Header Include

ترجمه گجراتی

ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.

QR Code https://quran.islamcontent.com/fa/gujarati_omari

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ

૧) કસમ છે ,આકાશની અને રાતમાં આવનારની,

૧) કસમ છે ,આકાશની અને રાતમાં આવનારની,

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ

૨) તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે ?

૨) તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે ?

ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ

૩) તે ચમકતો તારો છે.

૩) તે ચમકતો તારો છે.

إِن كُلُّ نَفۡسٖ لَّمَّا عَلَيۡهَا حَافِظٞ

૪) કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.

૪) કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.

فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ

૫) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

૫) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

خُلِقَ مِن مَّآءٖ دَافِقٖ

૬) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.

૬) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.

يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ

૭) જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.

૭) જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.

إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرٞ

૮) ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.

૮) ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.

يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ

૯) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

૯) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

فَمَا لَهُۥ مِن قُوَّةٖ وَلَا نَاصِرٖ

૧૦) માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.

૧૦) માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ

૧૧) કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.

૧૧) કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.

وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ

૧૨) અને ધરતીની જે ફાટી જાય છે.

૧૨) અને ધરતીની જે ફાટી જાય છે.

إِنَّهُۥ لَقَوۡلٞ فَصۡلٞ

૧૩) વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.

૧૩) વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.

وَمَا هُوَ بِٱلۡهَزۡلِ

૧૪) આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.

૧૪) આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.

إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدٗا

૧૫) ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.

૧૫) ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.

وَأَكِيدُ كَيۡدٗا

૧૬) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

૧૬) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا

૧૭) બસ ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.

૧૭) બસ ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.
Footer Include