ترجمه گجراتی
ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.
نٓۚ وَٱلۡقَلَمِ وَمَا يَسۡطُرُونَ
૧) નૂન, કસમ છે કલમની અને તેની, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
مَآ أَنتَ بِنِعۡمَةِ رَبِّكَ بِمَجۡنُونٖ
૨) તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
وَإِنَّ لَكَ لَأَجۡرًا غَيۡرَ مَمۡنُونٖ
૩) અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٖ
૪) અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
فَسَتُبۡصِرُ وَيُبۡصِرُونَ
૫) બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
بِأَييِّكُمُ ٱلۡمَفۡتُونُ
૬) કે તમારામાં થી કોણ પાગલપણામાં સપડાયેલો છે.
إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ
૭) નિ:શંક તમારો પાલનહાર ખૂબ જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકેલા છે અને કોણ સત્ય માર્ગ પર છે.
فَلَا تُطِعِ ٱلۡمُكَذِّبِينَ
૮) બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
وَدُّواْ لَوۡ تُدۡهِنُ فَيُدۡهِنُونَ
૯) તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
وَلَا تُطِعۡ كُلَّ حَلَّافٖ مَّهِينٍ
૧૦) અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે કસમો ખાઈ છે.
هَمَّازٖ مَّشَّآءِۭ بِنَمِيمٖ
૧૧) જે નીચ, મહેણાંટોણા મારનાર અને ચાડી ખાનાર છે.
مَّنَّاعٖ لِّلۡخَيۡرِ مُعۡتَدٍ أَثِيمٍ
૧૨) ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી છે.
عُتُلِّۭ بَعۡدَ ذَٰلِكَ زَنِيمٍ
૧૩) અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
أَن كَانَ ذَا مَالٖ وَبَنِينَ
૧૪) તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
إِذَا تُتۡلَىٰ عَلَيۡهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ
૧૫) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો પહેલાના લોકોની કથા છે.
سَنَسِمُهُۥ عَلَى ٱلۡخُرۡطُومِ
૧૬) અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
إِنَّا بَلَوۡنَٰهُمۡ كَمَا بَلَوۡنَآ أَصۡحَٰبَ ٱلۡجَنَّةِ إِذۡ أَقۡسَمُواْ لَيَصۡرِمُنَّهَا مُصۡبِحِينَ
૧૭) નિ:શંક અમે તેમની એવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે કસમ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
وَلَا يَسۡتَثۡنُونَ
૧૮) અને કોઈ (ફળ) બાકી નહિ રાખીએ.
فَطَافَ عَلَيۡهَا طَآئِفٞ مِّن رَّبِّكَ وَهُمۡ نَآئِمُونَ
૧૯) પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા.
فَأَصۡبَحَتۡ كَٱلصَّرِيمِ
૨૦) બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે કપાયેલી ખેતી.
فَتَنَادَوۡاْ مُصۡبِحِينَ
૨૧) હવે સવાર થતા જ તેઓ એકબીજાને પોકારવા લાગ્યા.
أَنِ ٱغۡدُواْ عَلَىٰ حَرۡثِكُمۡ إِن كُنتُمۡ صَٰرِمِينَ
૨૨) કે અગર તમારે ફળ તોડવા હોય તો વહેલી પરોઢમાં પોતાની ખેતી તરફ ચાલી નીકળો.
فَٱنطَلَقُواْ وَهُمۡ يَتَخَٰفَتُونَ
૨૩) ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
أَن لَّا يَدۡخُلَنَّهَا ٱلۡيَوۡمَ عَلَيۡكُم مِّسۡكِينٞ
૨૪) કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
وَغَدَوۡاْ عَلَىٰ حَرۡدٖ قَٰدِرِينَ
૨૫) અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે (ફળ તોડવા માટે) સમર્થ છીએ.
فَلَمَّا رَأَوۡهَا قَالُوٓاْ إِنَّا لَضَآلُّونَ
૨૬) જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા છે.
بَلۡ نَحۡنُ مَحۡرُومُونَ
૨૭) ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
قَالَ أَوۡسَطُهُمۡ أَلَمۡ أَقُل لَّكُمۡ لَوۡلَا تُسَبِّحُونَ
૨૮) તે લોકોમાં, જે વચલો હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા ?
قَالُواْ سُبۡحَٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ
૨૯) તેઓ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક આપણે જ જાલિમ હતા.
فَأَقۡبَلَ بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٖ يَتَلَٰوَمُونَ
૩૦) ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
قَالُواْ يَٰوَيۡلَنَآ إِنَّا كُنَّا طَٰغِينَ
૩૧) કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે જ વિદ્રોહી હતા.
عَسَىٰ رَبُّنَآ أَن يُبۡدِلَنَا خَيۡرٗا مِّنۡهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ
૩૨) આશા છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
كَذَٰلِكَ ٱلۡعَذَابُۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَكۡبَرُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ
૩૩) આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરતનનો અઝાબ તો આના કરતા મોટો હશે, કાશ તે લોકો જાણતા હોત.
إِنَّ لِلۡمُتَّقِينَ عِندَ رَبِّهِمۡ جَنَّٰتِ ٱلنَّعِيمِ
૩૪) ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
أَفَنَجۡعَلُ ٱلۡمُسۡلِمِينَ كَٱلۡمُجۡرِمِينَ
૩૫) શું અમે મુસલમાનો પાપીઓ જેવા કરી દઇશું .
مَا لَكُمۡ كَيۡفَ تَحۡكُمُونَ
૩૬) તમને શું થઇ ગયુ છે, કેવા નિર્ણયો કરો છો ?
أَمۡ لَكُمۡ كِتَٰبٞ فِيهِ تَدۡرُسُونَ
૩૭) શું તમારી પાસે કોઇ કિતાબ છે, જે તમે પઢતા હોય ?
إِنَّ لَكُمۡ فِيهِ لَمَا تَخَيَّرُونَ
૩૮) કે તેમાં તમારી મનચાહી વાતો હોય ?
أَمۡ لَكُمۡ أَيۡمَٰنٌ عَلَيۡنَا بَٰلِغَةٌ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ إِنَّ لَكُمۡ لَمَا تَحۡكُمُونَ
૩૯) અથવા તો અમારા શિરે તમારી કેટલીક કસમો છે? જે કયામત સૂધી બાકી રહે, કે તમારા માટે તે બધુ જ છે, જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
سَلۡهُمۡ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
૪૦) (હે પયગંબર) તમે તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે?
أَمۡ لَهُمۡ شُرَكَآءُ فَلۡيَأۡتُواْ بِشُرَكَآئِهِمۡ إِن كَانُواْ صَٰدِقِينَ
૪૧) શું તેમના કોઇ ભાગીદાર છે ? જો તે સાચા હોય તો પોત પોતાના ભાગીદારો લઇને આવે.
يَوۡمَ يُكۡشَفُ عَن سَاقٖ وَيُدۡعَوۡنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسۡتَطِيعُونَ
૪૨) જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٞۖ وَقَدۡ كَانُواْ يُدۡعَوۡنَ إِلَى ٱلسُّجُودِ وَهُمۡ سَٰلِمُونَ
૪૩) નજરો નીચી હશે અને તેમના પર અપમાન છવાઇ રહ્યુ હશે. તેઓ (દુનિયામાં) સિજદા કરવા માટે બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
فَذَرۡنِي وَمَن يُكَذِّبُ بِهَٰذَا ٱلۡحَدِيثِۖ سَنَسۡتَدۡرِجُهُم مِّنۡ حَيۡثُ لَا يَعۡلَمُونَ
૪૪) બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
وَأُمۡلِي لَهُمۡۚ إِنَّ كَيۡدِي مَتِينٌ
૪૫) અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
أَمۡ تَسۡـَٔلُهُمۡ أَجۡرٗا فَهُم مِّن مَّغۡرَمٖ مُّثۡقَلُونَ
૪૬) શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો, જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
أَمۡ عِندَهُمُ ٱلۡغَيۡبُ فَهُمۡ يَكۡتُبُونَ
૪૭) અથવા તો તેમની પાસે ગૈબનું ઇલ્મ છે, જેને તેઓ લખી રહ્યા હોય.
فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلۡحُوتِ إِذۡ نَادَىٰ وَهُوَ مَكۡظُومٞ
૪૮) બસ ! તમે પોતાના પાલનહારનો આદેશ આવતા સુધી ધીરજ રાખો અને માછલીવાળા (યૂનુસ) જેવા ન થઇ જાવ, જ્યારે તેમણે અમને દુઃખના સમયે પોકાર્યા.
لَّوۡلَآ أَن تَدَٰرَكَهُۥ نِعۡمَةٞ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلۡعَرَآءِ وَهُوَ مَذۡمُومٞ
૪૯) અગર તેમના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે તેઓ ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવતા.
فَٱجۡتَبَٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ
૫૦) તેમના પાલનહારે ફરી પસંદ કરી લીધા અને તેમને સદાચારી લોકોમાં કરી દીધા.
وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُواْ لَيُزۡلِقُونَكَ بِأَبۡصَٰرِهِمۡ لَمَّا سَمِعُواْ ٱلذِّكۡرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجۡنُونٞ
૫૧) અને કાફિરો જ્યારે કુરઆન સાભળે છે તો તમારી સામે એવે રીતે જુવે છે કે તેઓ તમને ડગમગાવી દેશે, અને કહે છે કે આ તો એક પાગલ છે.
وَمَا هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ
૫૨) ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ છે.
مشاركة عبر