Header Include

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم إلى اللغة الغوجراتية، ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد غوجرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

QR Code https://quran.islamcontent.com/ar/gujarati_omari

يَٰٓأَيُّهَا ٱلۡمُزَّمِّلُ

૧) હે (મુહમ્મદ) ! જેઓ ચાદર ઓઢી (સૂઈ ગયા છો)

قُمِ ٱلَّيۡلَ إِلَّا قَلِيلٗا

૨) રાતના થોડો ભાગ છોડી બાકીની રાત (નમાઝ માટે) ઉભા રહો.

نِّصۡفَهُۥٓ أَوِ ٱنقُصۡ مِنۡهُ قَلِيلًا

૩) રાતનો અડધો ભાગ અથવા તેનાથી સહેજ ઓછો ભાગ.

أَوۡ زِدۡ عَلَيۡهِ وَرَتِّلِ ٱلۡقُرۡءَانَ تَرۡتِيلًا

૪) અથવા તો તેના કરતા થોડુક વધારે, અને કુરઆન રુકી રુકીને (સ્પષ્ટ) પઢતા રહો.

إِنَّا سَنُلۡقِي عَلَيۡكَ قَوۡلٗا ثَقِيلًا

૫) નિ:શંક અમે તમારા પર એક ભારે વાત ઉતારવાના છે.

إِنَّ نَاشِئَةَ ٱلَّيۡلِ هِيَ أَشَدُّ وَطۡـٔٗا وَأَقۡوَمُ قِيلًا

૬) નિ:શંક રાતમાં ઉઠવું ખરેખર મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને કુરઆન પઢવા માટે યોગ્ય સમય છે.

إِنَّ لَكَ فِي ٱلنَّهَارِ سَبۡحٗا طَوِيلٗا

૭) દિવસે તમને ખૂબ જ વ્યસ્તતા હોય છે.

૭) દિવસે તમને ખૂબ જ વ્યસ્તતા હોય છે.

وَٱذۡكُرِ ٱسۡمَ رَبِّكَ وَتَبَتَّلۡ إِلَيۡهِ تَبۡتِيلٗا

૮) (એટલા માટે રાત્રે) તમે પોતાના પાલનહારના નામનું ઝિકર કરતા રહો અને દરેક વસ્તુ તરફ ધ્યાન હટાવી તેની જ તરફ પોતાનું ધ્યાન ધરો.

رَّبُّ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱتَّخِذۡهُ وَكِيلٗا

૯) તે પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર છે, તેના સિવાય કોઇ મઅબૂદ નથી, તમે તેને જ પોતાનો કારસાજ બનાવી લો.

وَٱصۡبِرۡ عَلَىٰ مَا يَقُولُونَ وَٱهۡجُرۡهُمۡ هَجۡرٗا جَمِيلٗا

૧૦) અને જે કઇં (કાફિરો) કહે છે તેના પર સબર કરો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.

وَذَرۡنِي وَٱلۡمُكَذِّبِينَ أُوْلِي ٱلنَّعۡمَةِ وَمَهِّلۡهُمۡ قَلِيلًا

૧૧) જુઠલાવનાર ખુશહાલ લોકોની બાબત મારા પર છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.

إِنَّ لَدَيۡنَآ أَنكَالٗا وَجَحِيمٗا

૧૨) નિ:શંક અમારી પાસે તેમના માટે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ પણ છે.

وَطَعَامٗا ذَا غُصَّةٖ وَعَذَابًا أَلِيمٗا

૧૩) અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી અઝાબ પણ છે.

يَوۡمَ تَرۡجُفُ ٱلۡأَرۡضُ وَٱلۡجِبَالُ وَكَانَتِ ٱلۡجِبَالُ كَثِيبٗا مَّهِيلًا

૧૪) જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.

إِنَّآ أَرۡسَلۡنَآ إِلَيۡكُمۡ رَسُولٗا شَٰهِدًا عَلَيۡكُمۡ كَمَآ أَرۡسَلۡنَآ إِلَىٰ فِرۡعَوۡنَ رَسُولٗا

૧૫) નિ:શંક અમે તમારી તરફ એક પયગંબરને તમારા પર સાક્ષી બનાવી મોકલ્યો છે. જેવું કે અમે ફિરઔન તરફ એક પયગંબર મોકલ્યા હતા.

فَعَصَىٰ فِرۡعَوۡنُ ٱلرَّسُولَ فَأَخَذۡنَٰهُ أَخۡذٗا وَبِيلٗا

૧૬) તો ફિરઔને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધો.

فَكَيۡفَ تَتَّقُونَ إِن كَفَرۡتُمۡ يَوۡمٗا يَجۡعَلُ ٱلۡوِلۡدَٰنَ شِيبًا

૧૭) હવે જો તમે તે (રસૂલનો) ઇન્કાર કરશો , તો તે દિવસની (સખતીથી) કેમના બચી શકશો , જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેશે.

ٱلسَّمَآءُ مُنفَطِرُۢ بِهِۦۚ كَانَ وَعۡدُهُۥ مَفۡعُولًا

૧૮) જેની (સખતીથી) આકાશ ફાટી જશે, અને આ અલ્લાહ તઆલાનું વચન છે, જે પૂરું થઇને જ રહશે.

إِنَّ هَٰذِهِۦ تَذۡكِرَةٞۖ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا

૧૯) નિ:શંક આ (કુરઆન) એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો (માર્ગ) અપનાવી લેં.

۞ إِنَّ رَبَّكَ يَعۡلَمُ أَنَّكَ تَقُومُ أَدۡنَىٰ مِن ثُلُثَيِ ٱلَّيۡلِ وَنِصۡفَهُۥ وَثُلُثَهُۥ وَطَآئِفَةٞ مِّنَ ٱلَّذِينَ مَعَكَۚ وَٱللَّهُ يُقَدِّرُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَۚ عَلِمَ أَن لَّن تُحۡصُوهُ فَتَابَ عَلَيۡكُمۡۖ فَٱقۡرَءُواْ مَا تَيَسَّرَ مِنَ ٱلۡقُرۡءَانِۚ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرۡضَىٰ وَءَاخَرُونَ يَضۡرِبُونَ فِي ٱلۡأَرۡضِ يَبۡتَغُونَ مِن فَضۡلِ ٱللَّهِ وَءَاخَرُونَ يُقَٰتِلُونَ فِي سَبِيلِ ٱللَّهِۖ فَٱقۡرَءُواْ مَا تَيَسَّرَ مِنۡهُۚ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَقۡرِضُواْ ٱللَّهَ قَرۡضًا حَسَنٗاۚ وَمَا تُقَدِّمُواْ لِأَنفُسِكُم مِّنۡ خَيۡرٖ تَجِدُوهُ عِندَ ٱللَّهِ هُوَ خَيۡرٗا وَأَعۡظَمَ أَجۡرٗاۚ وَٱسۡتَغۡفِرُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمُۢ

૨૦) (હે પયગંબર) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અથવા અડધી રાત અથવા ક્યારેક એક- તૃતિયાંશ રાતમાં (નમાઝમાં) ઉભા થાય છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જાણે છે કે તમે સમયનો યોગ્ય અંદાજો નહિ કરી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી હવે જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું પઢી લો, તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધે છે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરે છે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકતા હોય, તેટલું પઢી લો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે માફી માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે.

Footer Include