ګوجراتي ژباړه
ګوجراتي ژبې ته د قران کریم د معناګانو ژباړه، ژباړوونکی: رابیلا العمري، د مرکز البحوث الاسلامیة والتعلیم رئېس -نادیاد ګوجرات- نشروونکی: البر بنسټ - مومبای ۲۰۱۷م.
تَبَٰرَكَ ٱلَّذِي بِيَدِهِ ٱلۡمُلۡكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ
૧) ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ), જેના હાથમાં સામ્રાજ્ય છે. અને જે દરેક વસ્તુઓ પર કુદરત ધરાવે છે.
ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ
૨) જેણે મૃત્યુ અને જીવન એટલા માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે પ્રભુત્વશાળી અને માફ કરવાવાળો છે.
ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٖ طِبَاقٗاۖ مَّا تَرَىٰ فِي خَلۡقِ ٱلرَّحۡمَٰنِ مِن تَفَٰوُتٖۖ فَٱرۡجِعِ ٱلۡبَصَرَ هَلۡ تَرَىٰ مِن فُطُورٖ
૩) જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, તમે અલ્લાહ કૃપાળુના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુઓ, ફરીવાર આકાશ તરફ જુઓ, શું કોઇ તિરાડ પણ દેખાઇ છે?
ثُمَّ ٱرۡجِعِ ٱلۡبَصَرَ كَرَّتَيۡنِ يَنقَلِبۡ إِلَيۡكَ ٱلۡبَصَرُ خَاسِئٗا وَهُوَ حَسِيرٞ
૪) વારંવાર તેને જુઓ, તમારી નજર પોતાની તરફ અપમાનિત, થાકીને પાછી આવશે.
وَلَقَدۡ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَجَعَلۡنَٰهَا رُجُومٗا لِّلشَّيَٰطِينِۖ وَأَعۡتَدۡنَا لَهُمۡ عَذَابَ ٱلسَّعِيرِ
૫) નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ છે અને શૈતાનો માટે અમે (જહન્નમની આગ) તૈયાર કરી રાખી છે.
وَلِلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ عَذَابُ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ
૬) અને જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના માટે જહન્નમનો અઝાબ છે, અને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે.
إِذَآ أُلۡقُواْ فِيهَا سَمِعُواْ لَهَا شَهِيقٗا وَهِيَ تَفُورُ
૭) જ્યારે તેઓ તેમાં નાખવામાં આવશે, તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે.
تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلۡغَيۡظِۖ كُلَّمَآ أُلۡقِيَ فِيهَا فَوۡجٞ سَأَلَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ نَذِيرٞ
૮) એવું લાગશે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તો જહન્નમના રખેવાળો તેમને સવાલ કરશે કે શું તમારી પાસે ડરાવનાર કોઇ નહતા આવ્યા ?
قَالُواْ بَلَىٰ قَدۡ جَآءَنَا نَذِيرٞ فَكَذَّبۡنَا وَقُلۡنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ كَبِيرٖ
૯) તે જવાબ આપશે કે કેમ નહી, ડરાવનાર અમારી પાસે આવ્યા હતા , પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે જ ખુબ સ્પષ્ટ ગુમરાહીમાં છો.
وَقَالُواْ لَوۡ كُنَّا نَسۡمَعُ أَوۡ نَعۡقِلُ مَا كُنَّا فِيٓ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ
૧૦) અને કહેશે કે કાશ ! અમે (તેમની વાતો) સાંભળતા હોત અથવા તો સમજતા હોત તો જહન્નમીઓ માંથી ન હોત.
فَٱعۡتَرَفُواْ بِذَنۢبِهِمۡ فَسُحۡقٗا لِّأَصۡحَٰبِ ٱلسَّعِيرِ
૧૧) બસ ! તે પોતાના ગુનાહ સ્વીકારી લેશે, હવે જહન્નમીઓ દૂર થઇ જાવ.
إِنَّ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ لَهُم مَّغۡفِرَةٞ وَأَجۡرٞ كَبِيرٞ
૧૨) નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિણદેખે ડરતા રહે છે તેમના માટે માફી અને ખૂબ જ મોટો સવાબ છે.
وَأَسِرُّواْ قَوۡلَكُمۡ أَوِ ٱجۡهَرُواْ بِهِۦٓۖ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ
૧૩) તમે છુપી રીતે વાત કરો અથવા ઊચા અવાજે વાત કરો, તે તો દિલોના ભેદ પણ જાણે છે.
أَلَا يَعۡلَمُ مَنۡ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلۡخَبِيرُ
૧૪) શું તે જ ન જાણે, જેણે સૌનું સર્જન કર્યુ ? તે દરેક વસ્તુની ખબર રાખનાર છે.
هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ ذَلُولٗا فَٱمۡشُواْ فِي مَنَاكِبِهَا وَكُلُواْ مِن رِّزۡقِهِۦۖ وَإِلَيۡهِ ٱلنُّشُورُ
૧૫) તે તો છે, જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી છે, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજી માંથી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ પાછું ફરવાનું છે.
ءَأَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يَخۡسِفَ بِكُمُ ٱلۡأَرۡضَ فَإِذَا هِيَ تَمُورُ
૧૬) શું તમે એ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય.
أَمۡ أَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يُرۡسِلَ عَلَيۡكُمۡ حَاصِبٗاۖ فَسَتَعۡلَمُونَ كَيۡفَ نَذِيرِ
૧૭) અથવા શું તમે આ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હોય છે?
وَلَقَدۡ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَكَيۡفَ كَانَ نَكِيرِ
૧૮) અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો (જોઈ લો) કે મારી પકડ કેવી સખત હતી?
أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ فَوۡقَهُمۡ صَٰٓفَّٰتٖ وَيَقۡبِضۡنَۚ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱلرَّحۡمَٰنُۚ إِنَّهُۥ بِكُلِّ شَيۡءِۭ بَصِيرٌ
૧૯) શું આ લોકો પોતાની ઉપર પંખીઓને નથી જોતા કે કઈ રીતે તે પોતાના પંખ ફેલાવે છે અને બંધ કરે છે, રહેમાન સિવાય કોઈ નથી, જે તેમને થામી રાખે છે, તે દરેક વસ્તુને જોઈ રહ્યો છે.
أَمَّنۡ هَٰذَا ٱلَّذِي هُوَ جُندٞ لَّكُمۡ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحۡمَٰنِۚ إِنِ ٱلۡكَٰفِرُونَ إِلَّا فِي غُرُورٍ
૨૦) તમારી પાસે તે કેવું લશ્કર છે, જે રહમાન વિરૂદ્વ તમારી મદદ કરશ, આ કાફિરો તો ધોકામાં પડેલા છે.
أَمَّنۡ هَٰذَا ٱلَّذِي يَرۡزُقُكُمۡ إِنۡ أَمۡسَكَ رِزۡقَهُۥۚ بَل لَّجُّواْ فِي عُتُوّٖ وَنُفُورٍ
૨૧) જો તે (અલ્લાહ તઆલા) તમારી રોજી રોકી લે તો કોણ છે, જે તમને ફરી રોજી આપશે ? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને ગુમરાહીમાં પડેલા છે.
أَفَمَن يَمۡشِي مُكِبًّا عَلَىٰ وَجۡهِهِۦٓ أَهۡدَىٰٓ أَمَّن يَمۡشِي سَوِيًّا عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ
૨૨) તે વ્યક્તિ જે ઊંધા મોઢા ચાલી રહ્યો હોય તે વધુ સત્ય માર્ગ પર છે , અથવા તે, જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય ?
قُلۡ هُوَ ٱلَّذِيٓ أَنشَأَكُمۡ وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَۚ قَلِيلٗا مَّا تَشۡكُرُونَ
૨૩) કહી દો ! કે તે જ (અલ્લાહ) છે, જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો.
قُلۡ هُوَ ٱلَّذِي ذَرَأَكُمۡ فِي ٱلۡأَرۡضِ وَإِلَيۡهِ تُحۡشَرُونَ
૨૪) કહી દો ! કે તે જ છે, જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને તેની તરફ તમને એકઠા કરવામાં આવશે.
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ
૨૫) તેઓ સવાલ કરે છે કે જો તમે સાચા હોય, તો વચન ક્યારે પૂરું થશે?
قُلۡ إِنَّمَا ٱلۡعِلۡمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٞ
૨૬) તમે તેમને કહી દો ! કે તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.
فَلَمَّا رَأَوۡهُ زُلۡفَةٗ سِيٓـَٔتۡ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُواْ وَقِيلَ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَدَّعُونَ
૨૭) જ્યારે આ લોકો તે વચન (અઝાબ)ને નજીક જોઇ લેશે તો તે સમયે કાફિરોના ચહેરા બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેની તમે ઇચ્છા કરતા હતા.
قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَهۡلَكَنِيَ ٱللَّهُ وَمَن مَّعِيَ أَوۡ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٍ أَلِيمٖ
૨૮) તમે કહી દો! જો મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે કાફિરોને દુ:ખદાયી અઝાબથી કોણ બચાવશે ?
قُلۡ هُوَ ٱلرَّحۡمَٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيۡهِ تَوَكَّلۡنَاۖ فَسَتَعۡلَمُونَ مَنۡ هُوَ فِي ضَلَٰلٖ مُّبِينٖ
૨૯) તમે કહી દો ! કે તે જ રહમાન છે, જેના પર અમે ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ છે ?
قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَصۡبَحَ مَآؤُكُمۡ غَوۡرٗا فَمَن يَأۡتِيكُم بِمَآءٖ مَّعِينِۭ
૩૦) તમે તેમને પૂછો કે જો તમારુ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે, જે તમારા માટે વહેતું પાણી લાવે શકે ?
مشاركة عبر