لِلَّذِينَ أَحۡسَنُواْ مِنۡهُمۡ وَٱتَّقَوۡاْ أَجۡرٌ عَظِيمٌ

૧૭૨- જે લોકો ઘાયલ થયા પછી પણ અલ્લાહ અને પયગંબરના આદેશોને કબુલ કર્યા તેઓ માંથી જે લોકોએ સદકાર્ય કર્યા અને ડરવા લાગ્યા, તેઓ માટે પુષ્કળ પ્રમાણમાં વળતર છે.

ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدۡ جَمَعُواْ لَكُمۡ فَٱخۡشَوۡهُمۡ فَزَادَهُمۡ إِيمَٰنٗا وَقَالُواْ حَسۡبُنَا ٱللَّهُ وَنِعۡمَ ٱلۡوَكِيلُ

૧૭૩- આ તે લોકો છે કે જ્યારે લોકોએ તેમને કહ્યું કે તમારી વિરુદ્ધ એક ભવ્ય લશ્કર ભેગું કરી દીધું છે, એટલા માટે તમે તેમનાથી બચી જાઓ તો તેમનું ઈમાન વધારે થઈ ગયું અને કહેવા લાગ્યા અમારા માટે તો અલ્લાહ જ ઓરતો છે અને તે ખૂબ જ સારો કારસાજ છે.

فَٱنقَلَبُواْ بِنِعۡمَةٖ مِّنَ ٱللَّهِ وَفَضۡلٖ لَّمۡ يَمۡسَسۡهُمۡ سُوٓءٞ وَٱتَّبَعُواْ رِضۡوَٰنَ ٱللَّهِۗ وَٱللَّهُ ذُو فَضۡلٍ عَظِيمٍ

૧૭૪- આ લોકો અલ્લાહની નેઅમત અને કૃપાની સાથે પરત ફર્યા, તેઓને કંઇ પણ તકલીફ ન પહોંચી, તેઓએ અલ્લાહ તઆલાની રજામંદીનું અનુસરણ કર્યું, અલ્લાહ ઘણો જ કૃપાળુ છે.

إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيۡطَٰنُ يُخَوِّفُ أَوۡلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمۡ وَخَافُونِ إِن كُنتُم مُّؤۡمِنِينَ

૧૭૫- આ ખબર આપનાર ફકત શેતાન જ છે, જે પોતાના મિત્રોથી ભયભીત કરે છે, તમે તે ઇન્કારીઓથી ભયભીત ન થાઓ અને મારો ડર રાખો, જો તમે ઇમાનવાળાઓ હોય.

وَلَا يَحۡزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِي ٱلۡكُفۡرِۚ إِنَّهُمۡ لَن يَضُرُّواْ ٱللَّهَ شَيۡـٔٗاۚ يُرِيدُ ٱللَّهُ أَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظّٗا فِي ٱلۡأٓخِرَةِۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٌ

૧૭૬- (હે નબી) ! જે લોકો કૂફરમાં આગળ વધી દોડભાગ કરી રહ્યા છે, તેઓ તમને ઉદાસ ન કરી દે, નિંશંક આ અલ્લાહ તઆલાના (દીનનું) કંઇ પણ બગાડી નથી શકતા, અલ્લાહ તઆલાની ઇચ્છા છે કે તેઓને આખિરત માંથી કોઇ ભાગ ન મળે અને તેમન માટે મોટો અઝાબ છે.

إِنَّ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلۡكُفۡرَ بِٱلۡإِيمَٰنِ لَن يَضُرُّواْ ٱللَّهَ شَيۡـٔٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ

૧૭૭- જે લોકોએ ઈમાનના બદલામાં કૂફરને ખરીદી લીધું છે, તેઓ અલ્લાહ તઆલાના દીનનું કંઈ પણ બગાડી શકતા નથી અને તેમન માટે દુઃખદાયી અઝાબ છે.

وَلَا يَحۡسَبَنَّ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّمَا نُمۡلِي لَهُمۡ خَيۡرٞ لِّأَنفُسِهِمۡۚ إِنَّمَا نُمۡلِي لَهُمۡ لِيَزۡدَادُوٓاْ إِثۡمٗاۖ وَلَهُمۡ عَذَابٞ مُّهِينٞ

૧૭૮- કાફિરો કદાપિ અમારી આપેલી મહોલતને પોતાના માટે ઉત્તમ ન સમજે, આ મહોલત તો એટલા માટે છે કે તે ગુના કરવામાં વધી જાય, તેઓ માટે જ અપમાનિત કરી દેનાર અઝાબ છે.

مَّا كَانَ ٱللَّهُ لِيَذَرَ ٱلۡمُؤۡمِنِينَ عَلَىٰ مَآ أَنتُمۡ عَلَيۡهِ حَتَّىٰ يَمِيزَ ٱلۡخَبِيثَ مِنَ ٱلطَّيِّبِۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُطۡلِعَكُمۡ عَلَى ٱلۡغَيۡبِ وَلَٰكِنَّ ٱللَّهَ يَجۡتَبِي مِن رُّسُلِهِۦ مَن يَشَآءُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۚ وَإِن تُؤۡمِنُواْ وَتَتَّقُواْ فَلَكُمۡ أَجۡرٌ عَظِيمٞ

૧૭૯- જે સ્થિતીમાં તમે છો તેના પર ઇમાનવાળાઓને છોડી નહી દે, જ્યાં સુધી કે પવિત્ર અને અપવિત્ર લોકોને અલગ ન કરી દે, અને અલ્લાહ તઆલા તમને ગૈબની વાત નહી જણાવે, પરંતુ (આ કામ માટે) અલ્લાહ તઆલા પોતાના પયગંબરો માંથી જેને ઇચ્છે તેને પસંદ કરી લે છે, એટલા માટે તમે અલ્લાહ તઆલા પર અને તેના પયગંબરો પર ઇમાન લાવો, જો તમે ઇમાન લાવશો અને ડરશો તો તમારા માટે ખુબ જ મોટું વળતર છે.

وَلَا يَحۡسَبَنَّ ٱلَّذِينَ يَبۡخَلُونَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦ هُوَ خَيۡرٗا لَّهُمۖ بَلۡ هُوَ شَرّٞ لَّهُمۡۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُواْ بِهِۦ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ

૧૮૧- જે લોકો પર અલ્લાહ તઆલાએ પોતાની કૃપા કરી રાખી છે તે તેમાં પોતાની કંજુસીને પોતાના માટે ઉત્તમ ન સમજે, પરંતુ તે તેઓ માટે ખુબ જ ખરાબ છે, કયામતના દિવસે આ લોકોને પોતાની જે વસ્તુમાં કંજૂસાઈ કરી રહ્યા છે, તેનો હાર પહેરાવામાં આવશે, આકાશો અને ધરતીનો વારસો અલ્લાહ તઆલા માટે જ છે અને જે કંઇ પણ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ તઆલા જાણે છે.

لَّقَدۡ سَمِعَ ٱللَّهُ قَوۡلَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ فَقِيرٞ وَنَحۡنُ أَغۡنِيَآءُۘ سَنَكۡتُبُ مَا قَالُواْ وَقَتۡلَهُمُ ٱلۡأَنۢبِيَآءَ بِغَيۡرِ حَقّٖ وَنَقُولُ ذُوقُواْ عَذَابَ ٱلۡحَرِيقِ

૧૮૧- નિંશંક અલ્લાહ તઆલાએ તે લોકોની વાત પણ સાંભળી જેમણે કહ્યું કે અલ્લાહ તઆલા ફકીર છે અને અમે ધનવાન છે, તેઓની આ વાતને અમે લખી લઇશું અને તેઓનું પયગંબરોને કારણ વગર કત્લ કરી દેવું પણ (લખી લઇશું), અને અમે એમને કહીશું કે સળગતી આગનો મજા માળો.

ذَٰلِكَ بِمَا قَدَّمَتۡ أَيۡدِيكُمۡ وَأَنَّ ٱللَّهَ لَيۡسَ بِظَلَّامٖ لِّلۡعَبِيدِ

૧૮૨- આ તમારા કરેલા કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર જુલ્મ નથી કરતો.

ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّ ٱللَّهَ عَهِدَ إِلَيۡنَآ أَلَّا نُؤۡمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأۡتِيَنَا بِقُرۡبَانٖ تَأۡكُلُهُ ٱلنَّارُۗ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٞ مِّن قَبۡلِي بِٱلۡبَيِّنَٰتِ وَبِٱلَّذِي قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوهُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ

૧૮૩- (યહૂદી તે લોકો છે) જેમણે કહ્યું કે અલ્લાહ તઆલાએ અમારી પાસે વચન લીધું છે કે અમે કોઇ પયગંબર ઉપર ત્યાં સુધી ઈમાન ન લાવીએ જ્યાં સુધી (તેના દ્વારા આ આ મુઅજિઝો જાહેર ન થાય) કે તે અમારી પાસે કુરબાની લાવે, જેને આગ ખાઈ જાય. તમે તેમને કહી દો કે મારા પહેલા તમારી પાસે કઈ પયગંબર આવી ચુક્યા છે, જે સ્પષ્ટ નિશાનીઓ લાવ્યા હતા અને તે નિશાનીઓ પણ જેની તમે હમણાં ઈચ્છા કરી રહ્યા છો, જો તમે તમારી વાતમાં સાચા હતા તો તમે તેમને કતલ કેમ કર્યા હતા?

فَإِن كَذَّبُوكَ فَقَدۡ كُذِّبَ رُسُلٞ مِّن قَبۡلِكَ جَآءُو بِٱلۡبَيِّنَٰتِ وَٱلزُّبُرِ وَٱلۡكِتَٰبِ ٱلۡمُنِيرِ

૧૮૪- તો પણ આ લોકો તમને જુઠલાવે તો (તમે સબર કરો) તમારા પહેલા પણ ઘણા પયગંબરોને જુઠલાવવામાં આવ્યા છે જે ખુલ્લા પુરાવા, (આસ્માની) પુસ્તિકાઓ અને પ્રકાશિત કિતાબ લઇને આવ્યા.

كُلُّ نَفۡسٖ ذَآئِقَةُ ٱلۡمَوۡتِۗ وَإِنَّمَا تُوَفَّوۡنَ أُجُورَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۖ فَمَن زُحۡزِحَ عَنِ ٱلنَّارِ وَأُدۡخِلَ ٱلۡجَنَّةَ فَقَدۡ فَازَۗ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ

૧૮૫- દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને કયામતના દિવસે તમને પોતાનો પુરો બદલો આપવામાં આવશે. બસ ! જે વ્યક્તિ આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, ખરેખર તે સફળ થઇ ગયો અને દુનિયાનું જીવન તો ફકત ધોકો જ છે.

۞ لَتُبۡلَوُنَّ فِيٓ أَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡ وَلَتَسۡمَعُنَّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَمِنَ ٱلَّذِينَ أَشۡرَكُوٓاْ أَذٗى كَثِيرٗاۚ وَإِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ فَإِنَّ ذَٰلِكَ مِنۡ عَزۡمِ ٱلۡأُمُورِ

૧૮૬- (મુસલમાનો) નિંશંક તમારા ધન અને પ્રાણો વડે તમારી કસોટી કરવામાં આવશે અને આ પણ સત્ય છે કે તમને તે લોકોની જે લોકોને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મુશરિકોની ઘણી જ દુંખદાયક વાતો પણ સાંભળવી પડશે અને જો તમે સબર કરશો અને ડરતા રહેશો તો ખરેખર આ ઘણી જ હિમ્મતવાળુ કાર્ય છે.

وَإِذۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ لَتُبَيِّنُنَّهُۥ لِلنَّاسِ وَلَا تَكۡتُمُونَهُۥ فَنَبَذُوهُ وَرَآءَ ظُهُورِهِمۡ وَٱشۡتَرَوۡاْ بِهِۦ ثَمَنٗا قَلِيلٗاۖ فَبِئۡسَ مَا يَشۡتَرُونَ

૧૮૭- અલ્લાહ તઆલાએ જ્યારે કિતાબવાળાઓ પાસેથી વચન લીધું કે તમે આ (કિતાબ) ને દરેક લોકો સામે જરૂરથી બયાન કરશો અને છુપાવશો નહી, તો પણ તે લોકોએ આ વચનને પોતાની પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી જ નજીવી કિંમતે વેચી નાખી, તેઓનો આ વેપાર તદ્દન ખરાબ છે.

لَا تَحۡسَبَنَّ ٱلَّذِينَ يَفۡرَحُونَ بِمَآ أَتَواْ وَّيُحِبُّونَ أَن يُحۡمَدُواْ بِمَا لَمۡ يَفۡعَلُواْ فَلَا تَحۡسَبَنَّهُم بِمَفَازَةٖ مِّنَ ٱلۡعَذَابِۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ

૧૮૮- જે લોકો પોતાના ખરાબ કૃત્યોના કારણે ખુશ છે, અને ઇચ્છે છે કે જે તેઓએ નથી કર્યુ તેના પર પણ તેમની પ્રશંસા કરવામાં આવે, તમે આવું ન સમજો કે તેઓ અઝાબથી બચી જશે, તેઓ માટે તો દુંખદાયી અઝાબ છે.

وَلِلَّهِ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ

૧૮૯- આકાશો અને ધરતીનો માલિક અલ્લાહ તઆલા જ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે.

إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ لَأٓيَٰتٖ لِّأُوْلِي ٱلۡأَلۡبَٰبِ

૧૯૦- આકાશો અને ધરતીના સર્જનમાં અને રાત-દિવસના હેરફેરમાં, ખરેખર બુધ્ધીશાળી લોકો માટે નિશાની છે.

ٱلَّذِينَ يَذۡكُرُونَ ٱللَّهَ قِيَٰمٗا وَقُعُودٗا وَعَلَىٰ جُنُوبِهِمۡ وَيَتَفَكَّرُونَ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ رَبَّنَا مَا خَلَقۡتَ هَٰذَا بَٰطِلٗا سُبۡحَٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ

૧૯૧- જે લોકો અલ્લાહના નામનું સ્મરણ ઉભા-ઉભા, બેસી અને પડખા ફેરવતા કરે છે, અને આકાશો અને ધરતીના સર્જનમાં ચિંતન-મનન કરે છે અને કહે છે કે હે અમારા પાલનહાર ! તે આ કારણ વગર નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ ! અમને જહન્નમના અઝાબથી બચાવી લેં.

رَبَّنَآ إِنَّكَ مَن تُدۡخِلِ ٱلنَّارَ فَقَدۡ أَخۡزَيۡتَهُۥۖ وَمَا لِلظَّٰلِمِينَ مِنۡ أَنصَارٖ

૧૯૨- હે અમારા પાલનહાર ! તું જેને જહન્નમમાં નાખી દે, ખરેખર તે તેને અપમાનિત કર્યો અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી.

رَّبَّنَآ إِنَّنَا سَمِعۡنَا مُنَادِيٗا يُنَادِي لِلۡإِيمَٰنِ أَنۡ ءَامِنُواْ بِرَبِّكُمۡ فَـَٔامَنَّاۚ رَبَّنَا فَٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلۡأَبۡرَارِ

૧૯૩- હે અમારા પાલનહાર ! અમે સાંભળ્યું કે અવાજ આપનાર મોટા અવાજે ઇમાન તરફ પોકારી રહ્યો છે, કે લોકો ! પોતાના પાલનહાર પર ઇમાન લાવો, બસ ! અમે ઇમાન લાવ્યા, હે પાલનહાર ! હવે તું અમારા ગુના માફ કરી દેં અને અમારી બુરાઇ અમારાથી દુર કરી દેં અને અમને સદાચારી લોકો સાથે મૃત્યુ આપ.

رَبَّنَا وَءَاتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخۡزِنَا يَوۡمَ ٱلۡقِيَٰمَةِۖ إِنَّكَ لَا تُخۡلِفُ ٱلۡمِيعَادَ

૧૯૪- હે અમારા પાલનહાર ! અમને તે આપ જેનું વચન તે અમારી સાથે પોતાના પયગંબરો વડે કર્યુ છે અને અમને કયામતના દિવસે અપમાનિત ન કર, ખરેખર તું વચન ભંગ કરનાર નથી.

فَٱسۡتَجَابَ لَهُمۡ رَبُّهُمۡ أَنِّي لَآ أُضِيعُ عَمَلَ عَٰمِلٖ مِّنكُم مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰۖ بَعۡضُكُم مِّنۢ بَعۡضٖۖ فَٱلَّذِينَ هَاجَرُواْ وَأُخۡرِجُواْ مِن دِيَٰرِهِمۡ وَأُوذُواْ فِي سَبِيلِي وَقَٰتَلُواْ وَقُتِلُواْ لَأُكَفِّرَنَّ عَنۡهُمۡ سَيِّـَٔاتِهِمۡ وَلَأُدۡخِلَنَّهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ ثَوَابٗا مِّنۡ عِندِ ٱللَّهِۚ وَٱللَّهُ عِندَهُۥ حُسۡنُ ٱلثَّوَابِ

૧૯૫- બસ ! તેઓના પાલનહારે તેઓની દુઆ કબુલ કરી અને કહ્યું તમારા માંથી કોઇ અમલ કરનારના અમલને, ભલે તે પુરૂષ હોય અથવા સ્ત્રી, કદાપિ વ્યર્થ નથી કરું, કારણકે તમે સૌ એકબીજા માંથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ઘરો માંથી કાઢી નાખવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં તકલીફ આપવામાં આવી અને જે લોકોએ જિહાદ કર્યુ, અને શહીદ કરવામાં આવ્યા, હું જરૂર તેમની બુરાઇને તેઓથી દૂર કરી દઇશ અને ખરેખર તેઓને તે જન્નતોમાં દાખલ કરીશ જેની નીચે નહેરો વહી રહી હશે, આ છે વળતર અલ્લાહ તઆલા તરફથી, અને અલ્લાહ તઆલા પાસે જ ઉત્તમ વળતર છે.

لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ ٱلَّذِينَ كَفَرُواْ فِي ٱلۡبِلَٰدِ

૧૯૬- (હે નબી !) તમને કાફિરોનું શહેરોમાં હરવું-ફરવું ધોકામાં ન નાખી દે.

مَتَٰعٞ قَلِيلٞ ثُمَّ مَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمِهَادُ

૧૯૭- આ તો ઘણો જ ઓછો ફાયદો છે, ત્યારબાદ (મૃત્યુ પછી) તેમનું ઠેકાણું જહન્નમ છે. અને તે ખરાબ ઠેકાણું છે.

لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا نُزُلٗا مِّنۡ عِندِ ٱللَّهِۗ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ لِّلۡأَبۡرَارِ

૧૯૮- પરંતુ જે લોકો પોતાના પાલનહારથી ડરતા રહ્યા તેઓ માટે જન્નતો છે, તેની નીચે નહેરો વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે, આ મહેમાની છે અલ્લાહ તરફથી અને સદાચારી લોકો માટે જે કંઇ અલ્લાહ તઆલા પાસે છે તે ઘણું જ ઉત્તમ છે.

وَإِنَّ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَمَن يُؤۡمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡكُمۡ وَمَآ أُنزِلَ إِلَيۡهِمۡ خَٰشِعِينَ لِلَّهِ لَا يَشۡتَرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ أُوْلَٰٓئِكَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلۡحِسَابِ

૧૯૯- નિંશંક કિતાબવાળાઓ માંથી કેટલાક એવા પણ છે જે અલ્લાહ તઆલા પર ઇમાન લાવે છે અને તમારી તરફ જે અવતરિત કરવામાં આવ્યું છે અને તેઓની તરફ જે અવતરિત કરવામાં આવ્યું તેના પર પણ, અલ્લાહ તઆલાથી ડરે છે અને અલ્લાહ તઆલાની આયતોને નજીવી કિંમતે વેચતા પણ નથી, તેઓનું વળતર તેઓના પાલનહાર પાસે છે, ખરેખર અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱصۡبِرُواْ وَصَابِرُواْ وَرَابِطُواْ وَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ

૨૦૦- હે ઇમાનવાળાઓ !તમે સબર કરો, અડગ રહો અને જિહાદ માટે તૈયાર રહો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો.

Footer Include