ګوجراتي ژباړه
ګوجراتي ژبې ته د قران کریم د معناګانو ژباړه، ژباړوونکی: رابیلا العمري، د مرکز البحوث الاسلامیة والتعلیم رئېس -نادیاد ګوجرات- نشروونکی: البر بنسټ - مومبای ۲۰۱۷م.
حمٓ
૧) હા-મીમ્
وَٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ
૨) તે કિતાબની કસમ ! જે સત્યને સ્પષ્ટ કરે છે.
إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةٖ مُّبَٰرَكَةٍۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
૩) નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં ઉતારી છે, નિ:શંક અમે સચેત કરનારા છે.
فِيهَا يُفۡرَقُ كُلُّ أَمۡرٍ حَكِيمٍ
૪) તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે.
أَمۡرٗا مِّنۡ عِندِنَآۚ إِنَّا كُنَّا مُرۡسِلِينَ
૫) ખરેખર અમે જ પયગંબર બનાવી મોકલીએ છીએ,
رَحۡمَةٗ مِّن رَّبِّكَۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ
૬) અને આ તમારા પાલનહારની કૃપાથી હતું, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.
رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَمَا بَيۡنَهُمَآۖ إِن كُنتُم مُّوقِنِينَ
૭) જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય.
لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ رَبُّكُمۡ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلۡأَوَّلِينَ
૮) તેના સિવાય કોઇ ઇલાહનથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.
بَلۡ هُمۡ فِي شَكّٖ يَلۡعَبُونَ
૯) પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરી રહ્યા છે.
فَٱرۡتَقِبۡ يَوۡمَ تَأۡتِي ٱلسَّمَآءُ بِدُخَانٖ مُّبِينٖ
૧૦) તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે.
يَغۡشَى ٱلنَّاسَۖ هَٰذَا عَذَابٌ أَلِيمٞ
૧૧) જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત અઝાબ હશે.
رَّبَّنَا ٱكۡشِفۡ عَنَّا ٱلۡعَذَابَ إِنَّا مُؤۡمِنُونَ
૧૨) (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર ! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.
أَنَّىٰ لَهُمُ ٱلذِّكۡرَىٰ وَقَدۡ جَآءَهُمۡ رَسُولٞ مُّبِينٞ
૧૩) તે સમયે તેમને નસીહત ફાયદો નહિ પહોચાડે, જો કે સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,.
ثُمَّ تَوَلَّوۡاْ عَنۡهُ وَقَالُواْ مُعَلَّمٞ مَّجۡنُونٌ
૧૪) તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે.
إِنَّا كَاشِفُواْ ٱلۡعَذَابِ قَلِيلًاۚ إِنَّكُمۡ عَآئِدُونَ
૧૫) અમે અઝાબને સહેજ દૂર કરી દઇશું તો તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો.
يَوۡمَ نَبۡطِشُ ٱلۡبَطۡشَةَ ٱلۡكُبۡرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ
૧૬) જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે.
۞ وَلَقَدۡ فَتَنَّا قَبۡلَهُمۡ قَوۡمَ فِرۡعَوۡنَ وَجَآءَهُمۡ رَسُولٞ كَرِيمٌ
૧૭) નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા.
أَنۡ أَدُّوٓاْ إِلَيَّ عِبَادَ ٱللَّهِۖ إِنِّي لَكُمۡ رَسُولٌ أَمِينٞ
૧૮) (જેણે કહ્યું) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.
وَأَن لَّا تَعۡلُواْ عَلَى ٱللَّهِۖ إِنِّيٓ ءَاتِيكُم بِسُلۡطَٰنٖ مُّبِينٖ
૧૯) અને એ કે તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ.
وَإِنِّي عُذۡتُ بِرَبِّي وَرَبِّكُمۡ أَن تَرۡجُمُونِ
૨૦) અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો.
وَإِن لَّمۡ تُؤۡمِنُواْ لِي فَٱعۡتَزِلُونِ
૨૧) અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો.
فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَٰٓؤُلَآءِ قَوۡمٞ مُّجۡرِمُونَ
૨૨) પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે.
فَأَسۡرِ بِعِبَادِي لَيۡلًا إِنَّكُم مُّتَّبَعُونَ
૨૩) (અલ્લાહએ આદેશ આપ્યો) કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ, ખરેખર (આ લોકો) તમારી પાછળ આવશે.
وَٱتۡرُكِ ٱلۡبَحۡرَ رَهۡوًاۖ إِنَّهُمۡ جُندٞ مُّغۡرَقُونَ
૨૪) તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર તેમના લશ્કરને ડુબાડી દેવામાં આવશે.
كَمۡ تَرَكُواْ مِن جَنَّٰتٖ وَعُيُونٖ
૨૫) તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા.
وَزُرُوعٖ وَمَقَامٖ كَرِيمٖ
૨૬) તથા ખેતરો અને શાંતિવાળા ઘર.
وَنَعۡمَةٖ كَانُواْ فِيهَا فَٰكِهِينَ
૨૭) અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી.
كَذَٰلِكَۖ وَأَوۡرَثۡنَٰهَا قَوۡمًا ءَاخَرِينَ
૨૮) આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા.
فَمَا بَكَتۡ عَلَيۡهِمُ ٱلسَّمَآءُ وَٱلۡأَرۡضُ وَمَا كَانُواْ مُنظَرِينَ
૨૯) ન તો તેમના માટે આકાશ રડ્યું અને ન તો ઝમીન અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી.
وَلَقَدۡ نَجَّيۡنَا بَنِيٓ إِسۡرَٰٓءِيلَ مِنَ ٱلۡعَذَابِ ٱلۡمُهِينِ
૩૦) અને નિ:શંક અમે (જ) બની ઇસ્રાઇલને અપમાનિત કરી દેનારા અઝાબથી છુટકારો આપ્યો.
مِن فِرۡعَوۡنَۚ إِنَّهُۥ كَانَ عَالِيٗا مِّنَ ٱلۡمُسۡرِفِينَ
૩૧) (અર્થાત) ફિરઔનથી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો.
وَلَقَدِ ٱخۡتَرۡنَٰهُمۡ عَلَىٰ عِلۡمٍ عَلَى ٱلۡعَٰلَمِينَ
૩૨) અને અમે બની ઇસ્રાઇલને પોતાના ઇલ્મના કારણે સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી.
وَءَاتَيۡنَٰهُم مِّنَ ٱلۡأٓيَٰتِ مَا فِيهِ بَلَٰٓؤٞاْ مُّبِينٌ
૩૩) અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી, જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.
إِنَّ هَٰٓؤُلَآءِ لَيَقُولُونَ
૩૪) આ લોકો તો આવું જ કહે છે,
إِنۡ هِيَ إِلَّا مَوۡتَتُنَا ٱلۡأُولَىٰ وَمَا نَحۡنُ بِمُنشَرِينَ
૩૫) કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે.
فَأۡتُواْ بِـَٔابَآئِنَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ
૩૬) જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો.
أَهُمۡ خَيۡرٌ أَمۡ قَوۡمُ تُبَّعٖ وَٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ أَهۡلَكۡنَٰهُمۡۚ إِنَّهُمۡ كَانُواْ مُجۡرِمِينَ
૩૭) શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા.
وَمَا خَلَقۡنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا لَٰعِبِينَ
૩૮) અમે આકાશો અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.
مَا خَلَقۡنَٰهُمَآ إِلَّا بِٱلۡحَقِّ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ
૩૯) પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.
إِنَّ يَوۡمَ ٱلۡفَصۡلِ مِيقَٰتُهُمۡ أَجۡمَعِينَ
૪૦) નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે.
يَوۡمَ لَا يُغۡنِي مَوۡلًى عَن مَّوۡلٗى شَيۡـٔٗا وَلَا هُمۡ يُنصَرُونَ
૪૧) તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે.
إِلَّا مَن رَّحِمَ ٱللَّهُۚ إِنَّهُۥ هُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ
૪૨) સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે.
إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ
૪૩) નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ,
طَعَامُ ٱلۡأَثِيمِ
૪૪) અપરાધીનો ખોરાક છે.
كَٱلۡمُهۡلِ يَغۡلِي فِي ٱلۡبُطُونِ
૪૫) જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે.
كَغَلۡيِ ٱلۡحَمِيمِ
૪૬) સખત ગરમ પાણી જેવું,
خُذُوهُ فَٱعۡتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلۡجَحِيمِ
૪૭) (પછી આદેશ આપવામાં આવશે) કે તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો.
ثُمَّ صُبُّواْ فَوۡقَ رَأۡسِهِۦ مِنۡ عَذَابِ ٱلۡحَمِيمِ
૪૮) પછી તેના માથા પર સખત ગરમ પાણીનો અઝાબ વહાવો.
ذُقۡ إِنَّكَ أَنتَ ٱلۡعَزِيزُ ٱلۡكَرِيمُ
૪૯) (તેને કહેવામાં આવશે) ચાખતો રહે , તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો,
إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِۦ تَمۡتَرُونَ
૫૦) આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા.
إِنَّ ٱلۡمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٖ
૫૧) નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે.
فِي جَنَّٰتٖ وَعُيُونٖ
૫૨) બગીચા અને ઝરણાઓમાં.
يَلۡبَسُونَ مِن سُندُسٖ وَإِسۡتَبۡرَقٖ مُّتَقَٰبِلِينَ
૫૩) પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે.
كَذَٰلِكَ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ
૫૪) આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું.
يَدۡعُونَ فِيهَا بِكُلِّ فَٰكِهَةٍ ءَامِنِينَ
૫૫) શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે.
لَا يَذُوقُونَ فِيهَا ٱلۡمَوۡتَ إِلَّا ٱلۡمَوۡتَةَ ٱلۡأُولَىٰۖ وَوَقَىٰهُمۡ عَذَابَ ٱلۡجَحِيمِ
૫૬) ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, જે દુનિયામાં આવી ગયું, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમના અઝાબથી બચાવી લેશે.
فَضۡلٗا مِّن رَّبِّكَۚ ذَٰلِكَ هُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ
૫૭) આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે.
فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ
૫૮) અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
فَٱرۡتَقِبۡ إِنَّهُم مُّرۡتَقِبُونَ
૫૯) હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે.
مشاركة عبر