グジャラート語対訳
クルアーン・グジャラート語対訳 - Rabila Al-Umry
أَتَىٰٓ أَمۡرُ ٱللَّهِ فَلَا تَسۡتَعۡجِلُوهُۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ
૧) (હે કાફિરો !) અલ્લાહનો આદેશ આવી પહોંચ્યો, હવે તેના માટે ઉતાવળ ન કરો, તે પાક છે, અને તે ઉચ્ચ છે તે બધાથી, જેમને આ લોકો અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવે છે.
يُنَزِّلُ ٱلۡمَلَٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنۡ أَمۡرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦٓ أَنۡ أَنذِرُوٓاْ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ
૨) તે પોતાના બંદાઓ માંથી જે બંદા પર ઈચ્છે પોતાના આદેશથી ફરિશ્તાઓને વહી આપી મોકલે છે, અને (તે બંદાઓને આદેશ આપે છે) કે સચેત કરી દો કે મારા સિવાય કોઈ ઇલાહ નથી, એટલા માટે તમે ફક્ત મારાથી જ ડરો.
خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ تَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ
૩) તેણે આકાશો અને ધરતીનું સર્જન સત્ય સાથે કર્યું છે, મુશરિકો જે કરે છે, અલ્લાહ તેનાથી બુલંદ છે.
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٖ فَإِذَا هُوَ خَصِيمٞ مُّبِينٞ
૪) તેણે મનુષ્યનું સર્જન વીર્યના ટીપા વડે કર્યું, પછી તે ખુલ્લો ઝઘડો કરનારો બની ગયો.
وَٱلۡأَنۡعَٰمَ خَلَقَهَاۖ لَكُمۡ فِيهَا دِفۡءٞ وَمَنَٰفِعُ وَمِنۡهَا تَأۡكُلُونَ
૫) તેણે જ ઢોરોનું (પણ) સર્જન કર્યું, જેમાંથી કેટલાક (ના ચામડાથી ગરમ કપડાં) તૈયાર કરો છો અને બીજા ઘણા ફાયદોઓનો લાભ તમે ઉઠાવો છો અને કેટલાકને તમે ખાઓ પણ છો.
وَلَكُمۡ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسۡرَحُونَ
૬) અને તેમાં તમારી ખૂબસૂરતી પણ છે, જ્યારે ચરાવી લાવો ત્યારે પણ અને જ્યારે ચરવા માટે લઇ જાવ ત્યારે પણ.
وَتَحۡمِلُ أَثۡقَالَكُمۡ إِلَىٰ بَلَدٖ لَّمۡ تَكُونُواْ بَٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلۡأَنفُسِۚ إِنَّ رَبَّكُمۡ لَرَءُوفٞ رَّحِيمٞ
૭) (અને તે ઢોરો) તમારા માલ સામાન તે શહેરો સુધી લઇ જાય છે, જ્યાં તમે કષ્ટ વિના પહોંચી નથી શકતા, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ માયાળુ અને અત્યંત દયાળુ છે.
وَٱلۡخَيۡلَ وَٱلۡبِغَالَ وَٱلۡحَمِيرَ لِتَرۡكَبُوهَا وَزِينَةٗۚ وَيَخۡلُقُ مَا لَا تَعۡلَمُونَ
૮) તેણે ઘોડા, ખચ્ચર અને ગધેડા પણ પેદા કર્યા, જેથી તમે તેમનો સવારી માટે ઉપયોગ કરી શકો, અને તે તમારા માટે શણગારનું કારણ પણ છે, અને તે બીજી ઘણી વસ્તુઓનું સર્જન કરે છે જેનું તમને જ્ઞાન પણ નથી.
وَعَلَى ٱللَّهِ قَصۡدُ ٱلسَّبِيلِ وَمِنۡهَا جَآئِرٞۚ وَلَوۡ شَآءَ لَهَدَىٰكُمۡ أَجۡمَعِينَ
૯) અને સત્ય માર્ગ બતાવી દેવો, અલ્લાહના શિરે છે જ્યારે કે કેટલાક ખોટા માર્ગો પણ છે અને જો તે ઇચ્છે તો તમને સૌને હિદાયત પર લાવી દેત.
هُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗۖ لَّكُم مِّنۡهُ شَرَابٞ وَمِنۡهُ شَجَرٞ فِيهِ تُسِيمُونَ
૧૦) તે જ તો છે, જેણે તમારા માટે આકાશ માંથી પાણી વરસાવ્યું, તે પાણીને તમે પીવો છો, તેનાથી ચારો ઉપજે છે, જે તમે પોતાના ઢોરોને ચરાવો છો.
يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرۡعَ وَٱلزَّيۡتُونَ وَٱلنَّخِيلَ وَٱلۡأَعۡنَٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ
૧૧) તે તે પાણીથી તમારા માટે ખેતી, ઝૈતુન, ખજુર, દ્રાક્ષ અને દરેક પ્રકારના ફળો ઉપજાવે છે. ધ્યાન આપનાર અને ચિંતન કરનારાઓ માટે આમાં એક મોટી નિશાની છે.
وَسَخَّرَ لَكُمُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتُۢ بِأَمۡرِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ
૧૨) તેણે જ રાત, દિવસ, સૂર્ય અને ચંદ્રને તમારા માટે કામે લગાડેલા છે અને તારાઓ પણ તેના જ આદેશનું પાલન કરે છે. નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
وَمَا ذَرَأَ لَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُخۡتَلِفًا أَلۡوَٰنُهُۥٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَذَّكَّرُونَ
૧૩) એવી જ રીતે તેણે તમારા માટે ઝમીનમાં રંગબેરંગી ઘણી વસ્તુઓ પેદા કરી છે, નિ:શંક શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે આમાં ઘણી મોટી નિશાની છે.
وَهُوَ ٱلَّذِي سَخَّرَ ٱلۡبَحۡرَ لِتَأۡكُلُواْ مِنۡهُ لَحۡمٗا طَرِيّٗا وَتَسۡتَخۡرِجُواْ مِنۡهُ حِلۡيَةٗ تَلۡبَسُونَهَاۖ وَتَرَى ٱلۡفُلۡكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ
૧૪) તે તો છે, જેણે સમુન્દરને પણ તમારા વશમાં કરી દીધા છે, જેથી તમે તેમાંથી (નીકળેલુ) તાજું માંસ ખાઓ અને તેમાંથી પોતાના પહેરવા માટેના ઘરેણાં કાઢી શકો અને તમે જુઓ છો કે હોડીઓ સમુદ્રમાં પાણીને ચીરીને (ચાલે) છે. અને એટલા માટે પણ કે તમે તેની કૃપા શોધો અને શક્ય છે કે તમે આભાર વ્યકત કરો.
وَأَلۡقَىٰ فِي ٱلۡأَرۡضِ رَوَٰسِيَ أَن تَمِيدَ بِكُمۡ وَأَنۡهَٰرٗا وَسُبُلٗا لَّعَلَّكُمۡ تَهۡتَدُونَ
૧૫) એવી જ રીતે તેણે ઝમીન (માં હરકત ન થાય તે માટે) તેમાં મજબૂત પર્વતો મૂકી દીધા, જેથી તમને લઈ હરકત ન કરી શકે, અને નહેરો પણ બનાવી અને રસ્તાઓ પણ, જેથી તમે (અવર જવર કરતા) પોતાનો માર્ગ ઓળખી શકો.
وَعَلَٰمَٰتٖۚ وَبِٱلنَّجۡمِ هُمۡ يَهۡتَدُونَ
૧૬) બીજી ઘણી નિશાનીઓ બનાવી દીધી છે, અને કેટલાક લોકો તારાઓ દ્વારા રસ્તો મેળવે છે.
أَفَمَن يَخۡلُقُ كَمَن لَّا يَخۡلُقُۚ أَفَلَا تَذَكَّرُونَ
૧૭) (હવે સહેજ વિચાર કરો) શું તે અલ્લાહ જે (આ બધી વસ્તુ પેદા કરે છે તેના જેવો હોઇ શકે છે, જે કંઈ પણ પેદા નથી કરી શકતો? તો પણ તમે સમજતા નથી?
وَإِن تَعُدُّواْ نِعۡمَةَ ٱللَّهِ لَا تُحۡصُوهَآۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٞ رَّحِيمٞ
૧૮) અને જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા માંગો તો કયારેય તમે તેને ગણી નથી શકતા, નિ:શંક અલ્લાહ ઘણો જ માફ કરનાર, અત્યંત દયાળુ છે.
وَٱللَّهُ يَعۡلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعۡلِنُونَ
૧૯) અને જે કંઈ પણ તમે છુપાવો અને જાહેર કરો અલ્લાહ તઆલા બધું જ જાણે છે.
وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ
૨૦) અને અલ્લાહ સિવાય જેમને આ લોકો પોકારે છે, તે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, તે પોતે જ પેદા કરવામાં આવ્યા છે.
أَمۡوَٰتٌ غَيۡرُ أَحۡيَآءٖۖ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ
૨૧) (તેઓ) મૃતકો છે, જીવિત નથી, તેમને તો એ પણ ખબર નથી કે ક્યારે બીજી વાર ઉભા કરવામાં આવશે?
إِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۚ فَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٞ وَهُم مُّسۡتَكۡبِرُونَ
૨૨) તમારો ઇલાહ ફકત અલ્લાહ તઆલા એકલો છે અને જે લોકો આખિરત પર ઈમાન નથી લાવતા તેમના હૃદયોમાં ઇન્કાર ભરાઈ ગયો છે અને તે પોતે અહંકારથી ભરેલા છે.
لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡتَكۡبِرِينَ
૨૩) નિ:શંક અલ્લાહ તઆલા તે દરેક વસ્તુને, જેને તે લોકો છુપાવે છે અને જેને જાહેર કરે છે, ખૂબ સારી રીતે જાણે છે, તે અહંકારી લોકોને પસંદ નથી કરતો.
وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمۡ قَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ
૨૪) અને જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું ઉતાર્યું છે ? ત્યારે તેઓ જવાબ આપે છે કે આગળના લોકોની વાર્તાઓ તો છે.
لِيَحۡمِلُوٓاْ أَوۡزَارَهُمۡ كَامِلَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَمِنۡ أَوۡزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيۡرِ عِلۡمٍۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ
૨૫) (અને આવું એટલા માટે કહે છે) કે કયામતના દિવસે તેઓ પોતાનો ભાર તો પૂરો ઉઠાવશે જ અને કેટલાક તે લોકોનો પણ ભાર ઉઠાવશે, જેમને તેઓએ ઇલ્મ વગર જ ગુમરાહ કરતા હતા, જુઓ કેટલો ખરાબ ભાર છે, જેને તેઓ ઉઠાવી રહ્યા છે.
قَدۡ مَكَرَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَى ٱللَّهُ بُنۡيَٰنَهُم مِّنَ ٱلۡقَوَاعِدِ فَخَرَّ عَلَيۡهِمُ ٱلسَّقۡفُ مِن فَوۡقِهِمۡ وَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ
૨૬) તેમનાથી પહેલાના લોકો પણ (સત્ય વિરુદ્ધ) યુક્તિઓ કરતા રહ્યા, (છેવટે) અલ્લાહએ (તેમની યુક્તિઓ)ને મૂળ માંથી જ કાપી નાખી અને તેમના (માથા) પર છત ઉપરથી પડી ગઇ અને તેમના પર અઝાબ એવી જગ્યાએથી આવ્યો, જ્યાં તેઓ વિચારી પણ નથી શકતા,
ثُمَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُخۡزِيهِمۡ وَيَقُولُ أَيۡنَ شُرَكَآءِيَ ٱلَّذِينَ كُنتُمۡ تُشَٰٓقُّونَ فِيهِمۡۚ قَالَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ إِنَّ ٱلۡخِزۡيَ ٱلۡيَوۡمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلۡكَٰفِرِينَ
૨૭) પછી કયામતના દિવસે પણ અલ્લાહ તઆલા તેમનું અપમાન કરશે અને કહેશે કે મારા તે ભાગીદારો ક્યાં છે ? જેના વિશે તમે ઝઘડતા હતા, (અને) જે લોકોને (દુનિયામા) જ્ઞાન આપવામાં આવ્યું હતું, તે કહેશે કે આજે કાફિરો માટે અપમાન અને ખરાબી છે.
ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡۖ فَأَلۡقَوُاْ ٱلسَّلَمَ مَا كُنَّا نَعۡمَلُ مِن سُوٓءِۭۚ بَلَىٰٓۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
૨૮) તે કાફિર, જેઓ પોતાના પર ઝુલ્મ કરી રહ્યાં છે, જ્યારે ફરિશ્તાઓ તેમના પ્રાણ કાઢવા માટે આવે છે, તે સમયે તેઓ ઝૂકી જાય છે (અને કહે છે) કે અમે તો બુરાઇના કર્યો કરતા ન હતા, (ફરિશ્તાઓ કહેશે) કેમ નહીં, (જરૂર કરતાં હતાં) અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણવાવાળો છે જે કંઈ પણ તમે કરતા હતાં.
فَٱدۡخُلُوٓاْ أَبۡوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۖ فَلَبِئۡسَ مَثۡوَى ٱلۡمُتَكَبِّرِينَ
૨૯) બસ ! હવે તો હંમેશા માટે તમે જહન્નમના દ્વાર માંથી દાખલ થઇ જાવ, બસ ! અહંકારીઓનું ઠેકાણું ખૂબ જ ખરાબ છે.
۞ وَقِيلَ لِلَّذِينَ ٱتَّقَوۡاْ مَاذَآ أَنزَلَ رَبُّكُمۡۚ قَالُواْ خَيۡرٗاۗ لِّلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۚ وَلَدَارُ ٱلۡأٓخِرَةِ خَيۡرٞۚ وَلَنِعۡمَ دَارُ ٱلۡمُتَّقِينَ
૩૦) અને (આ જ વાત) જ્યારે પરહેજગારોને પૂછવામાં આવે છે કે તમારા પાલનહારે શું ઉતાર્યું છે? તો તેઓ જવાબ આપે છે કે “ભલાઈ”, જે લોકોએ સારા કાર્યો કર્યા તેમના માટે આ દુનિયામાં પણ ભલાઇ છે અને ખરેખર આખિરતનું ઘર ઘણું જ ઉત્તમ છે. અને પરહેજગારો માટે ખૂબ જ ઉત્તમ ઘર છે.
جَنَّٰتُ عَدۡنٖ يَدۡخُلُونَهَا تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ لَهُمۡ فِيهَا مَا يَشَآءُونَۚ كَذَٰلِكَ يَجۡزِي ٱللَّهُ ٱلۡمُتَّقِينَ
૩૧) હંમેશા રહેનારા બગીચાઓ, જ્યાં તેઓ રહેશે, જેમની નીચે નહેરો વહી રહી છે, જે કંઈ પણ તે લોકો ઇચ્છશે ત્યાં તેમના માટે હાજર હશે, પરહેજગારોને અલ્લાહ તઆલા આવી જ રીતે બદલો આપે છે.
ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ طَيِّبِينَ يَقُولُونَ سَلَٰمٌ عَلَيۡكُمُ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
૩૨) તે પરહેજગારો, જે પવિત્ર હોય છે, જયારે ફરિશ્તાઓ તેમના પ્રાણ કાઢવા આવે છે તો કહે છે કે તમારા માટે સલામતી જ સલામતી છે. જાઓ જન્નતમાં, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે કરતા હતા.
هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ أَمۡرُ رَبِّكَۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ
૩૩) શું આ લોકો તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તારા પાલનહારનો આદેશ (અઝાબ) આવી પહોંચે ? આવું જ તમારાથી પહેલાના લોકોએ કર્યું હતું. તેમના પર અલ્લાહ તઆલાએ કોઈ ઝુલ્મ નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર ઝુલ્મ કરતા રહ્યા.
فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا عَمِلُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ
૩૪) બસ ! તેમના ખરાબ કાર્યોનું પરિણામ તેમને મળી ગયું અને જે અઝાબની મશ્કરી કરતા હતા તેણે તેમને ઘેરાવમાં લઇ લીધા.
وَقَالَ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَا عَبَدۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖ نَّحۡنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ فَهَلۡ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ
૩૫) આ મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ વાત તેમનાથી પહેલાના લોકો પણ કરતા રહ્યા. પયગંબરોનું જવાબદારી ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَۖ فَمِنۡهُم مَّنۡ هَدَى ٱللَّهُ وَمِنۡهُم مَّنۡ حَقَّتۡ عَلَيۡهِ ٱلضَّلَٰلَةُۚ فَسِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُكَذِّبِينَ
૩૬) અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો, પછી કેટલાક એવા લોકો હતા જેમને અલ્લાહએ હિદાયત આપી, અને કેટલાક એવા લોકો હતા, જેમના માટે ગુમરાહી નક્કી થઈ ગઈ, બસ ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ ?
إِن تَحۡرِصۡ عَلَىٰ هُدَىٰهُمۡ فَإِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَن يُضِلُّۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ
૩૭) આવા લોકોની હિદાયત માટે ભલે તમે ઘણા ઇચ્છુક રહ્યા હોય, પરંતુ અલ્લાહ તઆલા જે લોકોને ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને તેમની મદદ કરનાર પણ કોઈ નથી હોતું.
وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَا يَبۡعَثُ ٱللَّهُ مَن يَمُوتُۚ بَلَىٰ وَعۡدًا عَلَيۡهِ حَقّٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ
૩૮) તે લોકો મજબૂત કસમો ખાઇને કહે છે કે જે લોકો મૃત્યુ પામે તેમને અલ્લાહ બીજી વાર નહિ ઉઠાવે, કેમ નહિ ઉઠાવે, આ તો એક એવું વચન છે, જેને પૂરું કરવું અલ્લાહના શિરે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.
لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِي يَخۡتَلِفُونَ فِيهِ وَلِيَعۡلَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّهُمۡ كَانُواْ كَٰذِبِينَ
૩૯) આ ઉઠાવવું એટલા માટે પણ (જરૂરી છે) કે અલ્લાહ તેમની સામે તે સત્યતા સ્પષ્ટ કરી દે, જેમાં તેઓ વિવાદ કરી રહ્યા હતા, એટલા માટે (પણ જરૂરી) છે જે કાફિરો જાણી લે તેઓ પોતે જ જુઠા લોકો હતા.
إِنَّمَا قَوۡلُنَا لِشَيۡءٍ إِذَآ أَرَدۡنَٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ
૪૦) અમે જ્યારે કોઈ વસ્તુની ઇચ્છા કરીએ છીએ તો અમે ફકત એવું કહીએ છીએ કે “થઇ જા” બસ તે થઇ જાય છે.
وَٱلَّذِينَ هَاجَرُواْ فِي ٱللَّهِ مِنۢ بَعۡدِ مَا ظُلِمُواْ لَنُبَوِّئَنَّهُمۡ فِي ٱلدُّنۡيَا حَسَنَةٗۖ وَلَأَجۡرُ ٱلۡأٓخِرَةِ أَكۡبَرُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ
૪૧) જે લોકોએ ઝુલ્મ સહન કર્યા પછી અલ્લાહ તઆલાના માર્ગમાં વતનને છોડ્યું છે, અમે તેમને દુનિયામાં પણ ઉત્તમ ઠેકાણું આપીશું અને આખિરતનું વળતરતો ઘણું જ મોટું છે, કદાચ કે લોકો તેને જાણતા હોત.
ٱلَّذِينَ صَبَرُواْ وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ
૪૨) (અર્થાત) તે લોકો, જેમણે સબર કર્યું અને પોતાના પાલનહાર પર જ ભરોસો કરતા રહ્યા.
وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِمۡۖ فَسۡـَٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ
૪૩) તમારા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા તે પુરુષો જ હતા. જેમની તરફ અમે વહી કરતા હતા, બસ ! જો તમે ન જાણતા હોવ તો જ્ઞાનવાળાઓને પૂછી લો.
بِٱلۡبَيِّنَٰتِ وَٱلزُّبُرِۗ وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ
૪૪) (તે પયગંબરોને અમે) સ્પષ્ટ નિશાનીઓ અને કિતાબો (આપી મોકલ્યા હતા) અને તમારી તરફ આ ઝિકર (કુરઆન) એટલા માટે ઉતાર્યું છે, જેથી તમે સ્પષ્ટ રીતે તેમને જણાવી દો કે તેમની તરફ શુ ઉતારવામાં આવ્યું છે. એટલા માટે કે તેઓ તેમાં ચિંતન મનન કરે.
أَفَأَمِنَ ٱلَّذِينَ مَكَرُواْ ٱلسَّيِّـَٔاتِ أَن يَخۡسِفَ ٱللَّهُ بِهِمُ ٱلۡأَرۡضَ أَوۡ يَأۡتِيَهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ
૪૫) જે લોકો ખરાબ યુક્તિઓ કરી રહ્યા છે, શું તે લોકો એ વાતથી નીડર થઇ ગયા છે કે અલ્લાહ તઆલા તેમને ધરતીમાં ધસાવી દે, અથવા તેમની પાસે એવી જગ્યાએથી અઝાબ આવી પહોંચે, જેના વિશે તેમને વિચાર પણ ન હોય.
أَوۡ يَأۡخُذَهُمۡ فِي تَقَلُّبِهِمۡ فَمَا هُم بِمُعۡجِزِينَ
૪૬) અથવા તેમને હરતાફરતા (અઝાબ) પકડી લે, આ લોકો અલ્લાહ તઆલાને ક્યારેય આજીજ કરી શકતા નથી.
أَوۡ يَأۡخُذَهُمۡ عَلَىٰ تَخَوُّفٖ فَإِنَّ رَبَّكُمۡ لَرَءُوفٞ رَّحِيمٌ
૪૭) અથવા તેમને ડરાવી, ધમકાવી પકડી લે, બસ ! ખરેખર તમારો પાલનહાર અત્યંત દયાળુ અને માયાળુ છે. (જે તેમને મહેતલ આપી રહ્યો છે).
أَوَلَمۡ يَرَوۡاْ إِلَىٰ مَا خَلَقَ ٱللَّهُ مِن شَيۡءٖ يَتَفَيَّؤُاْ ظِلَٰلُهُۥ عَنِ ٱلۡيَمِينِ وَٱلشَّمَآئِلِ سُجَّدٗا لِّلَّهِ وَهُمۡ دَٰخِرُونَ
૪૮) શું તે લોકોએ અલ્લાહએ પેદા કરેલી વસ્તુઓ માંથી કોઈ વસ્તુ નથી જોઈ? કે તેમનો પડછાયો કેવી રીતે ડાબેથી જમણે અને જમણે થી (ડાબે) અલ્લાહની સામે સિજદો કરતા આથમે છે અને આ બધી વસ્તુઓ અત્યંત આજીજી જાહેર કરી રહી છે.
وَلِلَّهِۤ يَسۡجُدُۤ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِ مِن دَآبَّةٖ وَٱلۡمَلَٰٓئِكَةُ وَهُمۡ لَا يَسۡتَكۡبِرُونَ
૪૯) ખરેખર આકાશ અને ધરતીના દરેક સજીવ અને દરેક ફરિશ્તા, અલ્લાહ તઆલાની સામે સિજદો કરી રહ્યા છે અને જરા પણ ઘમંડ નથી કરતા.
يَخَافُونَ رَبَّهُم مِّن فَوۡقِهِمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ۩
૫૦) અને પોતાના પાલનહારથી, જે તેમની ઉપર છે, ધ્રુજે છે અને તે જ કામ કરે છે, જેમનો આદેશ આપવામાં આવતો હોય.
۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓاْ إِلَٰهَيۡنِ ٱثۡنَيۡنِۖ إِنَّمَا هُوَ إِلَٰهٞ وَٰحِدٞ فَإِيَّٰيَ فَٱرۡهَبُونِ
૫૧) અલ્લાહ તઆલા કહી ચૂક્યો છે કે બે ઇલાહ ન બનાવો, ઇલાહ તો ફકત તે એકલો જ છે, બસ ! તમે સૌ મારો જ ડર રાખો.
وَلَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَهُ ٱلدِّينُ وَاصِبًاۚ أَفَغَيۡرَ ٱللَّهِ تَتَّقُونَ
૫૨) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, બધું તેનું જ છે અને તેની જ બંદગી કરવી જરૂરી છે. શું તો પણ તમે તેના સિવાય બીજાથી ડરો છો ?
وَمَا بِكُم مِّن نِّعۡمَةٖ فَمِنَ ٱللَّهِۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيۡهِ تَجۡـَٔرُونَ
૫૩) તમારી પાસે જેટલી પણ નેઅમતો છે, દરેક નેઅમત તેણે જ આપી છે, હજું પણ તમારા પર કોઈ મુસીબત આવી જાય તો તેની જ સમક્ષ ફરિયાદ કરો છો.
ثُمَّ إِذَا كَشَفَ ٱلضُّرَّ عَنكُمۡ إِذَا فَرِيقٞ مِّنكُم بِرَبِّهِمۡ يُشۡرِكُونَ
૫૪) પછી જ્યારે તે તમારા પરથી તે મુસીબત દૂર કરી દે છે, તો તમારા માંથી કેટલાક લોકો પોતાના પાલનહાર સાથે શિર્ક કરવા લાગે છે.
لِيَكۡفُرُواْ بِمَآ ءَاتَيۡنَٰهُمۡۚ فَتَمَتَّعُواْ فَسَوۡفَ تَعۡلَمُونَ
૫૫) જેથી અલ્લાહએ તેમને જે કંઈ પણ આપી રાખ્યું છે (તેનો શુકર કરવાના બદલામાં) તેની નાશુકરી જ કરે, સારું (થોડોક સમય) ફાયદો ઉઠાવી લો, નજીક માંજ (સત્યતા) ની જાણ તમને થઈ જશે.
وَيَجۡعَلُونَ لِمَا لَا يَعۡلَمُونَ نَصِيبٗا مِّمَّا رَزَقۡنَٰهُمۡۗ تَٱللَّهِ لَتُسۡـَٔلُنَّ عَمَّا كُنتُمۡ تَفۡتَرُونَ
૫૬) અને જે રોજી અમે તેમને આપી રાખી છે, તેમાંથી એવા (ભાગીદારોનો) ભાગ નક્કી કરે છે, જેમના વિશે તેઓ જાણતા પણ નથી, અલ્લાહની કસમ ! જે કઈ તમે અલ્લાહ પર જુઠાણું બાંધી રહ્યા છો, તેના વિશે તે જરૂર તમને પૂછશે.
وَيَجۡعَلُونَ لِلَّهِ ٱلۡبَنَٰتِ سُبۡحَٰنَهُۥ وَلَهُم مَّا يَشۡتَهُونَ
૫૭) અને તે પવિત્ર અલ્લાહ માટે બાળકીઓ નક્કી કરે છે જો કે અલ્લાહ આ પ્રમાણેની વાતોથી પાક છે, અને પોતાના માટે તે જે પોતાની ઇચ્છા અનુસાર હોય. (અર્થાત દીકરાઓ)
وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِٱلۡأُنثَىٰ ظَلَّ وَجۡهُهُۥ مُسۡوَدّٗا وَهُوَ كَظِيمٞ
૫૮) તેમના માંથી કોઈને જ્યારે બાળકીની ખબર આપવામાં આવે તો તેનો ચહેરો ફિક્કો પડી જાય છે અને મનમાં સંકોચ અનુભવે છે.
يَتَوَٰرَىٰ مِنَ ٱلۡقَوۡمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓۚ أَيُمۡسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمۡ يَدُسُّهُۥ فِي ٱلتُّرَابِۗ أَلَا سَآءَ مَا يَحۡكُمُونَ
૫૯) અને આ વાતના કારણે લોકોથી છુપાઇને ફરે છે, વિચારે છે કે શું તેનું અપમાન થયા પછી તે બાળકને જીવિત છોડી દે અથવા ઝમીનમાં ધસાવી દે? જુઓ! કેટલો ખરાબ નિર્ણય કરે છે.
لِلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ مَثَلُ ٱلسَّوۡءِۖ وَلِلَّهِ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ
૬૦) ખરાબ ઉદાહરણ તે લોકો માટે છે, જેઓ આખિરત પર ઇમાન નથી ધરાવતા, અલ્લાહ માટે તો શ્રેષ્ઠ ઉદાહરણ છે, તે ઘણો વિજયી અને હિકમતવાળો છે.
وَلَوۡ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلۡمِهِم مَّا تَرَكَ عَلَيۡهَا مِن دَآبَّةٖ وَلَٰكِن يُؤَخِّرُهُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۖ فَإِذَا جَآءَ أَجَلُهُمۡ لَا يَسۡتَـٔۡخِرُونَ سَاعَةٗ وَلَا يَسۡتَقۡدِمُونَ
૬૧) જો લોકોના ઝુલ્મ કરવાના કારણે અલ્લાહ તઆલા તેમની પકડ કરતો, તો ધરતી પર એક પણ સજીવ ન રહેતો, પરંતુ તે તો એક મુદ્દત સુધી ઢીલ આપી રહ્યો છે, જ્યારે તેમનો તે સમય આવી પહોંચે છે તો (અલ્લાહનો અઝાબ) તેમનાથી એક ક્ષણ બરાબર પણ આગળ પાછળ નથી થઈ શકતો.
وَيَجۡعَلُونَ لِلَّهِ مَا يَكۡرَهُونَۚ وَتَصِفُ أَلۡسِنَتُهُمُ ٱلۡكَذِبَ أَنَّ لَهُمُ ٱلۡحُسۡنَىٰۚ لَا جَرَمَ أَنَّ لَهُمُ ٱلنَّارَ وَأَنَّهُم مُّفۡرَطُونَ
૬૨) આ લોકો અલ્લાહ માટે તે વસ્તુ પસંદ કરે છે, જે પોતાના માટે નાપસંદ કરત હોય છે, અને તે લોકો જુઠ્ઠી વાતો વર્ણવે છે, કે તેમના માટે તો ભલાઈ જ ભલાઈ છે, તે માટે તો જહન્નમની આગ જ છે, અને તેમાં આ લોકો બધા કરતા (સૌથી આગળ) ધકેલવામાં આવશે.
تَٱللَّهِ لَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰٓ أُمَمٖ مِّن قَبۡلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَهُوَ وَلِيُّهُمُ ٱلۡيَوۡمَ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ
૬૩) અલ્લાહની કસમ ! અમે તમારા પહેલા ઘણી કોમો તરફ પયગંબર મોકલી ચુક્યા છે, તો (આ પ્રમાણે જ થતું આયુ છે) કે શેતાને તેમના ખરાબ કાર્યોને તેમના માટે શણગારી બતાવે છે, આજે પણ શેતાન જ (તે મક્કાના કાફિરોનો) મિત્ર બની બેઠો છે, અને તેમના માટે દુઃખદાયી અઝાબ હશે.
وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ وَهُدٗى وَرَحۡمَةٗ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ
૬૪) અમે કિતાબ તમારા પર એટલા માટે ઉતારી છે, કે જે વાતોમાં આ લોકો મતભેદ કરી રહ્યા છે, તેમના માટે સત્ય વાત સ્પષ્ટ કરી દો, ખરેખર આ કિતાબ ઈમાનવાળાઓ માટે હિદાયત પણ છે અને રહમત (પણ) છે.
وَٱللَّهُ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَآۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَسۡمَعُونَ
૬૫) અને અલ્લાહએ જ આકાશ માંથી પાણી વરસાવે છે, તેનાથી મૃતક ધરતીને જીવિત કરી દે છે, ખરેખર આમાં, તે લોકો માટે નિશાની છે જે સાંભળે.
وَإِنَّ لَكُمۡ فِي ٱلۡأَنۡعَٰمِ لَعِبۡرَةٗۖ نُّسۡقِيكُم مِّمَّا فِي بُطُونِهِۦ مِنۢ بَيۡنِ فَرۡثٖ وَدَمٖ لَّبَنًا خَالِصٗا سَآئِغٗا لِّلشَّٰرِبِينَ
૬૬) તમારા માટે ઢોરોમાં પણ ઘણી શિખામણ છે કે તેમના પેટમાં ભોજનનો બગાડ તેમજ લોહી હોય છે, તો તે બન્નેની વચ્ચેથી અમે તમને શુદ્ધ દૂધ પીવડાવીએ છીએ, જે પીનાર માટે ખૂબ જ સારું હોય છે.
وَمِن ثَمَرَٰتِ ٱلنَّخِيلِ وَٱلۡأَعۡنَٰبِ تَتَّخِذُونَ مِنۡهُ سَكَرٗا وَرِزۡقًا حَسَنًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَعۡقِلُونَ
૬૭) ખજૂર અને દ્રાક્ષના ફળો વડે (અમે તમને એક પ્રવાહી પણ પીવડાવીએ છીએ) જેનાથી તમે નશો પણ કરો છો અને શ્રેષ્ઠ રોજી પણ મેળવો છો, જે લોકો બુદ્ધિ ધરાવે છે, તેમના માટે તો આમાં મોટી નિશાની છે.
وَأَوۡحَىٰ رَبُّكَ إِلَى ٱلنَّحۡلِ أَنِ ٱتَّخِذِي مِنَ ٱلۡجِبَالِ بُيُوتٗا وَمِنَ ٱلشَّجَرِ وَمِمَّا يَعۡرِشُونَ
૬૮) તમારા પાલનહારે મધમાખી તરફ વહી કરી કે પર્વતોમાં, વૃક્ષોમાં અને લોકોએ બનાવેલી ઊંચી, ઊંચી વેલોમાં પોતાનું ઘર બનાવ.
ثُمَّ كُلِي مِن كُلِّ ٱلثَّمَرَٰتِ فَٱسۡلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلٗاۚ يَخۡرُجُ مِنۢ بُطُونِهَا شَرَابٞ مُّخۡتَلِفٌ أَلۡوَٰنُهُۥ فِيهِ شِفَآءٞ لِّلنَّاسِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ
૬૯) અને દરેક પ્રકારના ફળો માંથી તેનો રસ ચૂસી લે, અને પોતાના પાલનહારએ નક્કી કરેલ માર્ગો પર ચાલ, તેમના પેટ માંથી રંગબેરંગી પીણું નીકળે છે, અને જેમાં લોકો માટે ઇલાજ છે. ચિંતન કરનારાઓ માટે આમાં પણ ખૂબ જ મોટી નિશાની છે.
وَٱللَّهُ خَلَقَكُمۡ ثُمَّ يَتَوَفَّىٰكُمۡۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرۡذَلِ ٱلۡعُمُرِ لِكَيۡ لَا يَعۡلَمَ بَعۡدَ عِلۡمٖ شَيۡـًٔاۚ إِنَّ ٱللَّهَ عَلِيمٞ قَدِيرٞ
૬૯) અલ્લાહએ તમને પેદા કર્યા અને તે જ તમને મુત્યુ આપે છે, અને તમારા માંથી કેટલાક લોકોને આધેડ વય સુધી પહોચાડી દઈએ છીએ, જેથી તે લોકો બધું જાણી લીધા પછી પણ કઈ પણ ન જાણી શકે, ખરેખર અલ્લાહ બધું જ જાણવાવાળો છે અને સપૂર્ણ કુદરત ધરાવે છે.
وَٱللَّهُ فَضَّلَ بَعۡضَكُمۡ عَلَىٰ بَعۡضٖ فِي ٱلرِّزۡقِۚ فَمَا ٱلَّذِينَ فُضِّلُواْ بِرَآدِّي رِزۡقِهِمۡ عَلَىٰ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَهُمۡ فِيهِ سَوَآءٌۚ أَفَبِنِعۡمَةِ ٱللَّهِ يَجۡحَدُونَ
૭૧) રોજી બાબતે અલ્લાહ તઆલાએ તમારા માંથી એકને બીજા પર પ્રાથમિકતા આપી રાખી છે, બસ ! જેમને રોજી વધારે આપવામાં આવી છે, તે પોતાની રોજી પોતાની હેઠળ કામ કરનારા મજૂરોને નથી આપતા, એ ભયથી કે તે (જેમને વધારે આપ્યું છે) અને તેઓ (મજૂરો) બન્ને સરખા થઇ જાય. તો શું આ લોકો અલ્લાહની નેઅમતોનો ઇન્કાર કરી રહ્યા છે.
وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۡ أَنفُسِكُمۡ أَزۡوَٰجٗا وَجَعَلَ لَكُم مِّنۡ أَزۡوَٰجِكُم بَنِينَ وَحَفَدَةٗ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِۚ أَفَبِٱلۡبَٰطِلِ يُؤۡمِنُونَ وَبِنِعۡمَتِ ٱللَّهِ هُمۡ يَكۡفُرُونَ
૭૨) અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું અને તમારી પત્નીઓ દ્વારા તમારા માટે તમારા બાળકો અને પૌત્ર પેદા કર્યા અને તમને સારી અને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, શું તો પણ તે લોકો બાટેલ પર યકીન ધરાવે છે? અને અલ્લાહ તઆલાની નેઅમતોને ઇન્કાર કરે છે?
وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَمۡلِكُ لَهُمۡ رِزۡقٗا مِّنَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ شَيۡـٔٗا وَلَا يَسۡتَطِيعُونَ
૭૩) અને તે લોકો અલ્લાહ તઆલાને છોડીને જેની બંદગી કરે છે તેઓ આકાશો અને ધરતી માંથી તમને રોજી પહોચાડવાનો કઈ પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેઓ આ કાર્ય કરી શકે છે.
فَلَا تَضۡرِبُواْ لِلَّهِ ٱلۡأَمۡثَالَۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ
૭૪) અલ્લાહ તઆલા માટે ઉદાહરણો ન આપો, અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે અને તમે નથી જાણતા.
۞ ضَرَبَ ٱللَّهُ مَثَلًا عَبۡدٗا مَّمۡلُوكٗا لَّا يَقۡدِرُ عَلَىٰ شَيۡءٖ وَمَن رَّزَقۡنَٰهُ مِنَّا رِزۡقًا حَسَنٗا فَهُوَ يُنفِقُ مِنۡهُ سِرّٗا وَجَهۡرًاۖ هَلۡ يَسۡتَوُۥنَۚ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ
૭૫) અલ્લાહ તઆલા એક ઉદાહરણનું વર્ણન કરે છે કે, એક ગુલામ છે, જે પોતે કોઈની માલિકી હેઠળ છે, તે કઈ પણ અધિકાર નથી ધરાવતો, અને એક બીજો વ્યક્તિ છે, જેને અમે પોતાની પાસેથી પૂરતી રોજી આપી છે, જેમાંથી તે છૂપી રીતે તથા જાહેર રીતે દાન કરે છે, શું આ બન્ને સરખાં હોઇ શકે છે ? અલ્લાહ તઆલા માટે જ બધી પ્રશંસા છે, પરંતુ ઘણા લોકો (આટલી સરળ વાત પણ) નથી સમજતા.
وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا رَّجُلَيۡنِ أَحَدُهُمَآ أَبۡكَمُ لَا يَقۡدِرُ عَلَىٰ شَيۡءٖ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوۡلَىٰهُ أَيۡنَمَا يُوَجِّههُّ لَا يَأۡتِ بِخَيۡرٍ هَلۡ يَسۡتَوِي هُوَ وَمَن يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَهُوَ عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
૭૬) અલ્લાહ તઆલા એક બીજું ઉદાહરણ વર્ણન કરે છે, બે વ્યક્તિઓ છે, જેમાંથી એક તો મૂંગો છે અને કોઈ વસ્તુ પર અધિકાર નથી ધરાવતો, પરંતુ તે પોતાના માલિક માટે બોજ છે, જ્યાં પણ તેને મોકલવામાં આવે તેનાથી ભલાઇની અપેક્ષા કરવામાં નથી આવતી, શું આ અને તે, જે ન્યાય કરવાનો આદેશ આપે છે તથા સત્યમાર્ગ પર જ ચાલે છે, બન્ને સરખાં હોઇ શકે છે ?
وَلِلَّهِ غَيۡبُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَمَآ أَمۡرُ ٱلسَّاعَةِ إِلَّا كَلَمۡحِ ٱلۡبَصَرِ أَوۡ هُوَ أَقۡرَبُۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
૭૭) આકાશો અને ધરતીમાં ગેબ(અદૃશ્ય)નું જ્ઞાન ફકત અલ્લાહ તઆલાને જ છે અને કયામતનો સમય એવો છે જેવું કે પાંપણ પલકવું, પરંતુ તેનાથી પણ વધારે નજીક (કયામત આવી જશે), નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
وَٱللَّهُ أَخۡرَجَكُم مِّنۢ بُطُونِ أُمَّهَٰتِكُمۡ لَا تَعۡلَمُونَ شَيۡـٔٗا وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
૭૮) અલ્લાહ તઆલાએ તમને તમારી માતાના પેટ માંથી (એવી સ્થિતિમાં) કાઢ્યા છે કે તમે કંઈ પણ નહતા જાણતા, તેણે જ તમારા કાન, આંખ અને દિલ બનાવ્યા, જેથી તમે આભાર વ્યક્ત કરો.
أَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ مُسَخَّرَٰتٖ فِي جَوِّ ٱلسَّمَآءِ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱللَّهُۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ
૭૯) શં તે લોકો પક્ષીઓને નથી જોતાં, જે આદેશનું અનુસરણ કરી હવામાં ઉડે છે, જેમને અલ્લાહ સિવાય કોઈ બીજાએ પકડી રાખ્યા નથી, નિ:શંક તેમાં ઇમાન લાવનારાઓ માટે ઘણી નિશાનીઓ છે.
وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۢ بُيُوتِكُمۡ سَكَنٗا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ ٱلۡأَنۡعَٰمِ بُيُوتٗا تَسۡتَخِفُّونَهَا يَوۡمَ ظَعۡنِكُمۡ وَيَوۡمَ إِقَامَتِكُمۡ وَمِنۡ أَصۡوَافِهَا وَأَوۡبَارِهَا وَأَشۡعَارِهَآ أَثَٰثٗا وَمَتَٰعًا إِلَىٰ حِينٖ
૮૦) અને અલ્લાહ તઆલાએ તમારા માટે તમારા ઘરોને શાંતિની જગ્યા બનાવી દીધી અને તેણે જ તમારા માટે ઢોરોના ચામડા માંથી એવા ઘર (તંબુ) બનાવી દીધા છે, જેને તમે એક જગ્યાએથી બીજે જવામાં અથવા તો એક જગ્યા પર રોકાવવામાં, બન્ને સ્થિતિમાં તે તમને હલકું લાગે છે, અને તેમના વાળ તથા ઉન વડે તમારા માટે ઘરોનો સામાન અને થોડાક સમય માટે રોજીનો સ્ત્રોત પણ બનાવ્યો.
وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَٰلٗا وَجَعَلَ لَكُم مِّنَ ٱلۡجِبَالِ أَكۡنَٰنٗا وَجَعَلَ لَكُمۡ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلۡحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأۡسَكُمۡۚ كَذَٰلِكَ يُتِمُّ نِعۡمَتَهُۥ عَلَيۡكُمۡ لَعَلَّكُمۡ تُسۡلِمُونَ
૮૧) અલ્લાહ એ જ તમારા માટે પોતાની સર્જન કરેલી વસ્તુઓ માંથી છાંયડો બનાવ્યો અને તેણે જ તમારા માટે પર્વતોમાં ગુફા બનાવી છે અને તેણે જ તમારા માટે એવા પોશાક બનાવ્યા જે તમને ગરમીથી બચાવે છે અને જે તમને યુદ્ધના સમયે કામ લાગે છે, તે આવી જ રીતે પોતાની નેઅમતો આપી રહ્યો છે જેથી તમે આજ્ઞાકારી બની જાવ.
فَإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ
૮૨) તો પણ જો આ લોકો મોઢું ફેરવે તો (હે નબી) તમારું કામ તો ફકત (આદેશ) સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું છે.
يَعۡرِفُونَ نِعۡمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكۡثَرُهُمُ ٱلۡكَٰفِرُونَ
૮૩) આ લોકો અલ્લાહની નેઅમતોને જાણવા છતાં ઇન્કાર કરી રહ્યા છે. પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો કૃતઘ્ન છે.
وَيَوۡمَ نَبۡعَثُ مِن كُلِّ أُمَّةٖ شَهِيدٗا ثُمَّ لَا يُؤۡذَنُ لِلَّذِينَ كَفَرُواْ وَلَا هُمۡ يُسۡتَعۡتَبُونَ
૮૪) અને અમે જે દિવસે દરેક ઉમ્મત (કોમ) માંથી સાક્ષીને ઊભોકરીશું, પછી ઇન્કાર કરનારાઓને ન તો (કારણ જણાવવાની) પરવાનગી આપવામાં આવશે અને ન તો તેમને તૌબા કરવાની તક આપવામાં આવશે.
وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُواْ ٱلۡعَذَابَ فَلَا يُخَفَّفُ عَنۡهُمۡ وَلَا هُمۡ يُنظَرُونَ
૮૫) અને જ્યારે જાલિમ લોકો અઝાબ જોઇ લેશે તો પછી તેમના (અઝાબને) હલકો કરવામાં નહિ આવે અને ન તો તેમને ઢીલ આપવામાં આવશે.
وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشۡرَكُواْ شُرَكَآءَهُمۡ قَالُواْ رَبَّنَا هَٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدۡعُواْ مِن دُونِكَۖ فَأَلۡقَوۡاْ إِلَيۡهِمُ ٱلۡقَوۡلَ إِنَّكُمۡ لَكَٰذِبُونَ
૮૬) અને જ્યારે મુશરિક લોકો પોતાના ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે હે અમારા પાલનહાર ! આ જ અમારા તે ભાગીદારો છે, જેમને અમે તને છોડીને પોકારતા હતા, બસ ! તેઓ (ભાગીદારો) તેમને જવાબ આપશે કે તમે તદ્દન જુઠ્ઠા છો.
وَأَلۡقَوۡاْ إِلَى ٱللَّهِ يَوۡمَئِذٍ ٱلسَّلَمَۖ وَضَلَّ عَنۡهُم مَّا كَانُواْ يَفۡتَرُونَ
૮૭) તે દિવસે તે સૌ (લાચાર બની) અલ્લાહના આજ્ઞાકારી હોવાનું કહેશે, અને જે આરોપ લગાવતા હતા તે બધાં આરોપોને ભૂલી જશે.
ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ زِدۡنَٰهُمۡ عَذَابٗا فَوۡقَ ٱلۡعَذَابِ بِمَا كَانُواْ يُفۡسِدُونَ
૮૮) (આ તે લોકો હશે) જેમણે કુફર કર્યો હશે, અને અલ્લાહના માર્ગથી રોકતા રહ્યા, અમે તેમના માટે એક પછી એક અઝાબ વધારતા જઇશું, એટલા માટે કે તેઓ વિદ્રોહી હતા.
وَيَوۡمَ نَبۡعَثُ فِي كُلِّ أُمَّةٖ شَهِيدًا عَلَيۡهِم مِّنۡ أَنفُسِهِمۡۖ وَجِئۡنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰٓؤُلَآءِۚ وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ
૮૯) અને જે દિવસે અમે દરેક ઉમ્મત માંથી તેમના માંથી જ સાક્ષી ઊભો કરીશું અને તેમના પર અમે તમને (હે નબી) સાક્ષી બનાવી લાવીશું અને અમે તમારા પર એવી કિતાબ ઉતારી છે, જેમાં દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને (તેમાં) મુસલમાનો માટે હિદાયત, રહમત (કૃપા) અને ખુશખબર છે.
۞ إِنَّ ٱللَّهَ يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَٱلۡإِحۡسَٰنِ وَإِيتَآيِٕ ذِي ٱلۡقُرۡبَىٰ وَيَنۡهَىٰ عَنِ ٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِ وَٱلۡبَغۡيِۚ يَعِظُكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ
૯૦) અલ્લાહ તઆલા તમને ન્યાય કરવાનો, એહસાન કરવાનો અને કુટુંબીજનોની (મદદ) કરવાનો આદેશ આપી રહ્યો છે અને અશ્લીલતા તથા વ્યર્થ કાર્યો અને વિદ્રોહ કરવાથી રોકે છે, તે એટલા માટે નસીહત કરી રહ્યો છે કે તમે (તેને કબુલ કરો) અને યાદ રાખો.
وَأَوۡفُواْ بِعَهۡدِ ٱللَّهِ إِذَا عَٰهَدتُّمۡ وَلَا تَنقُضُواْ ٱلۡأَيۡمَٰنَ بَعۡدَ تَوۡكِيدِهَا وَقَدۡ جَعَلۡتُمُ ٱللَّهَ عَلَيۡكُمۡ كَفِيلًاۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا تَفۡعَلُونَ
૯૧) અને જો તમે અલ્લાહ સાથે કોઈ કરાર કર્યો હોય તો તેને પૂરું કરો, અને મજબૂત સોગંદ લીધા પછી તેને ન તોડો, જો કે તમે પોતાની (વાતચીતમાં) અલ્લાહ તઆલાને જામીન ઠેરવી દીધો છે. તમે જે કંઈ પણ કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
وَلَا تَكُونُواْ كَٱلَّتِي نَقَضَتۡ غَزۡلَهَا مِنۢ بَعۡدِ قُوَّةٍ أَنكَٰثٗا تَتَّخِذُونَ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرۡبَىٰ مِنۡ أُمَّةٍۚ إِنَّمَا يَبۡلُوكُمُ ٱللَّهُ بِهِۦۚ وَلَيُبَيِّنَنَّ لَكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ مَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ
૯૨) અને તે સ્ત્રી જેવા ન થઇ જાવ, જેણે પોતાનું સુતર ખૂબ મહેનત કરી બનાવ્યું, પછી પોતે જ તેણે તેના ટુકડે-ટુકડા કરી દીધા, તમે પોતાની કસમોને પોતાના એકબીજા સાથે વ્યવહાર કરવા માટે ઉપયોગ કરતા હોવ છો, કે એક જૂથ બીજા જૂથ પાસેથી અયોગ્ય રીતે ફાયદો ઉઠાવી શકે, અલ્લાહ તઆલા તો તે (કસમો અને કરાર વડે) તમારી કસોટી કરી રહ્યો છે અને કયામતના દિવસે તે દરેક વસ્તુનું સ્પષ્ટ રીતે વર્ણન કરી દેશે,જેમાં તમે મતભેદ કરી રહ્યા હતા.
وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَلَتُسۡـَٔلُنَّ عَمَّا كُنتُمۡ تَعۡمَلُونَ
૯૩) જો અલ્લાહ ઇચ્છે તો તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ઇચ્છે તેને ગુમરાહ કરે છે અને જેને ઇચ્છે છે હિદાયત આપે છે. ખરેખર તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેના વિશે પૂછપરછ કરવામાં આવશે.
وَلَا تَتَّخِذُوٓاْ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ فَتَزِلَّ قَدَمُۢ بَعۡدَ ثُبُوتِهَا وَتَذُوقُواْ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمۡ عَن سَبِيلِ ٱللَّهِ وَلَكُمۡ عَذَابٌ عَظِيمٞ
૯૪) અને તમે પોતાની કસમોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, નહિ તો તમારા પગ મજબૂત થઇ ગયા પછી ફરી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકતા હતા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે.
وَلَا تَشۡتَرُواْ بِعَهۡدِ ٱللَّهِ ثَمَنٗا قَلِيلًاۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ
૯૫) તમે અલ્લાહને આપેલ વચનને નજીવી કિંમતે ન વેચો, યાદ રાખો ! જે કઈ (બદલો) અલ્લાહ પાસે છે, તે જ તમારા માટે ઉત્તમ છે, શરત એ કે તમે જાણતા હોવ.
مَا عِندَكُمۡ يَنفَدُ وَمَا عِندَ ٱللَّهِ بَاقٖۗ وَلَنَجۡزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓاْ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ
૯૬) તમારી પાસે જે કંઈ પણ છે બધું નષ્ટ થઇ જશે અને અલ્લાહ તઆલા પાસે જે કંઈ પણ છે તે બાકી રહેશે, અને સબર કરનારાઓ માટે તેમના ભલાઇના બદલામાં શ્રેષ્ઠ બદલો આપીશું.
مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ
૯૭) જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું.
فَإِذَا قَرَأۡتَ ٱلۡقُرۡءَانَ فَٱسۡتَعِذۡ بِٱللَّهِ مِنَ ٱلشَّيۡطَٰنِ ٱلرَّجِيمِ
૯૮) કુરઆન પઢતી વખતે, ધૃત્કારેલા શેતાનથી અલ્લાહનું શરણ માંગો.
إِنَّهُۥ لَيۡسَ لَهُۥ سُلۡطَٰنٌ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ
૯૯) ઇમાનવાળાઓ અને પોતાના પાલનહાર પર ભરોસો કરનારાઓ પર (શેતાન)નો પ્રભાવ ક્યારેય નથી પડતો.
إِنَّمَا سُلۡطَٰنُهُۥ عَلَى ٱلَّذِينَ يَتَوَلَّوۡنَهُۥ وَٱلَّذِينَ هُم بِهِۦ مُشۡرِكُونَ
૧૦૦) હાં, તેનો પ્રભાવ તેમના પર તો જરૂર પડે છે, જે તેની સાથે જ દોસ્તી કરે અને આવા લોકો જ અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવતા હોય છે. .
وَإِذَا بَدَّلۡنَآ ءَايَةٗ مَّكَانَ ءَايَةٖ وَٱللَّهُ أَعۡلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓاْ إِنَّمَآ أَنتَ مُفۡتَرِۭۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ
૧૦૧) અને જ્યારે અમે એક આયતનાં બદલામાં બીજી આયત બદલીને ઉતારીએ છીએ, અને અલ્લાહ જે કઈ પણ ઉતારે છે, તેની (યોગ્યતા) તે ખૂબ સારી રીતે જાણે છે, તો તેઓ લોકો કહે છે કે તમે પોતે પોતાની પાસેથી આ આયત બનાવી લાવ્યા છો, વાત એ છે કે તેમના માંથી વધારે પડતા લોકો જાણતા જ નથી.
قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ
૧૦૨) કહી દો કે આ (કુરઆન) તમારા પાલનહાર તરફથી જિબ્રઇલ સત્ય સાથે લઇને આવ્યા છે, જેથી અલ્લાહ તઆલા ઇમાનવાળાઓના ઈમાનને મજબુત કરી દે, અને મુસલમાનો માટે હિદાયત અને ખુશખબર છે.
وَلَقَدۡ نَعۡلَمُ أَنَّهُمۡ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٞۗ لِّسَانُ ٱلَّذِي يُلۡحِدُونَ إِلَيۡهِ أَعۡجَمِيّٞ وَهَٰذَا لِسَانٌ عَرَبِيّٞ مُّبِينٌ
૧૦૩) અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે કાફિરો કહે છે કે એક વ્યક્તિ છે, જે આ (નબી) ને (આ કુરઆન) શિખવાડે છે, જો કે આ લોકો જેની તરફ ઈશારો આપી રહ્યા છે તે તો અજમી (અરબ સિવાયના લોકો) છે, અને આ (કુરઆન) તો સ્પષ્ટ અરબી ભાષામાં છે.
إِنَّ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ لَا يَهۡدِيهِمُ ٱللَّهُ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٌ
૧૦૪) જે લોકો અલ્લાહ તઆલાની આયતો પર ઇમાન નથી ધરાવતા, તેમને અલ્લાહ તરફથી કોઈ માર્ગદર્શન નથી મળતું અને તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
إِنَّمَا يَفۡتَرِي ٱلۡكَذِبَ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِـَٔايَٰتِ ٱللَّهِۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَٰذِبُونَ
૧૦૫) જુઠી વાત તો તે લોકો જ ઘડે છે, જેઓ અલ્લાહની આયાતો પર ઈમાન નથી લાવતા, આ જ લોકો જુઠ્ઠા છે.
مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعۡدِ إِيمَٰنِهِۦٓ إِلَّا مَنۡ أُكۡرِهَ وَقَلۡبُهُۥ مُطۡمَئِنُّۢ بِٱلۡإِيمَٰنِ وَلَٰكِن مَّن شَرَحَ بِٱلۡكُفۡرِ صَدۡرٗا فَعَلَيۡهِمۡ غَضَبٞ مِّنَ ٱللَّهِ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ
૧૦૬) જે વ્યક્તિ ઇમાન લાવ્યા પછી અલ્લાહનો ઇન્કાર કરે, હા જે લોકોને મજબુર કરી દેવામાં આવે, પરંતુ તેમનું દિલ ઈમાન પર જ સંતુષ્ટ પામતું હોય તો (તે માફ કરી દેવામાં આવશે) પરતું જે લોકો ખુશી ખુશી કુફર કરે તો આવા લોકો પર અલ્લાહનો ગઝબ (ગુસ્સો) છે, અને તેમના માટે જ મોટો અઝાબ છે.
ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسۡتَحَبُّواْ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا عَلَى ٱلۡأٓخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡكَٰفِرِينَ
૧૦૭) આ એટલા માટે કે તે લોકોએ આખિરતના બદલામાં દુનિયાના જીવનને પસંદ કર્યું, ખરેખર અલ્લાહ તઆલા કુફર કરનારાઓને સત્ય માર્ગદર્શન નથી આપતો.
أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡغَٰفِلُونَ
૧૦૮) આ તે લોકો છે, જેમના દિલો, કાન અને જેમની આંખો પર અલ્લાહએ મહોર લગાવી દીધી છે અને આ જ લોકો બેદરકાર છે.
لَا جَرَمَ أَنَّهُمۡ فِي ٱلۡأٓخِرَةِ هُمُ ٱلۡخَٰسِرُونَ
૧૦૯) કોઈ શંકા નથી કે આ જ લોકો આખિરતમાં સખત નુકસાન ઉઠાવનારા હશે.
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُواْ مِنۢ بَعۡدِ مَا فُتِنُواْ ثُمَّ جَٰهَدُواْ وَصَبَرُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٞ
૧૧૦) જે લોકોને (ઇમાન લાવ્યા પછી) સતાવવામાં આવ્યા અને ત્યાર પછી તે લોકોએ હિજરત કરી પછી જેહાદ કર્યું અને સબર કરતા રહ્યા, તો નિ:શંક તમારો પાલનહાર આ વાતો પછી તેમને માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
۞ يَوۡمَ تَأۡتِي كُلُّ نَفۡسٖ تُجَٰدِلُ عَن نَّفۡسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ
૧૧૧) જે દિવસે દરેક વ્યક્તિ પોતાના માટે ઝઘડો કરતો આવશે અને દરેક વ્યક્તિને, તેણે કરેલા કાર્યોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તેમના પર ઝુલ્મ કરવામાં નહીં આવે.
وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا قَرۡيَةٗ كَانَتۡ ءَامِنَةٗ مُّطۡمَئِنَّةٗ يَأۡتِيهَا رِزۡقُهَا رَغَدٗا مِّن كُلِّ مَكَانٖ فَكَفَرَتۡ بِأَنۡعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلۡجُوعِ وَٱلۡخَوۡفِ بِمَا كَانُواْ يَصۡنَعُونَ
૧૧૨) અલ્લાહ તઆલા એક વસ્તીનું ઉદાહરણ આપે છે, તે વસ્તીના લોકો સંપૂર્ણ શાંતિ અને સંતોષથી જીવન વિતાવી રહ્યા હતા, અને તેમની રોજી તેઓની પાસે પુષ્કળ પ્રમાણમાં દરેક જગ્યાએથી આવતી હતી, પછી તે લોકોએ અલ્લાહ તઆલાની નેઅમતોનો ઇન્કાર કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમને પોતાના કાર્યોના બદલામાં ભુખમરા અને ભયનો સ્વાદ ચખાડ્યો.
وَلَقَدۡ جَآءَهُمۡ رَسُولٞ مِّنۡهُمۡ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ ٱلۡعَذَابُ وَهُمۡ ظَٰلِمُونَ
૧૧૩) તેમની પાસે તેમના માંથી જ પયગંબર આવ્યા હતા, જેમને તેઓએ જુઠલાવ્યા, બસ ! તે લોકો પર અઝાબ આવી પહોંચ્યો અને તે લોકો ઝાલિમ લોકો જ હતા.
فَكُلُواْ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَٰلٗا طَيِّبٗا وَٱشۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ
૧૧૪) જે કંઈ પણ હલાલ અને પવિત્ર રોજી અલ્લાહએ તમને આપી છે, તેને ખાઓ અને અલ્લાહની નેઅમતનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.
إِنَّمَا حَرَّمَ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةَ وَٱلدَّمَ وَلَحۡمَ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۖ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ
૧૧૫) તમારા માટે ફકત મૃત (ઢોર), લોહી, ડુક્કરનું માંસ અને તે દરેક વસ્તુ જે અલ્લાહના નામ સિવાય અન્ય નામ પર ઝબેહ કરવામાં આવી હોય, તે હરામ છે. પછી જો કોઈ વ્યક્તિને (આ બધી વસ્તુ ખાવા માટે) લાચાર કરી દેવામાં આવે, શરત એ કે શરીઅતના નિયમોનું ઉલંઘન કરવાવાળો હોય અને ન તો જરૂરત કરતા વધારે ખાવાવાળો હોય, (તો આવા વ્યક્તિને) અલ્લાહ માફ કરવાવાળો અને તેના પર રહમ કરવાવાળો છે.
وَلَا تَقُولُواْ لِمَا تَصِفُ أَلۡسِنَتُكُمُ ٱلۡكَذِبَ هَٰذَا حَلَٰلٞ وَهَٰذَا حَرَامٞ لِّتَفۡتَرُواْ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۚ إِنَّ ٱلَّذِينَ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ لَا يُفۡلِحُونَ
૧૧૬) જે જુઠી વાત તમારિ ઝબાન પર આવી જાય, તો તેના કારણે એમ ન કહો કે આ વસ્તુ હલાલ છે, અને આ વસ્તુ હરામ છે, આવું કરવાથી તમે ક્યાંક અલ્લાહ પર જૂઠાણું બાંધી શકો છો, સમજી લો કે અલ્લાહ તઆલા પર જૂઠાણું બાંધનાર ક્યારેય સફળ થતો નથી.
مَتَٰعٞ قَلِيلٞ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ
૧૧૭) (આવી જુઠી વાતનો ) ફાયદો સામાન્ય મળે છે, પરતું (આખિરતમાં) તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا مَا قَصَصۡنَا عَلَيۡكَ مِن قَبۡلُۖ وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ
૧૧૮) અને યહૂદી લોકો માટે, જે કંઈ પણ અમે હરામ ઠેરાવ્યું હતું, તેનું વર્ણન અમે પહેલા જ કરી ચૂક્યા છે, અમે તેમના પર ઝુલ્મ નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર ઝુલ્મ કરતા રહ્યા.
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُواْ ٱلسُّوٓءَ بِجَهَٰلَةٖ ثُمَّ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٌ
૧૧૯) જે કોઈ વ્યક્તિ અજાણતામાં ખરાબ કાર્ય કરી લે, પછી તૌબા કરી લે અને પોતાની ઈસ્લાહ (સુધારો) પણ કરી લે તો પછી તમારો પાલનહાર ખરેખર ઘણો જ માફ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે.
إِنَّ إِبۡرَٰهِيمَ كَانَ أُمَّةٗ قَانِتٗا لِّلَّهِ حَنِيفٗا وَلَمۡ يَكُ مِنَ ٱلۡمُشۡرِكِينَ
૧૨૦) નિ:શંક ઇબ્રાહીમ (પોતાનામાં) એક ઉમ્મત હતા, અને અલ્લાહ તઆલાના આજ્ઞાકારી બંદા, અને સંપૂર્ણ નિખાલસતાવાળા હતા, તે મુશરિક લોકો માંથી ન હતા.
شَاكِرٗا لِّأَنۡعُمِهِۚ ٱجۡتَبَىٰهُ وَهَدَىٰهُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
૧૨૧) અલ્લાહ તઆલાની નેઅમતોનો આભાર વ્યકત કરતા હતા, અલ્લાહ તઆલાએ તેમને પસંદ લીધા હતા અને તેમને સત્ય માર્ગનું માર્ગદર્શન આપી દીધું.
وَءَاتَيۡنَٰهُ فِي ٱلدُّنۡيَا حَسَنَةٗۖ وَإِنَّهُۥ فِي ٱلۡأٓخِرَةِ لَمِنَ ٱلصَّٰلِحِينَ
૧૨૨) અમે તેમને દુનિયામાં પણ શ્રેષ્ઠતા આપી હતી અને નિ:શંક તે આખિરતમાં પણ સદાચારી લોકો માંથી છે.
ثُمَّ أَوۡحَيۡنَآ إِلَيۡكَ أَنِ ٱتَّبِعۡ مِلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۖ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ
૧૨૩) પછી અમે તમારી તરફ વહી ઉતારી કે તમે ઇબ્રાહીમના પંથનું અનુસરણ કરો, જે મુશરિક લોકો માંથી ન હતા.
إِنَّمَا جُعِلَ ٱلسَّبۡتُ عَلَى ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِيهِۚ وَإِنَّ رَبَّكَ لَيَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ
૧૨૪) શનિવારના દિવસની મહત્વતા તો ફકત તે લોકો માટે જ હતી, જે લોકોએ તેમાં વિવાદ કર્યો હતો, વાત એ છે કે તમારો પાલનહાર પોતે જ તેમની વચ્ચે તેમના મતભેદનો નિર્ણય કયામતના દિવસે કરશે.
ٱدۡعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِٱلۡحِكۡمَةِ وَٱلۡمَوۡعِظَةِ ٱلۡحَسَنَةِۖ وَجَٰدِلۡهُم بِٱلَّتِي هِيَ أَحۡسَنُۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ
૧૨૫) (હે નબી !) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે.
وَإِنۡ عَاقَبۡتُمۡ فَعَاقِبُواْ بِمِثۡلِ مَا عُوقِبۡتُم بِهِۦۖ وَلَئِن صَبَرۡتُمۡ لَهُوَ خَيۡرٞ لِّلصَّٰبِرِينَ
૧૨૬) અને જો બદલો લેવો હોય તો એટલો જ લો, જેટલી તકલીફ તમને પહોંચાડવામાં આવી હોય અને જો સબર કરી લો તો, નિ:શંક સબર કરનાર માટે આ જ વાત ઉત્તમ છે.
وَٱصۡبِرۡ وَمَا صَبۡرُكَ إِلَّا بِٱللَّهِۚ وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَلَا تَكُ فِي ضَيۡقٖ مِّمَّا يَمۡكُرُونَ
૧૨૭) તમે સબર કરો અને તમારું સબર કરવું (અલ્લાહની જ તૌફીક) થી છે, અને તેમની સ્થિતિ પર નિરાશ ન થશો અને જે યુક્તિઓ આ લોકો કરતા રહે છે તેનાથી સંકુચિત ન થશો.
إِنَّ ٱللَّهَ مَعَ ٱلَّذِينَ ٱتَّقَواْ وَّٱلَّذِينَ هُم مُّحۡسِنُونَ
૧૨૮) નિ:શંક અલ્લાહ તઆલા પરહેજગારો અને સદાચારી લોકો સાથે છે.
مشاركة عبر