Header Include

ګوجراتي ژباړه

ګوجراتي ژبې ته د قران کریم د معناګانو ژباړه، ژباړوونکی: رابیلا العمري، د مرکز البحوث الاسلامیة والتعلیم رئېس -نادیاد ګوجرات- نشروونکی: البر بنسټ - مومبای ۲۰۱۷م.

QR Code https://quran.islamcontent.com/ps/gujarati_omari

وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰ

૧) રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.

૧) રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.

وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ

૨) કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.

૨) કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.

وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلۡأُنثَىٰٓ

૩)તે હસ્તીની કસમ ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

૩)તે હસ્તીની કસમ ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

إِنَّ سَعۡيَكُمۡ لَشَتَّىٰ

૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ

૫) પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.

૫) પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.

وَصَدَّقَ بِٱلۡحُسۡنَىٰ

૬) અને સારી વાતોની પુષ્ટિ કરી.

૬) અને સારી વાતોની પુષ્ટિ કરી.

فَسَنُيَسِّرُهُۥ لِلۡيُسۡرَىٰ

૭) તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.

૭) તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.

وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسۡتَغۡنَىٰ

૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.

૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.

وَكَذَّبَ بِٱلۡحُسۡنَىٰ

૯) અને સારી વાતોને જુઠલાવી

૯) અને સારી વાતોને જુઠલાવી

فَسَنُيَسِّرُهُۥ لِلۡعُسۡرَىٰ

૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

وَمَا يُغۡنِي عَنۡهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ

૧૧) અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.

૧૧) અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.

إِنَّ عَلَيۡنَا لَلۡهُدَىٰ

૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

وَإِنَّ لَنَا لَلۡأٓخِرَةَ وَٱلۡأُولَىٰ

૧૩) અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.

૧૩) અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.

فَأَنذَرۡتُكُمۡ نَارٗا تَلَظَّىٰ

૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

لَا يَصۡلَىٰهَآ إِلَّا ٱلۡأَشۡقَى

૧૫) જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.

૧૫) જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.

ٱلَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ

૧૬) જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

૧૬) જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

وَسَيُجَنَّبُهَا ٱلۡأَتۡقَى

૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.

૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.

ٱلَّذِي يُؤۡتِي مَالَهُۥ يَتَزَكَّىٰ

૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعۡمَةٖ تُجۡزَىٰٓ

૧૯) તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.

૧૯) તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.

إِلَّا ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِ ٱلۡأَعۡلَىٰ

૨૦) પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)

૨૦) પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)

وَلَسَوۡفَ يَرۡضَىٰ

૨૧) નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.

૨૧) નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.
Footer Include