ترجمه گجراتی
ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.
ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ
૧) કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.
وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ
૨) આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે , તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.
وَكَذَّبُواْ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡۚ وَكُلُّ أَمۡرٖ مُّسۡتَقِرّٞ
૩) તેમણે તેને જુઠલાવ્યા અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યું. જ્યારે કે દરેક કાર્યનો એક સમય નક્કી છે.
وَلَقَدۡ جَآءَهُم مِّنَ ٱلۡأَنۢبَآءِ مَا فِيهِ مُزۡدَجَرٌ
૪) નિ:શંક તેમની પાસે (પહેલાની કોમોની) ખબર પહોચી ગઈ છે, જેમાં ઘણી ચેતવણીઓ છે.
حِكۡمَةُۢ بَٰلِغَةٞۖ فَمَا تُغۡنِ ٱلنُّذُرُ
૫) (તેમાં) સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ ચેતવણીઓ તેમના કોઈ કામમાં ન આવી.
فَتَوَلَّ عَنۡهُمۡۘ يَوۡمَ يَدۡعُ ٱلدَّاعِ إِلَىٰ شَيۡءٖ نُّكُرٍ
૬) બસ ! (હે પયગંબર) તમે તેમના પરવા ન કરશો, જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,
خُشَّعًا أَبۡصَٰرُهُمۡ يَخۡرُجُونَ مِنَ ٱلۡأَجۡدَاثِ كَأَنَّهُمۡ جَرَادٞ مُّنتَشِرٞ
૭) આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.
مُّهۡطِعِينَ إِلَى ٱلدَّاعِۖ يَقُولُ ٱلۡكَٰفِرُونَ هَٰذَا يَوۡمٌ عَسِرٞ
૮) પોકારવાવાળા તરફ દોડતા હશે, (તે દિવસે) કાફિર કહેશે કે આ દિવસ ઘણો જ સખત છે.
۞ كَذَّبَتۡ قَبۡلَهُمۡ قَوۡمُ نُوحٖ فَكَذَّبُواْ عَبۡدَنَا وَقَالُواْ مَجۡنُونٞ وَٱزۡدُجِرَ
૯) તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જુઠલાવી ચૂકી છે અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, અને તેને ઝાટકી નાખ્યો હતો.
فَدَعَا رَبَّهُۥٓ أَنِّي مَغۡلُوبٞ فَٱنتَصِرۡ
૧૦) બસ ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર થઇ ગયો છું, હવે તું તેમનાથી બદલો લે.
فَفَتَحۡنَآ أَبۡوَٰبَ ٱلسَّمَآءِ بِمَآءٖ مُّنۡهَمِرٖ
૧૧) ત્યારે અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.
وَفَجَّرۡنَا ٱلۡأَرۡضَ عُيُونٗا فَٱلۡتَقَى ٱلۡمَآءُ عَلَىٰٓ أَمۡرٖ قَدۡ قُدِرَ
૧૨) અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું
وَحَمَلۡنَٰهُ عَلَىٰ ذَاتِ أَلۡوَٰحٖ وَدُسُرٖ
૧૩) અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા.
تَجۡرِي بِأَعۡيُنِنَا جَزَآءٗ لِّمَن كَانَ كُفِرَ
૧૪) જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો, તે લોકો માટે જેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.
وَلَقَد تَّرَكۡنَٰهَآ ءَايَةٗ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૧૫) અને તે હોડીને અમે એક નિશાની બનાવી છોડી દીધી, શું કોઈ છે શિખામણ પ્રાપ્ત કરનાર ?
فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ
૧૬) પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?
وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૧૭) અને નિ:શંક અમે આ કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?
كَذَّبَتۡ عَادٞ فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ
૧૮) આદની કોમે પણ જુઠલાવ્યા, બસ ! પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?
إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا صَرۡصَرٗا فِي يَوۡمِ نَحۡسٖ مُّسۡتَمِرّٖ
૧૯) અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું, જે સતત ચાલતું રહ્યું.
تَنزِعُ ٱلنَّاسَ كَأَنَّهُمۡ أَعۡجَازُ نَخۡلٖ مُّنقَعِرٖ
૨૦) જે લોકોને એવી રીતે ઉખાડી ફેંકતુ હતું, જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો હોય.
فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ
૨૧) પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?
وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૨૨) નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર ?
كَذَّبَتۡ ثَمُودُ بِٱلنُّذُرِ
૨૩) ષમૂદની કોમે પણ ચેતવણી આપનારને જુઠલાવ્યા હતા.
فَقَالُوٓاْ أَبَشَرٗا مِّنَّا وَٰحِدٗا نَّتَّبِعُهُۥٓ إِنَّآ إِذٗا لَّفِي ضَلَٰلٖ وَسُعُرٍ
૨૪) અને તેઓ કહેવા લાગ્યા શું અમારા માંથી જ એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ ? ત્યારે તો અમે ગુમરાહી અને પાગલપણામાં પડી જઈશું.
أَءُلۡقِيَ ٱلذِّكۡرُ عَلَيۡهِ مِنۢ بَيۡنِنَا بَلۡ هُوَ كَذَّابٌ أَشِرٞ
૨૫) શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી ? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે.
سَيَعۡلَمُونَ غَدٗا مَّنِ ٱلۡكَذَّابُ ٱلۡأَشِرُ
૨૬) આ લોકો નજીકમાં જ જાણી લે શે કે જુઠો અને બડાઈ મારનાર કોણ છે?
إِنَّا مُرۡسِلُواْ ٱلنَّاقَةِ فِتۡنَةٗ لَّهُمۡ فَٱرۡتَقِبۡهُمۡ وَٱصۡطَبِرۡ
૨૭) (હે સાલિહ) અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલી રહ્યા છે. બસ ! તમે સાબર કરી તેમના (પરિણામ)ની રાહ જુવો.
وَنَبِّئۡهُمۡ أَنَّ ٱلۡمَآءَ قِسۡمَةُۢ بَيۡنَهُمۡۖ كُلُّ شِرۡبٖ مُّحۡتَضَرٞ
૨૮) હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેમની અને ઊંટણીની વચ્ચે વહેંચાય જશે, દરેક પોતાની વારી પર હાજર થશે.
فَنَادَوۡاْ صَاحِبَهُمۡ فَتَعَاطَىٰ فَعَقَرَ
૨૯) તેમણે પોતાના એક સાથીને બોલાવ્યો , જેણે હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા.
فَكَيۡفَ كَانَ عَذَابِي وَنُذُرِ
૩૦) પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી ?
إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ صَيۡحَةٗ وَٰحِدَةٗ فَكَانُواْ كَهَشِيمِ ٱلۡمُحۡتَظِرِ
૩૧) અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.
وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૩૨) અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે ?
كَذَّبَتۡ قَوۡمُ لُوطِۭ بِٱلنُّذُرِ
૩૩) લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.
إِنَّآ أَرۡسَلۡنَا عَلَيۡهِمۡ حَاصِبًا إِلَّآ ءَالَ لُوطٖۖ نَّجَّيۡنَٰهُم بِسَحَرٖ
૩૪) નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. પરંતુ અમે લૂતના ઘરવાળાઓને સહરીના સમયે બચાવી નિકાળી લીધા.
نِّعۡمَةٗ مِّنۡ عِندِنَاۚ كَذَٰلِكَ نَجۡزِي مَن شَكَرَ
૩૫) આ મારા તરફથી ઉપકાર હતો, અમે દરેક આભારીને આવી જ રીતે બદલો આપીએ છીએ.
وَلَقَدۡ أَنذَرَهُم بَطۡشَتَنَا فَتَمَارَوۡاْ بِٱلنُّذُرِ
૩૬) નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો.
وَلَقَدۡ رَٰوَدُوهُ عَن ضَيۡفِهِۦ فَطَمَسۡنَآ أَعۡيُنَهُمۡ فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ
૩૭) અને તેઓ (લૂત) પાસે તેમના મહેમાનોની માંગણી કરતા રહ્યા, બસ ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) હવે મારો અઝાબ અને મારી ચેતવણીનો સ્વાદ ચાખો.
وَلَقَدۡ صَبَّحَهُم بُكۡرَةً عَذَابٞ مُّسۡتَقِرّٞ
૩૮) અને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ અઝાબ નષ્ટ કરી દીધા.
فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ
૩૯) બસ ! (અમે કહ્યું) કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.
وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૪૦) અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.
وَلَقَدۡ جَآءَ ءَالَ فِرۡعَوۡنَ ٱلنُّذُرُ
૪૧) અને ફિરઔનની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા હતા.
كَذَّبُواْ بِـَٔايَٰتِنَا كُلِّهَا فَأَخَذۡنَٰهُمۡ أَخۡذَ عَزِيزٖ مُّقۡتَدِرٍ
૪૨) તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી દીધી . બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.
أَكُفَّارُكُمۡ خَيۡرٞ مِّنۡ أُوْلَٰٓئِكُمۡ أَمۡ لَكُم بَرَآءَةٞ فِي ٱلزُّبُرِ
૪૩) શું તમારા કાફિરો તેમના કરતા શ્રેષ્ઠ છે, અથવા તમારા માટે આકાશીય કિતાબોમાં નજાત લખી દેવામાં આવી છે?
أَمۡ يَقُولُونَ نَحۡنُ جَمِيعٞ مُّنتَصِرٞ
૪૪) શું તે લોકો એવું કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.
سَيُهۡزَمُ ٱلۡجَمۡعُ وَيُوَلُّونَ ٱلدُّبُرَ
૪૫) નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.
بَلِ ٱلسَّاعَةُ مَوۡعِدُهُمۡ وَٱلسَّاعَةُ أَدۡهَىٰ وَأَمَرُّ
૪૬) પરંતુ તેમના વચનનો ખરેખર સમય તો કયામત છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.
إِنَّ ٱلۡمُجۡرِمِينَ فِي ضَلَٰلٖ وَسُعُرٖ
૪૭) નિ;શંક દુરાચારી લોકો ગુમરાહી પાગલપણામાં પડેલા છે.
يَوۡمَ يُسۡحَبُونَ فِي ٱلنَّارِ عَلَىٰ وُجُوهِهِمۡ ذُوقُواْ مَسَّ سَقَرَ
૪૮) જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેમને કહેવામાં આવશે) હવે જહન્નમની આગનો મજા ચાખો.
إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ
૪૯) નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.
وَمَآ أَمۡرُنَآ إِلَّا وَٰحِدَةٞ كَلَمۡحِۭ بِٱلۡبَصَرِ
૫૦) અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં.
وَلَقَدۡ أَهۡلَكۡنَآ أَشۡيَاعَكُمۡ فَهَلۡ مِن مُّدَّكِرٖ
૫૧) અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર ?
وَكُلُّ شَيۡءٖ فَعَلُوهُ فِي ٱلزُّبُرِ
૫૨) જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.
وَكُلُّ صَغِيرٖ وَكَبِيرٖ مُّسۡتَطَرٌ
૫૩) (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે.
إِنَّ ٱلۡمُتَّقِينَ فِي جَنَّٰتٖ وَنَهَرٖ
૫૪) નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.
فِي مَقۡعَدِ صِدۡقٍ عِندَ مَلِيكٖ مُّقۡتَدِرِۭ
૫૫) સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.
مشاركة عبر