Header Include

ګوجراتي ژباړه

ګوجراتي ژبې ته د قران کریم د معناګانو ژباړه، ژباړوونکی: رابیلا العمري، د مرکز البحوث الاسلامیة والتعلیم رئېس -نادیاد ګوجرات- نشروونکی: البر بنسټ - مومبای ۲۰۱۷م.

QR Code https://quran.islamcontent.com/ps/gujarati_omari

قُلۡ أُوحِيَ إِلَيَّ أَنَّهُ ٱسۡتَمَعَ نَفَرٞ مِّنَ ٱلۡجِنِّ فَقَالُوٓاْ إِنَّا سَمِعۡنَا قُرۡءَانًا عَجَبٗا

૧) (હે મુહમ્મદ) તમે તેમને કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે આ (કુરઆનને) ધ્યાનથી સાંભળ્યુ પછી (પોતાની કોમ તરફ જઈને) કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે.

يَهۡدِيٓ إِلَى ٱلرُّشۡدِ فَـَٔامَنَّا بِهِۦۖ وَلَن نُّشۡرِكَ بِرَبِّنَآ أَحَدٗا

૨) જે ભલાઈનો માર્ગ બતાવે છે. એટલે અમે તેના પર ઇમાન લઇ આવ્યા. અને અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ.

وَأَنَّهُۥ تَعَٰلَىٰ جَدُّ رَبِّنَا مَا ٱتَّخَذَ صَٰحِبَةٗ وَلَا وَلَدٗا

૩) અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ બુલંદ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો.

وَأَنَّهُۥ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى ٱللَّهِ شَطَطٗا

૪) અને એ કે આપણા માંથી મૂર્ખ લોકો અલ્લાહ વિશે જુઠી વાત ઘડતા રહે છે.

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلۡإِنسُ وَٱلۡجِنُّ عَلَى ٱللَّهِ كَذِبٗا

૫) અને એ કે અમે તો એવું જ સમજતા હતા કે માનવી અને જિન્નાત અલ્લાહ વિશે કદાપી જૂઠ બોલી નથી શકતા.

وَأَنَّهُۥ كَانَ رِجَالٞ مِّنَ ٱلۡإِنسِ يَعُوذُونَ بِرِجَالٖ مِّنَ ٱلۡجِنِّ فَزَادُوهُمۡ رَهَقٗا

૬) અને એ કે માનવીઓ માંથી કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતોનાં ઘમંડમાં વધારો થયો.

وَأَنَّهُمۡ ظَنُّواْ كَمَا ظَنَنتُمۡ أَن لَّن يَبۡعَثَ ٱللَّهُ أَحَدٗا

૭) અને એ કે માનવીઓ પણ એવું જ સમજતા હતા કે જેવું તામે સમજો છો કે અલ્લાહ કોઇને પણ ક્યારેય બીજીવાર જીવીત નહીં કરે.

وَأَنَّا لَمَسۡنَا ٱلسَّمَآءَ فَوَجَدۡنَٰهَا مُلِئَتۡ حَرَسٗا شَدِيدٗا وَشُهُبٗا

૮) અને એ કે અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓથી છવાયેલુ જોયુ.

وَأَنَّا كُنَّا نَقۡعُدُ مِنۡهَا مَقَٰعِدَ لِلسَّمۡعِۖ فَمَن يَسۡتَمِعِ ٱلۡأٓنَ يَجِدۡ لَهُۥ شِهَابٗا رَّصَدٗا

૯) અને એ કે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવશે તો તે એક અંગારાને પોતાની લાગમાં જોશે.

وَأَنَّا لَا نَدۡرِيٓ أَشَرٌّ أُرِيدَ بِمَن فِي ٱلۡأَرۡضِ أَمۡ أَرَادَ بِهِمۡ رَبُّهُمۡ رَشَدٗا

૧૦) અને એ કે અમે ન જાણી શક્યા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે.

وَأَنَّا مِنَّا ٱلصَّٰلِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَۖ كُنَّا طَرَآئِقَ قِدَدٗا

૧૧) અને એ કે અમારા માંથી કેટલાક તો સદાચારીઓ છે. અને કેટલાક તેના કરતા નીચા દરજજાના છે, અમે વિવિધ તરીકા પર વહેંચાયેલા છીએ.

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن نُّعۡجِزَ ٱللَّهَ فِي ٱلۡأَرۡضِ وَلَن نُّعۡجِزَهُۥ هَرَبٗا

૧૨) અને અમને યકીન થઇ ગયું છે કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ.

وَأَنَّا لَمَّا سَمِعۡنَا ٱلۡهُدَىٰٓ ءَامَنَّا بِهِۦۖ فَمَن يُؤۡمِنۢ بِرَبِّهِۦ فَلَا يَخَافُ بَخۡسٗا وَلَا رَهَقٗا

૧૩) અને એ કે જ્યારે હિદયાત (ની વાત) સાંભળી તો અમે તેના પર ઇમાન લઈ લાવ્યા અને જે કોઈ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો ભય હશે.

وَأَنَّا مِنَّا ٱلۡمُسۡلِمُونَ وَمِنَّا ٱلۡقَٰسِطُونَۖ فَمَنۡ أَسۡلَمَ فَأُوْلَٰٓئِكَ تَحَرَّوۡاْ رَشَدٗا

૧૪) અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો.

وَأَمَّا ٱلۡقَٰسِطُونَ فَكَانُواْ لِجَهَنَّمَ حَطَبٗا

૧૫) અને જે અન્યાયી લોકો છે તે જહન્નમનું ઇંધણ બનશે.

وَأَلَّوِ ٱسۡتَقَٰمُواْ عَلَى ٱلطَّرِيقَةِ لَأَسۡقَيۡنَٰهُم مَّآءً غَدَقٗا

૧૬) અને જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા.

لِّنَفۡتِنَهُمۡ فِيهِۚ وَمَن يُعۡرِضۡ عَن ذِكۡرِ رَبِّهِۦ يَسۡلُكۡهُ عَذَابٗا صَعَدٗا

૧૭) જેથી અમે આ નેઅમત વડે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત અઝાબમાં નાખી દેશે.

وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا

૧૮) અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.

وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبۡدُ ٱللَّهِ يَدۡعُوهُ كَادُواْ يَكُونُونَ عَلَيۡهِ لِبَدٗا

૧૯) અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા.

قُلۡ إِنَّمَآ أَدۡعُواْ رَبِّي وَلَآ أُشۡرِكُ بِهِۦٓ أَحَدٗا

૨૦) તમે તેમને કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારુ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો.

قُلۡ إِنِّي لَآ أَمۡلِكُ لَكُمۡ ضَرّٗا وَلَا رَشَدٗا

૨૧) કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો.

قُلۡ إِنِّي لَن يُجِيرَنِي مِنَ ٱللَّهِ أَحَدٞ وَلَنۡ أَجِدَ مِن دُونِهِۦ مُلۡتَحَدًا

૨૨) કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું.

إِلَّا بَلَٰغٗا مِّنَ ٱللَّهِ وَرِسَٰلَٰتِهِۦۚ وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَإِنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآ أَبَدًا

૨૩) પરંતુ હું અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દઉ, (હવે) જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે. જેમાં તેઓ હંમેશા રહેશે.

حَتَّىٰٓ إِذَا رَأَوۡاْ مَا يُوعَدُونَ فَسَيَعۡلَمُونَ مَنۡ أَضۡعَفُ نَاصِرٗا وَأَقَلُّ عَدَدٗا

૨૪) (આ લોકો પોતાના માર્ગથી અહી હટે) અહીં સુધી કે તેઓ તેને (અઝાબ) જોઇ ન લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે.

قُلۡ إِنۡ أَدۡرِيٓ أَقَرِيبٞ مَّا تُوعَدُونَ أَمۡ يَجۡعَلُ لَهُۥ رَبِّيٓ أَمَدًا

૨૫) કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે.

عَٰلِمُ ٱلۡغَيۡبِ فَلَا يُظۡهِرُ عَلَىٰ غَيۡبِهِۦٓ أَحَدًا

૨૬) તે ગૈબ જાણવાવાળો છે અને તે પોતાના ગૈબની જાણ કોઈને નથી આપતો.

إِلَّا مَنِ ٱرۡتَضَىٰ مِن رَّسُولٖ فَإِنَّهُۥ يَسۡلُكُ مِنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦ رَصَدٗا

૨૭) સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે.

لِّيَعۡلَمَ أَن قَدۡ أَبۡلَغُواْ رِسَٰلَٰتِ رَبِّهِمۡ وَأَحَاطَ بِمَا لَدَيۡهِمۡ وَأَحۡصَىٰ كُلَّ شَيۡءٍ عَدَدَۢا

૨૮) જેથી તે જાણી લે કે તેઓએ પોતાના પાલનહારનાં આદેશો પહોચાડી દીધા છે, અને તે તેમની દરેક સ્થિતિને ઘેરી રાખી છે, અને તેણે દરેક વસ્તુની સંપૂર્ણ રીતે ગણતરી કરી રાખી છે.

Footer Include