ګوجراتي ژباړه
ګوجراتي ژبې ته د قران کریم د معناګانو ژباړه، ژباړوونکی: رابیلا العمري، د مرکز البحوث الاسلامیة والتعلیم رئېس -نادیاد ګوجرات- نشروونکی: البر بنسټ - مومبای ۲۰۱۷م.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે.
ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
(જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).
مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ
બદલાના દિવસ (કયામત) નો માલિક છે.
إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.
ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.
صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ
તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે.
مشاركة عبر